SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ હુઈ દુબલો શ્રેણીકરાય, અભયકુમાર નઈ કહી કથાય; કુમરિ બુધિ કરી ત્યાહા ખરી, ચ્યાર ઘડી ધુંઆડઈ ભરી. ખાખર પાન નાખ્યા તેણઈ ઠાય, આવ્યો તસકર વાગા પાય; નૃપનાહાં ભોજન કરતો જસંઈ, કરયો ઘૂંઆડો સબલો તસંઈ અંજન આખ્ય થકી વહી જાય, રુપખરો ઝાલ્યો તેણઈ થાય; લાયો ફજેત થઉં તે સહી, કાલેં મરણ કરી ગયો વહી લોહખરો હુઉં તસ પુત, ખાઈ ગરાસ ચલવઈ ઘરસુત; ઉછવ હોઈ ત્યાહ છલ જોય, યમ પશાચ જેવો છલ સોયા ઉછવ માહા નર દેખી કરી, તેહનઈ ઘરિ ખાતર દઈ ફરી; ચોરી કરઈ પરસ્ત્રી પણિ ધરઈ, મદિરા મંશ તીહઈ આદરઈ અંજન સીધિ વીઘાનો ધણી, બીજી વીધ્યા તેહમાં ઘણી; આકાશ ભમઈ રૂપે પ્રાવત કરઈ, તે કોહોનો મારયો નવિ મરઈ નારી રોહીણી તેહની નારિ, લોહમતી નામ જ તસ ધારિ; પૂત્ર એક જનમ્યો ત્યાહ તામ, દીધો રોહણીઉં તસ નામ જનમોતરી વરતાવઈ જામ, બઈઠા પંડિત પીઢ તામ ; આણ્યા પાટલા ઝીકે ભરી, માંડઈ લગન મન નીશલ કરી તનું, ધનું, સહઈજ ભુવન વલી જેહ, સુઈત ભુવન ચોથું કહું તે; સૂત,રિપૂ,જ્યા ભુવન સાતમું, મૃત ભુવન કહીઈ આઠમું ધરમ, કરમ, આય અગ્યારમું, વ્યય ભુવન તે કહું બારમું; બારઈ ભુવનના સ્વામી જેહ, માડયા પાટલઈ સઘલાં તેહ સૂરય, ચંદ, મંગળ, બુધ જેહ, બૃહીસપતી, ગ્રહઈ માડયો છઈ તેહ; શુક્ર, શની, રાહો માંડી કરી, વલી ભુસઈ વલી લખતા ફરી ' લોહખરો તવ પુછઈ બકઈ, શું ભુસઈ ફેરી શું લખઈ; ચોરના ચોર જ હોસઈ સહી, જાઉ વાત સાચી તુમ કહી તવ બ્રાહ્મણ બોલઈ ગહિગહી, એ માહા ધરમી હોસઈ સહી; જિન હાથિ લેસઈ દીખ્યાય, નરપતિ નમસઈ એહનઈ પાયા સૂણી વચનનિ દીધૂ દાન, વાલ્યાં પંડીત દેઈ બહુ માન; રોહણી ઘરિ વાધઈ જોય, દુતી ચંદ પરઈ તે સોયા ... ૩૧ અર્થ : તે રોહિણેય કુમાર કોણ હતો ? તે ક્યાં જન્મ્યો હતો? તે હવે કહું છું. મગધ દેશની રાજગૃહી નગરીની ફરતે વૈભારગિરિ પર્વત હતો. આ પર્વતમાં એક વિશાળ ગુફા હતી. ...૩ આ ગુફાના એકસો આઠ દ્વાર હોવાથી ત્યાં માર્ગમાં અંધકાર જણાતો ન હતો. આ ગુફામાં રોહિણેચકુમાર વસવાટ કરતો હતો. હવે આ રોહિણેયકુમારની મૂળ કથા પ્રકાશિત કરું છું. ...૪ રોહિણેયકુમારની પૂર્વે પાંચ પેઢીઓ થઈ ગઈ. તેમના પૂર્વજોનો વ્યવસાય નિત્ય ચોરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005627
Book TitleRohiney Ras
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2012
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy