________________
૨૮
ગુમાવ્યું!! અબ્રહ્મઃ
સંસાર વધારનારી ચાર સંજ્ઞાઓ છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા એટલે મનની ખાજ, ચળ. પાંચ ઈન્દ્રિયમાં અબ્રાહા એ સ્પર્શેન્દ્રિયને લગતી વાસના છે.
શ્રી દશવૈકાલિક સૂત્ર', અ. ૬માં અબ્રહ્મના દોષનું નિવારણ કરવાનું કહે છે
मूलमेयमहम्मस्स महादोससमुस्सयं।
તન્હામેળસંસર્ગ,fonjથાવMયંતિil (ગા.૧૦, પૃ. ૨૫૩.) અર્થઃ અબ્રહ્મચર્ય અધર્મ (પાપ)નું મૂળ છે. ભયંકર દોષોનું સ્થાન છે. પાંચ મહાવ્રતનું ઘાતક હોવાથી સાધક મૈથુન સંસર્ગનો ત્યાગ કરે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૯ભા અધ્યયનમાં પરમાત્માએ કહ્યું છેઃ सल्लंकामा, विसंकामा, कामाआसीविसोवमा ।
મેયપત્થઘમાTI, 3રામાનંતિદુગ્ગા (ગા.૫૩, પૃ.૧૦૫.) અર્થ કામભોગ શલ્યરૂપ છે, વિષરૂપ છે. તે આશીવિષ સર્પ સમાન છે. કામભોગની અભિલાષાવાળો પુરુષ કામભોગનું સેવન ન કરે છતાં સંકલ્પ માત્રથી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. તો તેનું સેવન કરનારની શી અવદશા થતી હશે?
ભર્તુહરિએ તૃષ્ણાને ‘ઘરડી' કહી છે. વૃદ્ધાવસ્થામાં પણ તૃષ્ણાનો સુંવાળો સ્પર્શ છોડવો ગમતો નથી. ભોગોની ઝંખના માનવીને ઝંપવા દેતી નથી.
એક વખતનાં મૈથુન સેવનમાં નવલાખ સૂક્ષ્મ જીવો તથા અસંખ્યાતા બેઈન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોનો નાશ થાય છે. ધાર્મિક દષ્ટિએ શિયળ ન પાળવાથી પ્રાયઃ ભોગવંતરાય કર્મ બંધાયા છે. તેના ફળ સ્વરૂપે વૈધવ્ય વગેરે દુઃખો ભોગવવા પડે છે, નપુંસક વેદ બંધાય છે તેમજ નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિ મળે છે.
પાંચ ઈન્દ્રિયોમાં અબ્રહ્મની વાસના ભયાનક છે, તેથી જ સ્થૂલિભદ્રજી મુનિએ કોશાને પોતાનાથી ત્રણ હાથ છેટા રહેવાનું કહ્યું.
માલવપતિ મુંજ કામ જવરના પ્રભાવે મૃણાલિકાની પાછળ કામાંધ બન્યા. પરસ્ત્રીના સંગથી મુંજ રાજા તૈલંગદેશના રાજમાર્ગ પર બંદીવાન બની ભિખારીની જેમ ઘેર ઘેર ભિક્ષા માટે રખડયા!!
સિંહગુફાવાસી મુનિ નારીના દર્શન માત્રથી ખળભળી ઉઠયાં. તેમના રોમેરોમમાં વાસનાનું મોજું ફરી વળ્યું. સંચમનું વિસ્મરણ થયું. વૈષયિક ઐશ્વર્યની વાસનાઓ અને વિલાસિતાના મધુર સ્વપ્ન તેઓ ચાલુ ચાતુર્માસમાં કોશા માટે રત્નકંબલ લેવા નેપાળ ગયા!!!
લંકાપતિ રાવણે સીતાજીનું અપહરણ કરી પરસ્ત્રી પર અધિકાર જમાવવાની વ્યર્થ કુચેષ્ઠા કરી, પોતાનું જ અસ્તિત્વ ગુમાવ્યું.
કામુકી સૂર્યકાન્તા રાણીએ ધર્માત્મા પ્રદેશી રાજાને વિષયસુખો મળતાં બંધ થતાં વિષપ્રયોગથી પતિના જમાણહરણ કર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org