________________
33
" मिच्छेअ अनंत दोसा, पयडा दिसंसती नवि गुण लेसा ।
तह विय त चेव जीवा हो मोहांध निसेवंति ।।
અર્થ:
મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે તથાપિ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે. કેવું સખેદાશ્ચર્ય!
જ્યાં સુધી મોહનું આવરણ ખસે નહીં ત્યાં સુધી જ્ઞાનદષ્ટિ ખૂલે નહીં. તેવી અવસ્થામાં જીવ ઉન્માર્ગે અથડાય, ઠોકરો ખાય, મહા દુઃખ - મહા ત્રાસ અને અસહ્ય વેદનાઓ સહ્યા કરે, છતાં સંસાર પ્રત્યે અત્યંત રુચિ હોય છે. આવા ભવાભિનંદી જીવની પ્રવૃત્તિ અને અસત્ આચરણ માટે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય'માં સુંદર દૃષ્ટાંત છે.
Jain Education International
'यथा कण्डूयनिष्वेषां धीर्न कच्छूनिवर्तने । भोगाषु तथैतेषां न तदिच्छा परिक्षये ।।
મતિ એની ખંજવાળમાં, ખસ મટાડવા નાહિં;
ત્યમ તસ મતિ ભોગાંગમાં, ન તિચ્છા ક્ષયમાંહિ!
અર્થ: ખસ ખણવાની બુદ્ધિ જેમ ખંજવાળમાં જ હોય છે, ખસ મટાડવામાં નહિ, તેમ ભવાભિનંદી જીવોની મતિ ભોગના અંગરૂપ વિષયોમાં હોય છે. ભોગાંગની ઈચ્છાના નાશમાં હોતી નથી.
જેના પેટમાં પુષ્કળ મળ હોય તેવા જીવને સારું પકવાન પણ અરુચિકર લાગે છે, તેમ ભવાભિનંદી જીવોમાં સહજ ભાવમલનું જોર હોવાથી તેને મુક્તિની ઈચ્છા જાગતી જ નથી. સહજ ભાવમલ એટલે અનાદિનો નિબિડ રાગ - દ્વેષ પરિણામ (આત્મામાં પડેલી કર્મબંધની યોગ્યતા.) ભાવભિનંદી જીવો પાંચે ઈન્દ્રિયોના સુખોમાં રત, મૂર્ખ, અને મૂઢ હોય છે.
ભવાભિનંદી જીવોનાં લક્ષણો દર્શાવતાં ‘યોગબિંદુ ગ્રંથ'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે ઃ • क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः ।
અજ્ઞો મવામિનન્વી સ્યાનિઘ્યતારમ્ભસંગતઃ ||
અર્થ ભવાભિનંદી જીવો (૧) ક્ષુદ્ર (૨) લાભરહિત (૩) દીન (૪) મત્સરી (૫) ભયભીત (૬) શઠ (૭) અજ્ઞાન (૮) નિષ્ફળ કાર્યારંભ કરનાર હોય છે.
ભવાભિનંદી જીવોને મોહની પ્રચુરતાના કારણે જીવહિંસા, કુકૃત્યો સારાં લાગે છે. જ્યારે અહિંસા આદિ સત્કાર્યો ખોટાં લાગે છે. લોહખુર ચોરને પણ દુષ્કૃત્યો પ્રત્યે અત્યંત લગાવ હતો. તેમાં ભવાભિનંદી જીવનાં લક્ષણો જોવા મળે છે. ભવાભિનંદી જીવો એટલે અચરમાવર્ત કાળના મિથ્યાત્વી જીવો. ભવાભિનંદી પણું હટે ક્યારે ? મહામિથ્યાત્વ કઈ રીતે દૂર થાય તેને સમજવા આત્માનું સ્વરૂપ વિચારીએ.
આત્માનું સ્વરૂપ :
ભારતમાં મોટા ભાગનાં દર્શનો આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આત્માના સ્વરૂપના વિષયમાં વિવિધતા જોવા મળે છે. સાંખ્ય, વેદાંત, ન્યાય-વૈશેષિક આત્માના સ્વરૂપના વિષયમાં એકમત નથી, છતાં આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org