________________
૩૨૦
આઠ પ્રકારનામદદ (૧. શ્રી સમવાયાંગ સૂત્ર-૮૧)
મદ એટલે અભિમાન, અહંકાર. જે સ્થાન અથવા કારણથી જીવ અભિમાન કરે છે તેને “મદસ્થાન' કહે છે. મદ આઠ છે. તેના દષ્ટાંત નીચે મુજબ છે. ૧) જાતિમદઃ માતૃપક્ષની શ્રેષ્ઠતાનો અહંકાર. ઉદા. હરિકેશી મુનિનો પૂર્વભવ. ૨) કુળમદઃ પિતૃવંશની ઉચ્ચતાનો અહંકાર. ઉદા. મરિચીકુમાર. ૩) બળમદ શરીરની શકિતનો અહંકાર. ઉદા. શ્રેણિક રાજા. ૪) રૂપમદ રૂપ- સૌંદર્યનો અહંકાર. ઉદા. સનકુમાર ચક્રવર્તી. ૫) તપમદઃ ઉગ્ર તપશ્વર્યા કરી શકે તેનો અહંકાર. ઉદા. લક્ષ્મણાસાધ્વીજી, કુરગડુનો આગલો ભવ. ૬) ઋતમંદ વિદ્યાનો અહંકાર.દા.ત. સ્થૂલિભદ્રમુનિ. o) લાભમદઃ ધન-સંપત્તિ આદિપ્રાપ્તિનો અહંકાર. ઉદા. સુભૂમ ચક્રવર્તી. ૮) ઐશ્વર્યમદ:પ્રભુતા, પદ, પ્રતિષ્ઠાનો અહંકાર ઉદા. દશાર્ણભદ્રરાજા.
આ સર્વમદ સ્થાનોથી નિવૃત્તિ અને નમ્રતા, મૃદુતામાં પ્રવૃત્તિ માટે રોહિણેય મુનિ સદા પ્રયત્નશીલ રહ્યા. તેમણે ચાર પ્રકારની વિકથાનો ત્યાગ કર્યો. કથાઃ
કથા એટલે વાર્તા. કથા બે પ્રકારની છે. ધર્મકથા અને વિકથા. ધર્મકથામાં તીર્થકરો અને મહાપુરુષોના ચારિત્રો હોય છે, જે આત્મામાં સંવેગ અને નિર્વેદના ભાવ જગાડે છે તેથી તે ઉપાદેય છે. વિકથા કર્મબંધ કરાવનારી હોવાથી આત્મપરિણામોમાં વિકાર જાગૃત કરાવે છે તેથી તે હેય છે.
વિકથા ચાર પ્રકારની છે.
રાજ્ઞા સ્ત્રીનાં વશાનાં, ભવત્તાનાં વિવિઘા થાઃ |
संग्रामरुपसध्दस्तुस्वादाद्या विकथाःस्मृताः।। અર્થ: રાજા-મહારાજાઓના યુદ્ધની કથા તે રાજકથા છે. સ્ત્રીના રૂપ-લાવણ્યમય સૌંદર્યની કથા છે. સ્ત્રીકથા છે. દેશની ઉત્તમ વસ્તુઓની કથા તે દેશકથા છે અને ભોજન સંબંધી કથા તે ભક્ત કથા છે.
સંબોધસત્તરી નામના પ્રકરણની વૃત્તિમાં સાત પ્રકારની વિકથા જણાવેલી છે.
(૧) રાજકથા (૨) સ્ત્રીકથા (૩) દેશકથા (૪) ભત્ત(ભ૪)કથા (૫) મૃદ્ધીકથા (૬) દર્શનભેદિનીકથા (6) ચારિત્રભેદિનીકથા. ૧) રાજકથાઃ રાજા કેરાજાના યુદ્ધનું વર્ણન કરનારી કથાને ‘રાજકથા છે. જેમકે, આ રાજા અત્યંત બળવાન હોવાથી રાજા ભીમની જેમ યુદ્ધ કરનારો છે. તે ચિરકાળ સુધી રાજય કરશે. ૨) સ્ત્રીકથા: સ્ત્રીના સૌંદર્યની પ્રશંસા અથવા નિંદા) કથા તે સ્ત્રીકથા છે. જેમકે, આ સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું છે. તેની ચાલ ગજેન્દ્ર જેવી છે. સ્ત્રી સંબંધી દેશ, જાતિ, કુળ, રૂપ, નામ, પહેરવેશ અને પરિજનની કથાનો સમાવેશસ્ત્રીકથામાં થાય છે. ૩) દેશકથાઃ કોઇ નગર, શહેર કે ગામની કથા તે ‘દેશકથા' છે. માલવ દેશ રમણીય છે. તે ધાન્ય અને સુવર્ણ માટે પ્રખ્યાત છે, જયારે ગુર્જરદેશ દુર્ગમ છે. લાટદેશ ભીલ લોકોથી ભરપૂર છે. કુંતલ દેશ સુખમાં સ્વર્ગ સમાન
એ ભત્તકથા ભોજનના સ્વાદ વિશેની કથા તે ભકત્તકથા' છે. જેમકે, કોઇ સમાંરભમાં ઘણી ઉત્તમ સ્વાદિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org