________________
૨૨
અંતે તેમણે તસકર સાથે સુમેળ કર્યો. ચોરીનો ભય દૂર થતાં નિર્ભય બનેલા નગરજનો હવે સુખી થયા. રાજાએ ચોરને કેટલાક વીઘા (એશ, ભાગ) જમીન(કેટલાક ગામ) ગરાસમાં આપ્યા. હવે રૂપખુરા ચોરે ચોરીનું કાર્ય ત્યજી દીધું.
...૧૫ એક વસામાં જ્યાં રાજાના જકાતમાં નાકેદારો જકાત વસૂલ કરતા હતા ત્યાં રૂપખુરા ચોરે પોતાના માણસો નિયુક્ત કર્યા. (ઘણો સમય પસાર થયો) એક દિવસ રૂપખુરો ચોર રાજમહેલ પાસેથી. જતો હતો. તે સમયે મહારાજા શ્રેણિક ભોજનકક્ષમાં ભોજન કરતા હતા.
...૧૬ ભોજનની સુમધુર સોડમથી રૂપખુરા ચોરના મુખમાં પાણી આવ્યું. તે અંજન વિદ્યાના બળે અદશ્ય બન્યો. (ત્યાર પછી રાજાની થાળીમાં પીરસાયેલું) રાજાનું ભોજન અદશ્ય બની તે આરોગી ગયો. હવે તે નિત્ય અદશ્ય બની (આવીને) રાજાનું ભોજન કરી ચાલ્યો જતો.
...૧૦ . ભોજનના અભાવમાં પ્રતિદિન મહારાજા શ્રેણિક દુર્બળ થવા લાગ્યા ત્યારે તેમણે મહામંત્રી અભયકુમારને બોલાવી સર્વ હકીકત કહી. મહામંત્રી અભયકુમારે તે સમયે એક સચોટ ઉપાય કર્યો. તેમણે ધૂપના ચારઘડાઓ ભર્યા.
. ...૧૮ જમીન ઉપર લીમડાંના સૂકાં પાન પથરાવ્યાં. જેવો ચોર આવ્યો તેવો જ તેના પગનો અવાજ થયો. મહારાજા શ્રેણિક જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે ભોજનકક્ષમાં મહામંત્રીએ જોરદાર) પ્રચુર પ્રમાણમાં ધૂપ (ધુમાડો) કર્યો.
...૧૯ ઘૂંવાડો થતાં રૂપખુરા ચોરની આંખો બળવા લાગી. તેની આંખમાં આંજેલું આંજણ અશ્રુ વાટે વહેવા લાગ્યું. તે પ્રત્યક્ષ થયો તેવો જ મહામંત્રી અભયકુમારે તેને ત્યાંજ પકડી લીધો. તે લજ્જિતા થયો. તેની આબરૂ ગઈ. સમય જતાં રૂપખુરા ચોરનું મૃત્યુ થયું.
...૨૦ રૂપખુરા ચોરનો પુત્ર, લોહખુર હતો. તે પણ મહારાજા શ્રેણિક તરફથી મળેલ ગરાસ. ભોગવી ઘરનું સંચાલન કરતો હતો. નગરમાં જ્યારે ઉત્સવ કે તહેવારની ઉજવણી હોય ત્યારે લોકો તેમાં વ્યસ્ત હોય. તે સમયે મોકાનો ફાયદો ઉઠાવી) તે નગરમાં જઈ અવશ્ય ઉપદ્રવ મચાવતો. તે યમપિશાચની જેમ છળકપટ કરતો હતો.
...૨૧ મહોત્સવ કે મંગલ પ્રસંગે લોકો ઉત્સવમાં રોકાયેલા હોય, તે જોઈ લોહખુર તેમના ઘરે પહોંચી જઈ ખાતર પાડતો. તે ચોરી કરતો એટલું જ નહીં પરસ્ત્રીને પણ ઉંચકીને લઈ જતો. વળી, મદીરાપાન અને માંસભક્ષણ પણ કરતો હતો.
...૨૨ તેણે અંજનવિદ્યા સિદ્ધ કરી હતી. તે ઉપરાંત બીજી પણ અને વિદ્યામાં તે કુશળ હતો. તે આકાશમાં વિહાર કરી શકતો હતો તેમજ રૂપ પરિવર્તન કરવામાં હોંશિયાર હતો. પ્રયત્ન કરવા છતાં તે કોઈનો માર્યોમરે તેમ ન હતો.
....૨૩ તેની પત્નીનું નામ રોહિણી હતું. તેણે પત્નીનું નામ બદલાવી લોહમતી રાખ્યું. રોહિણીએ (આકૃતિ અને ચેષ્ટામાં) પોતાના જેવા જ એક સુંદર બાળકને જન્મ આપ્યો. (માતાના નામ પરથી) તેનું નામ રોહિણેયકુમાર' રાખ્યું.
...૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org