________________
૨૧
કરવાનો હતો. પૂર્વજોની પરંપરામાં સૌ પ્રથમ રત્નખુરા નામનો ચોર થયો. તે રત્નની મોજડી પહેરી. અદશ્ય બની ચોરી કરતો હતો.
રત્નખુરા ચોરના કુળમાં તેનો પુત્ર સુવર્ણપુરો થયો, જે સુવર્ણની મોજડી પહેરી અદશ્ય બની નગરમાં ચોરી કરતો હતો. સુવર્ણખુરાના કુળમાં તેનો પુત્ર રૂપખુરો જભ્યો. તે પણ રૂપાની મોજડી પહેરી ચોરી કરવા લાગ્યો.
રૂપખુરાના કુળમાં તેનો પુત્ર *લોહખુર જખ્યો, જે અતિ ભયંકર હતો. તે પગમાં લોઢાની મોજડી પહેરતો હતો. (અર્થાત લોઢાની મોજડી પહેરી અદશ્ય બની ચોરી કરતો) આ લોહખુર ચોરને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો. તેણે પોતાના કુળની કીર્તિ વધારી (અથવા તેનાથી કુળ પરંપરા વૃદ્ધિ પામી કારણકે ગરાસ કે મિલકત લોહખુરના મંદિરે(ઘર) આવતી હતી.)
રાજગૃહી નગરીમાં તે સમયે પ્રસેનજિત રાજા રાજ્ય કરતા હતા ત્યારે રૂપખુરો ચોર ચોરી કરવા માટે નગરમાં અવારનવાર આવતો હતો. દિવસે નગરમાં જઈને તે લોકોને સામેથી આહ્વાન આપી કહેતો, “હું આજે તમારા ઘરે ચોરી કરીશ”.
તે રાત્રિની વેળાએ નગરમાં પ્રવેશી ખાતર પાડતો. તેની સાથે પાંચસો ચોરોનો પરિવાર પણ રહેતો. આ પ્રમાણે રૂપખુરો ચોર નિત્ય નગરમાં ચોરી કરી હાહાકાર મચાવતો.
એક દિવસ રાજગૃહી નગરીના દંતાશેઠના દ્વારે આવી રૂપખુરા ચોરે ચેતવણી આપતાં કહ્યું, “શેઠજી! હું તમારું ધન આજે જરૂર ચોરી લઈશ. તમે સજાગ થઈને રહેજો”.
૧૦ દંતાશેઠ(હેબતાઈ ગયા. તેઓ મદદ માટે દોડ્યા) રાજાના ઘરે સહાય લેવા પહોંચ્યા. તેમણે રાજાને સર્વ વૃત્તાંત વિગતવાર કહ્યો. રાજાએ સંરક્ષણ માટે પાંચસો સૈનિકોને ત્યાં મોકલ્યા. સૈનિકો શેઠના ઘરની પાછળ છુપાઈને ચોકી કરવા લાગ્યા.
...૧૧ દંતાશેઠ પણ રાત્રિના સમયે હવેલીમાં જાગૃત અવસ્થામાં તસકરની વાટ જોતાં બેસી રહ્યા. - હવેલીમાં કોશા મધુર ગીત ગાઈ રહી હતી. ગાંધર્વકળા સાથે નૃત્ય અને સંગીતની મહેફીલ જામી હતી (સૌ કોઈ સંગીતમાં મુગ્ધ હતા) ત્યારે ચોરે હવેલીમાં ખાતર પાડ્યું.
..૧૨ રૂપખુરા ચોરે હવેલીમાં પ્રવેશતાં સર્વ સૈનિકોને તેમજ હવેલીના લોકોને અવસ્થાપિની નિદ્રામાં પોઢાડયા. જ્યારે તેઓ નિદ્રાધીન બન્યા ત્યારે રૂપપુરા ચોરેખાતર પાડી શેઠની વિપુલ સંપત્તિ ચોરી લીધી. પ્રભાતે જ્યારે સર્વ જાગ્યા ત્યારે જોયું કે ચોરી થઈ છે ત્યારે શેઠે જઈ પ્રસેનજિત રાજાને ફરીયાદ કરી.
રૂપખુરા ચોરના ત્રાસથી મહારાજા પ્રસેનજિતને અત્યંત ખેદ થયો (આ ચોરને શી રીતે પકડવો?) તસકરના નિશાન સુદ્ધાં જમીન પર ન હતાં. કોટવાલ, સેનાપતિ આદિ સર્વ રાજકીય સેવકો રાજસભામાં આવ્યા. તેઓ ઉપાય શોધવા, મશલત કરવા એકત્રિત થયા.
..૧૪ *રાજા સાથે સારા સંબંધ થતાં રૂપખુરાના પુત્રએ પિતાને કહ્યું, “હે તાત! રાજ્યની સીમમાં હવે ચોરી કરવી અશક્ય છે. તેથી આ રૂપાની પાદુકા ફોગટની ઘસવાની બંધ કરો અને લોખંડની પાદુકા પહેરો.” આવું સાંભળી ચોર પરિષદ , હસી પડી. ચોર પલ્લીના લોકોએ લોભી પુત્રનું નામ “લોહખુર રાખ્યું. (સંસ્કૃત હસ્તપ્રત કડી-૨૧ થી ૨૪.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org