________________
૨૪
શાસન ચાલતું હતું તે સમયે તેમના નગરમાં લોહખુર ચોર અને કાલસૌકરિક કસાઈ થઈ ગયા. મહારાજા પ્રસેનજિત અને મહારાજા શ્રેણિકના જીવન સાથે તેમનું નામ સંલગ્ન હોવાથી તેઓ ઈતિહાસના પાને ચડયા છે. મગધનરેશ પ્રસેનજિતની આણ જ્યારે અજવાળું વેરી રહી હતી, ત્યારે તેમણે નગરથી દૂર વૈભારગિરિની ગુફાઓમાં વસતા ચોરોના સરદાર રૂપખુરાને કેટલાક ગામો. ગરાસમાં આપ્યા. તેની પાછળનો મહારાજાનો આશય એવો હતો કે ચોરોના ઉપદ્રવથી ભયભીત, બનેલા પ્રજાજનો નિર્ભય બને, સ્ત્રી જન તથા અબાલ-વૃદ્ધ પર અત્યાચાર ન થાય તેમજ નિર્દોષને. અકારણ લૂંટવાની વૃત્તિ વકરે નહીં. વળી, રાજ્યમાં સર્વત્ર શાંતિ પ્રસરે. પ્રજાના સુખચેનની ચિંતા કરનારા આવા રાજવીઓને ધન્ય છે!
પ્રાચીનકાળમાં સંતાનોનાં નામકરણ અર્થસભર હતાં. વળી, તેમાં કેટલીક વિશિષ્ટતા પણ જોવા મળતી હતી. જેમકે બાળકનું નામ માતા-પિતાના નામ અનુસાર, વિશિષ્ટઘટના અનુસાર, સ્વપ્ના કે દોહદ અનુસાર રાખવામાં આવતું હતું
મૃગારાણીએ પોતાના પુત્રનું નામ “મૃગાપુત્ર” રાખ્યું. જે માતાના નામ ઉપરથી હતું. શ્રી તત્ત્વાર્થધિગમ આદિ૫૦૦ પ્રકરણ ગ્રંથના રચયિતા નવ પૂર્વધર વાચકવર્ય ઉમાસ્વાતિજીનું નામ માતા. ઉમા અને પિતા સ્વાતિના નામ પરથી જગપ્રસિદ્ધ બન્યું. ગર્ભમાં આવતાં જ ક્ષત્રિયકુંડ નગરનાં સિદ્ધાર્થ રાજાને ત્યાં ધન, ધાન્યાદિ વૈભવની છોળો ઉછળાવા લાગી. સંપત્તિની વૃદ્ધિ થવાથી ત્રિશલાનંદનનું નામ 'વર્ધમાન' પડયું. ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત તરીકે ખ્યાતિ પ્રાપ્ત મગધાધિપતિ શ્રેણિકનો શિશુ ઉકરડા પર નંખાતાં કૂકડાએ આંગળી કરડી ખાધી તેથી પુત્રનું નામ “કોણિક'(કુણિક) રાખ્યું. ધારિણી રાણીને ગર્ભકાળે અકાળે પંચવર્ણી મેઘનો દોહદ થયો તેથી તે નવજાત શિશુ મેઘકુમાર' કહેવાયો. મરૂદેવા માતાએ ગર્ભવસ્થામાં સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો તેથી બાળકનું નામ બદષભ'પડયું.
પ્રસ્તુત રાસમાં માતા રોહિણીના નામ પરથી “રોહિણેયકુમાર'(રાસનાયક) આરોપિત થયું છે. વંશજોના નામમાં કેટલીક વિશેષતા ઉડીને આંખે વળગે છે. તેમના નામ તે તે કાળની રહેલી વિવિધ જાદુઈ મોજડીઓ; જેનો તેવો ચોરી કરવામાં ઉપયોગ કરતા હતા તે અનુસાર છે. દા.ત. રત્નની મોજડીવાળો રત્નખુર, સુવર્ણની મોજડીવાળો સુવર્ણખુર, રૂપાની મોજડીવાળો રૂપપુર અને લોઢાની મોજડીવાળો લોહખુર છે.
પ્રત્યેક ચોર પોતાની પાસે રહેલી વિવિધ ધાતુની મોજડી પહેરી, અદશ્ય વિદ્યાના બળે ચોરી કરે છે. જેમ અવસર્પિણી કાળમાં દરેક પદાર્થના ગુણધર્મમાં સમયના વહેણની સાથે અવનતિ જોવા મળે છે. તેમ અહીં પ્રત્યેક ચોરોની વંશપરંપરામાં સમય અનુસાર મોજડીની કિંમતમાં ક્ષુદ્રતા (હાનિ) દેખાયા છે. જેમકે પ્રથમ રત્નપુર ચોરની રત્નની મોજડી છે, ત્યાર પછી અનુક્રમે સુવર્ણ, રૂપા અને લોઢાની મોજડી પ્રત્યેક પાસે છે.
જેમ જંબુસ્વામીની અઢળક સંપત્તિ જોઈ પ્રભવ આદિ ૫૦૦ ચોરો ખાતર પાડવા આવ્યા, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org