________________
૩૨૬
एवंखुनाणिणो सारंजंन हिंसइ किंचण।
अहिंसा समयंचेव, एयावन्तवियाणिया।। અર્થ: જ્ઞાનીઓના કહેવાનો સાર એક જ છે કે કોઇ પણ જીવની હિંસા ન કરો. અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલો શાશ્વત ધર્મ સમજો.
ભારતના મહર્ષિઓએ એકી અવાજે જાહેર કર્યું છે કે, યા ધર્મોમૂહૈ અઢાર પાપસ્થાનકમાં સૌથી મોખરે પ્રાણાતિપાતને મૂકવામાં આવ્યું છે. પ્રાણાતિપાત એટલે જીવહિંસા. જીવહિંસા વેર વધારનારી અને ભારે કર્મબંધ કરાવનારી છે તેથી મહાવત અને અણુવતમાં સૌ પ્રથમ જીવહિંસાથી નિવૃત્ત થવાનું વિધાન છે.
શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છે?
कृतकर्म अवश्यमेव भोक्तव्यं, कल्पकोटि शतैरपि। અર્થ: દોડો વર્ષ વીતી ગયા છતાં કરેલા પાપકર્મોની સજા અવશ્ય ભોગવવી પડે છે.
સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના આત્માએ અઢારમા બિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને જીર્ણ વસ્ત્રની જેમ ચીરી નાખ્યો તથા તપતું સીસું શય્યાપાલકના કાનમાં રેડાવ્યું. તે ભયંકર પાપના પરિણામે તેઓ સાતમી નરકમાં ગયા. રે! કર્મોએ પ્રભુને પણ ન છોડયા. ધર્મરુચિ અણગાર સમિતિના મર્મને સમજનાર અહિંસાના સાચા ઉપાસક બન્યા તેમણે હિંસાના દોષથી બચવા કડવું ઝેર શાક આરોગી સંખ્યાબંઘ જીવજંતુઓની પ્રાણ રક્ષા કરી.
મહાભારત'ના અનુશાસન પર્વમાં પ્રશસ્તિ વાકયો ઉચ્ચારેલા છે તે સુયોગ્ય છે?
अहिंसा परमोधर्मस्तथाडहिंसा परोदमः।
___ अहिंसा परमंदानमहिंसा परमंतपः।। અર્થ: અહિંસા પરમ-શ્રેષ્ઠ ધર્મ છે, ઉત્તમ દમ, ઉત્તમ દાન અને ઉત્તમ તપ છે. મુનિ છકાયના જીવોની વચન અને કાયા ઉપરાંત મનના સંકલપ વડે પણ હિંસા કરતા નથી. તેઓ માત્ર દેહના નિર્વાહ અર્થે નિર્દોષ, સુઝતા આહાર-પાણી વહોરે છે. તેમાં પણ કોઇ પ્રકારની હિંસા ન હોય તેવી પ્રતિજ્ઞા સમિતિ-ગુપ્તિમાં સમાયેલી
સાધુની પ્રત્યેક ક્રિયા યત્નાપૂર્વકની હોય છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર', અ-૪, ગા.૮માં કહ્યું છે:
जयंचरे जयं चिट्टे,जयंमासेजयंसए।
जयंभुजंतो भासंतो पावकम्मं न बंधई।। અર્થ: યત્નાપૂર્વક ચાલવાની, ઉભા રહેવાની, બેસવાની, સુવાની, ભોજન કરવાની અને બોલવાની ક્રિયા કરનાર પાપ કર્મ બાંધતા નથી.
અયત્નાપૂર્વકની ક્રિયામાં જીવહિંસા હોવાથી પાપકર્મને આમંત્રણ આપે છે. વળી, કષાય યુક્તા ક્રિયામાં ભાવહિંસા હોવાથી કર્મબંધ થાય છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા ભવભ્રમણ કરાવે છે.
અકિય એ સિદ્ધત્વનું લક્ષણ છે. ઇર્યાપથિકી દિયા સિદ્ધત્વ સુધી લઇ જાય છે. નાનકડા અયવંતા મુનિ ઈરિયાવહિયાની ક્રિયા કરતાં કરતાં સર્વ જીવોને હદયથી ખમાવતાં સર્વજ્ઞ બન્યા!
રોહિણેય મુનિએ સિદ્ધત્વ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી અધર્મયુક્ત ક્રિયાઓનો ત્યાગ કર્યો. તેમણે આરંવ યુક્ત અને કષાયયુક્ત ક્રિયાથી વિમુખ બની અનારંભી અને અક્રિય ભાવ સન્મુખ દોટ મૂકી.
“પાપક્રિયાની જે છોડે રુચિ, તેને મળે મોક્ષ ની કુચી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org