________________
૩ર
પર્વતથી ઊંચુ અને આકાશથી વિશાળ કંઈ નથી, તેમ અહિંસા સમાન અન્ય કોઈ ધર્મ નથી.'
શાંત સુધારસ'માં ઉપાધ્યાય વીરવિજયજી ધર્મભાવના અધિકારમાં કહે છે:
આ જગતમાં સૂર્ય અને ચંદ્ર નિયમિત ઉદય અને અસ્ત પામી રહ્યાં છે. સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તેનું મુખ્ય કારણ અહિંસા ધર્મનો પ્રભાવ છે.
છઠ્ઠા આરામાં અધર્મ(હિંસા)ના કારણે જ પૃથ્વી પર ઉલ્કાપાત મચશે.
માનવ આત્મા અનંત શક્તિઓનો અક્ષયકોષ છે. એ શક્તિઓનો સન્માર્ગે ઉપયોગ કરવો કે ઉન્માર્ગે દોરાવું એ વ્યક્તિના સ્વયં પર નિર્ભર છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્મા કહે છે: 'अप्पा कत्ता विकत्ताय, दुहाण यसुहाण य |
अप्पा मित्तंमितंच, दुप्पट्ठिय वसुपट्ठिय ।। અર્થ: આત્મા જ પોતાના સુખ અને દુઃખનો કર્તા અને ભોક્તા છે. જ્યારે તે શ્રેયના માર્ગે વિચરે ત્યારે પોતાનો મિત્ર બને છે, જ્યારે તે શ્રેયના પંથને છોડી અશ્રેયના પંથે પ્રયાણ કરે ત્યારે પોતાનો જ દુશ્મન બને છે. અર્થાત્ સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્ર આદિ ગુણોમાં પરિણામ પામે ત્યારે પોતાનું ઉત્થાન કરે છે, જ્યારે તે વિભાવમાં પરિણમન કરે ત્યારે તેનું પતન થાય છે.
શાસ્ત્રકારો આત્મસંરક્ષણ તરફવિશેષ ધ્યાન આપવાનું ભવ્ય જીવોને કહે છે:
अप्पा खलु रक्खिअव्वो, सव्विंदिएहिं सुसमाहिएहिं ।
अरक्खिओजाइपहं उवेइ, सुरक्खिओसव्वदुहाण मुच्चइ ।। અર્થ: પાંચ ઈન્દ્રિય અને મન (નોઈદ્રિયોના વિષય ભોગના વિકારોથી નિર્વતવાને પોતાના આત્માને, આત્મભાવમાં સ્થિર કરીને પ્રત્યેક આત્માએ સ્વયં પોતાના આત્માનું કર્મથી સંરક્ષણ કરવું જોઈએ.
જૈન દર્શનમાં સાત વ્યસન અને અઢારપાપસ્થાનકને છોડવા યોગ્ય કહ્યા છે. લોકવ્યવહાર માં નિંદનીય - કુત્સિત આચરણ એ અશિષ્ટાચાર છે. તેનાથી લોકપ્રિયતા નષ્ટ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે આત્મ વિકાસનો અવરોધ થાય છે. સંક્ષેપમાં વ્યસનની શરૂઆત ધીમી હોય છે પરંતુ તેનો પ્રવેશ માત્ર કાયમી વસવાટ બની જાય છે.
બાહ્ય વૈભવથી લસલસતો જીવાત્મા પોતાની શક્તિઓનો ઉપયોગ અસદાચરણોને પોષવામાં જ પરિણમે છે. મિથ્યાત્વી પરવસ્તુમાં સુખ શોધે છે. મિથ્યાત્વની પકડ તેને ઊંધી દિશામાં જ લઈ જાય છે. લોહખુર ચોરને મિથ્યાત્વના પ્રભાવથી કુવ્યસનો (અધર્મ) રસિક અને અત્યંત પ્રિય લાગતાં હતાં. તેને વ્યસનો દેવતાઈ સુખ જેવા અનુભવાતાં હતાં.
યોગબિંદુપ્રકરણ'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. કહે છે :
“અનાદિકાલીન પ્રદીર્ઘપરંપરામાં, કર્મોની અતિશય મલિનતાના કારણે અને અતત્ત્વોના દુરાગ્રહથી જીવાત્મા સન્માર્ગને જોઈ શકતો નથી.”
પ્રાણી જગત પર મિથ્યાત્વનું વિશાળ સામ્રાજ્ય છવાયેલું છે. “વૈરાગ્ય શતક'માં કહ્યું છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org