________________
૩૨૪
કરવાથી શુભગતિ મળે છે. અબ્રહ્મ સંયમ સાધનામાં અડચણરૂપ છે. તપ ધર્મ
ઈચ્છાઓને ઓછી કરી સમત્વભાવને પુષ્ટ કરવો તે તપ છે. કબીરજી તેને “ઉન્મનીભવન’ (નિજગુણમાં વસવું) કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં સૂબના પમાં સ્થાને કહ્યું છે, “રસ-રુધિર, માંસ, મેટોડસ્થિમજ્ઞાશુIષ્યનેન તથન્તિ, વાશુમાન રૂલ્યસ્તપનીમ્ નિવૃત્ત ” અર્થાત્ લોહી, માંસ, ચરબી, હાડકાં, મજ્જા, વીર્ય આદિ જેના દ્વારા તપે અથવા જે અશુભ કર્મોને તપાવી નષ્ટ કરે તે તપ છે.
સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં તપની પરિભાષા કરતાં કહ્યું છેઃ મૈક્ષયાર્થતણુતે તિતપ:/કર્મ ક્ષય કરવા માટે શરીર, ઈન્દ્રિય, મન આદિને તપાવવાવેતપ છે. બાર પ્રકારનાં તપઃ
જેમ સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવામાં આવે તો તે ધાતુમાટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરે છે, તેમ કર્મરૂપી મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપી અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજ રૂપને ધારણ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના બાર ભેદ છે. બાહ તપનાં ભેદ છે. (૧) અનશન ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવો. (૨) ઉણોદરી દ્રવ્યથી ભૂખથી ઓછું ખાવું. ભાવથી વસ્તુઓનો સંક્ષેપ કરવો. (૩) ભિક્ષાચાર્ય સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી તે વૃત્તિસંક્ષેપ છે. (૪) રસપરિત્યાગઃ ઘી, તેલ આદિ વિગયયુક્ત આહારનો અને રસાસ્વાદનો ત્યાગ કરવો. , (૫) કાયક્લેશ દેહદમન કરવું, વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનો સ્વીકારવા. (૬)પ્રતિસંલીનતા પાંચે ઈન્દ્રિયોને પોતપોતાના વિષયોમાં જતી રોકવી. આવ્યંતરતપનાં ભેદ. (૧) પ્રાયશ્ચિતઃ વ્રત પાલનમાં લાગેલા દોષની વિશુદ્ધિ કરવી. (૨) વિનય વિશેષ પ્રકારેનમ્રતાપૂર્વકનો વ્યવહાર કરવો. (૩) વૈચાવૃત્ય: શ્રમણોની આહારપાણી આદિ દ્વારા સેવા કરવી. (૪) સ્વાધ્યાય : આગમજ્ઞાન પ્રાપ્ત કરવા શાસ્ત્રોનું અપ્રમત્તપણે પઠન-પાઠન કરવું. (૫) ધ્યાન એકાગ્રતાપૂર્વક ચિંતન, ચિત્તવૃત્તિનો વિરોધ કરવો. (૬) વ્યુત્સર્ગ ત્યાગવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો.
તપ દ્વારા કર્મનો આત્યંતિક ક્ષય થાય છે અને છેવટે મોક્ષ કે પરમપદનું અનિર્વચનીય સુખ માણી શકાય છે.
તપ એ કર્મક્ષયનું અમોધ સાધન છે. તીર્થકરો તે જ ભવે મુકિતગામી હોવા છતાં તેમણે તપ કર્યો હતો. ભગવાન શ્રી કષભદેવે એક વર્ષ સુધી અને ભગવાન શ્રી મહાવીર સ્વામીએ છ માસ સુધી ઉપવાસ કર્યા હતા.
તપથી મનોરથો સિદ્ધ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને માગધ, વરદાન, સિંધુ, ગંગા અને પ્રભાસ વગેરે ખંડના અધિષ્ઠાતા દેવોને પ્રસન્ન કરી છખંડ પર વિજય મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org