________________
૨૬
શ્રી દેવચંદ્રસ્વામી પરની પ્રીતિ છોડી સ્વની સાથે અનુસંધાન કરવાનો ઉપદેશ આપે છે.
“પ્રીતિ અનંતી પર થકી, જે ત્રોડે તે જોડે એહ;
પરમ પુરષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગેહ.”(સ્વાધ્યાયસંચય, પૃ.૨૩૫)
જેમ શ્લેષ્મ પર બેઠેલી માંખી તેમાં જ ઘેલી બને છે, તેમ કુવ્યસનોને વળગેલો માનવી પર પદાર્થમાં સુખબુદ્ધિનો આરોપ કરી, સંસારના સ્વપ્નિલ સુખની ભ્રમણાનો ભોગ બની અનંતકાળનું દુઃખ વેંઢારે છે.
ધૂમ્રપાન, તમાકુનું વ્યસન, ડ્રગ્સ, વરલી મટકા, માવા-મસાલા, ગુટખા, પાન તેમજ નશીલા પદાર્થોનું સેવન, દૂરદર્શન, ચલચિત્ર, ક્લબલાઈફ, ડાન્સપાર્ટી, ઉપહારગૃહ (હોટલ) વગેરે મોટાં વ્યસનોમાં લઈ જનારાં સહાયક વ્યસનો છે. આ વ્યસનો માનવીને નિષ્ફર, નિસ્તેજ અને દિશાહીના બનાવે છે. તે મુસીબતોની વણઝાર લાવે છે. કેટલાંકઐતિહાસિક ઉદાહરણો તેની સાક્ષી પૂરે છે. જુગારઃ
હાર્યો જુગારી બમણું રમે' આ યુક્તિનો ભોગ બનેલા પાંડુપુત્રો જુગાર-ધૂની બૂરી લતમાં જ્યારે રાજવૈભવ સર્વસ્વ હારી ગયા ત્યારે તેમણે પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી. વ્યસનથી કેવી દુર્મતિ! હસ્તિનાપુરનું રાજ્ય છોડી બાર બાર વર્ષ સુધી વનવાસ ભોગવ્યો તેમજ એક વર્ષ ગુપ્તવાસ સેવી અનેક દુઃખો સહન કર્યા. જુગારના વ્યસનથી નળરાજા બેઘર થયાં. તેમણે પોતાની સહધર્મચારિણી દમયંતી રાણી સાથે વનમાં ભયંકર કષ્ટો વેઠયાં, તે જગપ્રસિદ્ધ છે. મદિરા:
- તાડ વગેરેના રસ અને લોટને કહોવરાવીને મદિરા બને છે. જે મૂઢતા, કલહ, નિંદા, પરાભવ, હાંસી, રોષ અને ઉન્માદનું કારણ છે. જેમપ્રશાંત મહાસાગરમાં પવન ફૂંકાય, વાવઝોડું આવે ત્યારે મોજાઓ ઉછળે છે, વહાણોને ડૂબાડી દે છે, તેમ શાંત, સ્થિર સમુદ્રરૂપી આત્મામાં વિષયોના વાયરા વીંઝાતા સદબુદ્ધિરૂપી નૌકાને ઉથલાવી નાખે છે.
મદિરાપાનના સેવનથી શાંબકુમારે સમગ્ર દ્વારિકા નગરીનો નાશ કર્યો. માંસદ
પ્રાણીઓને માર્યા વિના માંસ મળતું નથી. તે માંસમાં અસંખ્ય જીવ-જંતુઓ હોય છે. તેવું માંસ ખાવાથી રોગનું કારણ બને છે. માંસભક્ષણ એ તો રાક્ષસતુલ્ય છે. તે નિગોદનું ઘર છે. માંસ અને દારૂ અતિવિકારક હોવાથી મહાવિગઈઓ' કહ્યા છે.
| શ્રી ઉમાસ્વાતિજીએ ‘તત્વાર્થસૂત્ર'માં કહ્યું છે, પરસ્પરોપગ્રહો નીવાનામ્ - અર્થાત્ સંસારના બધાં જ પ્રાણી પરસ્પરના અવલંબનની કડીમાં બંધાયેલા છે. પશુઓના પ્રાણ લઈ પ્રાકૃતિક સમતુલામાં વિક્ષેપ કરવો એ અક્ષમ્ય પાપ છે. માંસાહાર બહુમૂલ્ય પશુસંપત્તિનો હ્રાસ કરે છે.
શ્રીઆચારાંગસૂત્ર'માં પરમાત્મા હિતશિક્ષા આપતાં કહે છે: 'सव्वेपाणा, सव्वेभूया, सव्वेजीवा, सव्वेसत्ता नहंतव्वा, न अज्जावेयव्वा न परिघेतव्वा, न परियावेयव्वा, न उद्दवेयव्वा ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org