________________
૩૦
જૈન આચારમાં - તવેસુ વા ઉત્તમjમવેર કહીને તપમાં બ્રહ્મચર્યની ગણના કરી છે. ઉત્તમ માનીને શ્રાવકોએ પોતાની પત્ની પૂરતું જ મર્યાદિત યૌવન સેવન અને સાધુએ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું.
ગીતાકાર પણ કહે છે. જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓનો નાશ કરે છે, ત્યારે તે આત્મા વડે આત્મામાં જ સંતુષ્ટ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ' બને છે.
કુલીન વ્યક્તિ ભાવનાના જળકુંભના અભિષેક વડે વાસનાની સુધાને સમાવે છે. ચોરીઃ
અબ્રાની લતથી ચોરીનું વ્યસન જન્મે છે. અદત્ત ગ્રહણ કરવું તે ચોરી છે. ચોરી એ. એકાંતનો શ્રાપ છે. ચોરીના ઘણા પ્રકાર છે. તેમાં અન્યાય - અનીતિથી મેળવેલી સંપત્તિ પણ ચોરી કહેવાય છે. ભલે, ગૃહસ્થની આધારશિલા ધન - સંપત્તિ છે પરંતુ તેમાં ન્યાય નીતિના ધોરણો આવશ્યક છે. પદાર્થપ્રત્યે અસંતોષ અને મૂછના કારણે ચોરી થાય છે.
યોગશાસ્ત્ર'માં અનીતિ કરનાર પ્રત્યે શ્રીમવિમલાચાર્યજી પઉમચરિયંમાં કહે છેमायाकुडिलसहावो कुडतुला कुडमाण ववहारा ।
धम्मं असद्हतोतिरिक्खजोणी उवणमंति ।। અર્થ: અન્યાય કે અનીતિ, માયા - કપટ વિના ન થાય. જો માયા-કપટ સ્વભાવમાં વણાઈ જાય તો તે જીવાત્માને દુર્ગતિમાં લઈ ગયા વિના ન રહે. અન્યાય-અનીતિમાયાપ્રેરિત જ હોય છે.
યોગશાસ્ત્ર'માં શ્રી હરિભદ્રસૂરિજી મ. માર્ગાનુસારીના પાંત્રીસ બોલ કહે છે. તેમાં પ્રથમ બોલ છે-ન્યાય સંપન્ન વિમવઃ | અર્થાત ન્યાય-નીતિ પૂર્વકનો ગુણવૈભવ હોવો જોઈએ.
પડોશીને ત્યાંથી ઉછીના લાવેલા છાણાના અગ્નિથી પકાવેલું ભોજન ખાતાં પુણિયા શ્રાવકની સામાયિકમાં એકાગ્રતા ખંડિત થઈ તો જેના ઘરમાં અનીતિનું ધન આવતું હશે તેની શી સ્થિતિ હશે?
જુઓ! ભીષ્મ પિતામહે દુર્યોધનના ઘરનું અનીતિનું એક ટંકનું ભોજન આરોગ્યું, તેથી તેમની બુદ્ધિ કેવી મલિન બની ! રાજસભામાં દુઃશાસને દ્રૌપદીનાં ચીર ખેંચ્યા ત્યારે સત્યના પક્ષપાતી ભીષ્મ પિતામહબિલકુલ મૌન રહ્યા. મલિન બુદ્ધિવાળો સદ્ધર્મનું આચરણ ક્યાંથી કરી શકે?
| હિંસાથી ઘોર પાપકર્મ બંધાય છે, જેનાં કડવા ફળો આત્માએ સ્વયં વેઠવાં પડે છે, એવું જાણી કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસે કુળપરંપરાગત હિંસાનો વ્યવસાય ત્યાગી દીધો. પરિવારજનોએ ખૂબ દબાણ કર્યું. ચતુર સુલસે તેમને સમજાવવા પ્રયોગાત્મકરૂપ અપનાવ્યું.
તેણે કુહાડીથી પોતાના જ પગ પર ઘા કર્યો. લોહીની ધાર વહેવા લાગી. તે વેદનાથી કણસતો રહ્યો. તેણે માયાવી આક્રંદ કરી સ્વજનોને કહ્યું, “કોઈ મારી વેદના તો વહેચી લો! તમારા ભરણપોષણ માટે હું નિત્ય પાડાઓનો વધ કરું છું. શું તમે મારું દુઃખ અંશ માત્ર ન વહેંચી શકો ? શું મારા પાપ કર્મો (દુઃખો) મારે એકલાએ જ ભોગવવા પડશે?”
વાલિયા લૂંટારાના સ્વજનોની જેમ સુલસના પરિવારજનોએ પણ કહ્યું, “કર્મોમાં સંવિભાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org