________________
૩૨૫
તપથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. છ ખંડને જીતનારા સનકુમાર ચક્રવર્તીએ તપના પ્રભાવથી ખેલોષધિ આદિ અનેક લબ્ધિઓ મેળવી હતી.
વિવેકરહિત કરેલા તપથી દેહદમનની ક્રિયા થાય છે, વિશેષ કોઇ લાભ થતો નથી. તામલી તાપસે અજ્ઞાનપણે એટલો તપ કર્યો કે તેટલો તપ જૈનધર્મની વિધિ પ્રમાણે કર્યો હોત તો તે સિદ્ધ બન્યા હોત. અજ્ઞાનતાથી કરેલો તપ નિષ્ફળ ગયો. ભાવધર્મ
ભાવધર્મનો મહિમા દર્શાવતાં કહ્યું છે:
दानं तपस्थाशीलं, नृणां भावेन वर्जितम्।
अर्थहानिः क्षुधापीडा, कायकलेशश्च केवलम्।। અર્થ : ભાવ વિનાનું દાન માત્ર દ્રવ્યનો વ્યય છે. ભાવ વિનાનું તપ માત્ર લાંઘણ (કાયાને કષ્ટરૂપ) ભાવ વિનાનું શીલવ્રત એ માત્ર કાયકલેશ છે. આમ, ભાવ વિનાના આ ધર્મોથી શું ફળ મળે ?
ભરતચક્રવર્તી, મરુદેવી માતા,પ્રસન્નચંદ્રરાજર્ષિ, વલ્કલગીરી અને ગૌતમ સ્વામીથી પ્રતિબોધિત ૫૦૦ તાપસો માત્ર ભાવનાની પ્રબળતાના કારણે તે જ ભવમાં મોક્ષમાં ગયા.
જેમ ઉદય પામતો નાનો સૂર્ય પણ અંધકારના સમૂહને નાશ કરે છે, તેમ થોડું પણ અનુષ્ઠાન ભાવની વિશુદ્ધિપૂર્વક થાય તો કર્મરૂપી કચરો સાફ થાય છે. “કલ્યાણમંદિર સ્તોત્ર'માં શ્રી કુમુચંદ્રમુનિ કહે છે:
સ્માયિાદ પ્રતિપત્િનમાવશૂન્ય ભાવ શૂન્ય ક્રિયાઓ ફળતી નથી.
ભાવ બે પ્રકારના છે. (૧) પ્રશસ્તભાવ (૨) અપ્રશસ્ત ભાવ. જિનાજ્ઞાના પાલન માટે નિ:સ્પૃહભાવે, કર્મ નિર્જરાના લક્ષ્યથી, સ્વસ્વરૂપને પામવાના હેતુથી જ ધર્મ કરાય તો તે પ્રશસ્તભાવ' છે. આ લોક અને પરલોકની ભૌતિકતાના પ્રાપ્તિ માટે, નિયાણાપૂર્વક કરેલો (તપ) ધર્મતે‘અપ્રશસ્તભાવ' છે.
ભાવ એ ધર્મનો એકડો છે. ભાવથી જ દાન, શીલ અને તપ ધર્મમાં તેજસ્વીતા આવે છે. ભાવધર્મથી સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. '
- સમિતિ અને ગુપ્તિ સહિત જૈનદર્શનની સર્વ ધાર્મિક ક્રિયાઓમાં અહિંસાની ભાવના વિદિત થાય છે. જૈનદર્શન અહિંસાને પ્રાધાન્ય આપે છે.
જૈન શાસ્ત્ર (પુષ્પમાલાશ્લોક-૫)માં અહિંસાની મહત્તા બતાવતાં કહ્યું છે: किंसुरगिरिणो गरुयं? जल निहिणो किंव होज्ज गंभीरं ?
कि.गयणाउ विसालं ? काव्व अहिंसासमोधम्मो? . અર્થ: આ જગતમાં મેરૂ પર્વતથી વધુ ઊંચું શું છે? સાગરથી ગંભીર શું છે? આકાશથી વધુ વિશાળ શું છે? અહિંસા સમાન બીજો કયો ધર્મ(મહાન) છે? અર્થાતઅહિંસાની તોલે એકપણ ધર્મના આવે.
અહિંસાનું માહાસ્ય દર્શાવતાં પૂર્વાચાર્યો કહે છે. ___ कल्याणकोडिजणणी दुरंतदुरियारिवग्गणिठ्ठवणी।
* સંસાર નહિતરશ્વિયદોડ્રનીવદયાII : અર્થ: છોડો કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારનાં દારૂણ દુઃખોનો નાશ કરનાર, અને
સંસાર સાગરમાંથી તારનાર એકમાત્ર જીવદયા જ છે. અહિંસાની હિમાયત કરતાં પૂર્વાચાર્યે કહે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org