________________
સંસારના સુખોને કંકર તુલ્ય તુચ્છ સમજી, કનકકુંભ અને ચિંતામણિરત્ન કરતાં પણ અમૂલ્ય સંયમ ધર્મ સ્વીકારનાર નંદીષેણ મહાત્મા વાસનાની ખણજે કામલતાના મોહપાશમાં બંધાયા. એક સુંદરીએ કાતિલ કટાક્ષ કરતાં કહ્યું છે, “સંસારમાં જેને કોઈન હરાવી શકે તેને કામ હરાવે!”
બાવીસમા નેમનાથ તીર્થંકરના ભાઈ મુનિ રહનેમિ નિર્લજ્જ બની પોતાની સાધ્વી ભાભી પાસે ભોગસુખોની માંગણી કરી. મેરુ જેવા અડોલ રહનેમિ કામરાજ સામે હચમચી ગયા તો સામાન્ય માનવીનું શું ગજું?
શ્રીમદ્દાજચંદ્રજીએ પોતાના દુહામાં સાચું જ કહ્યું છે:
નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.”(સ્વાધ્યાય સંચય :ગા.૧, પૃ.૧૩)
જંબૂકુમારે પરણ્યાની પ્રથમ રાત્રિએ જ સ્વરૂપવાન, દોડાધિપતિ આઠ કન્યાઓનો ત્યાગ કર્યો. દેવાંગના જેવી કન્યાઓ જોઈને તેમને અંશમાત્ર વિકારન થયો!
રૂપકોશાના મહેલમાં ચાતુર્માસ માટે આવેલા પૂર્વના પરિચિત સ્થૂલિભદ્ર મુનિએ તેની સામે નજર સુદ્ધાં ન કરી. રૂપકોશાના વિષયોના તોફાનો યોગીપુરુષના સંગથી ઉપશાંત થયા. તે સાચી શ્રાવિકા બની.
ભાટચારણે સિદ્ધરાજ જયસિંહ સમક્ષ જૂનાગઢની રાણી રાણકદેવીના રૂપનું વર્ણન કર્યું.
“મૃગનયની કટિકેશરી, નાગણ જેવા વાળ;
બ્રહ્માએ એકજ ઘડી, સાચું કહુંભૂપાળ.”
સિદ્ધરાજ જયસિંહે શ્રવણ માત્રથી રાણકદેવીના રૂપ પાછળ પાગલ બની જૂનાગઢ પર ચઢાઈ કરી. બાર-બાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. જૂનાગઢના રાજા રા'ખેંગાર યુદ્ધ કર્યા છતાં પોતાના બે ભાણેજ દેશળ-વિશળના કાવત્રાથી હારી ગયા, ત્યારે શીલરક્ષા ખાતર રાણકદેવીએ ગિરનાર પર્વત પરથી ઝંપલાવ્યું.
' '' પ્રબળ કામેચ્છા સ્વસ્થતા, સ્થિરતા, પ્રસન્નતા અને પવિત્રતાનો છેદ કરે છે. શાસ્ત્રકારો વૈષયિક સુખોને લાહ્ય' (અગ્નિ જ્વાળા)ની ઉપમા આપી છે.
ઉપમિતિકારે પ્રારંભમાં જ સંસારના સુખોને “કદન્ન-એંઠવાડ'ની ઉપમા આપી છે. સુરવં સાંસરિવં સર્વ સિદ્ધ વર્નવ સમાં એંઠવાડ ખાવાથી ભસ્મક નામનો રોગ થાય છે. ભસ્મક રોગમાં જેમ જેમ ભૂખની જ્વાળાઓ વૃદ્ધિ પામે છે, તેમ વિષયભોગની ખણજ, લોલુપતા વધતી જ જાય છે.
યુગલિકો પ્રમાણિક, શાંત, સંતોષી, સદાચારી અને પ્રશસ્ત પરિણામી હોય છે તેથી તેઓ દેવગતિમાં જાય છે.
મહર્ષિ પતંજલિ કહે છે, - પ્રવયં પ્રતિષ્ઠાયાં વીર્યતામાં બ્રહ્મચર્યથી શરીરમાં વીર્યનો લાભ થાય છે. વીર્ય રક્ષાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. એઈડસ નામના રોગ સામે બ્રહ્મચર્ય પાલના અત્યંત જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org