________________
૩૨૩
સુપાત્ર’ કહેવાય છે. શાલિભદ્રના આત્માએ પૂર્વે સંગમ ગોવાળના ભવમાં તપસ્વી, પંચાચારના પાલક સુપાત્રા અણગારને ભાવપૂર્વક,ખીર વહોરાવી અપાર પુચરાશિ મેળવી.
શ્રી ભગવતી સૂત્રમાં રેવતી શ્રાવિકાએ સિંહા અણગારને નિર્દોષ આહાર વહોરાવી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કવિ ષભદાસે સમકિતસાર રાસ ચોપાઈ-o, કડી-૨૩૯-૨૪૦માં સુપાત્રદાનની મહત્તા જણાવી છે. (૩) અનુકંપાદાન : દીન, દુઃખી, ગરીબ, કંગાળ, રોગી અને બીમારને દયા ભાવથી પ્રેરાઇ સહાનુભૂતિ થી. તેમને અન્ન, વસ્ત્ર, મકાન, ઔષધ આપવા તે ‘અનુકંપાદાન' છે. દુષમ-દુકાળના સમયમાં જગડુશા એ દયા અને અનુકંપાથી પ્રેરાઇ અઢળક ધાન્ય અનેક રાજાઓને આપ્યું હતું. (૪) ઉચિતદાન: યોગ્ય અવસરે ઇષ્ટ અતિથિને, દેવ-ગુરુના આગમનની વધામણી આપનારને લેખક, કવિ આદિ સાહિત્યકારોને, શિક્ષક-પંડિત, શાસ્ત્રીઓને, વિદ્યાર્થી, કલાકારોને પ્રસન્ન ચિત્તે દાન આપવું તે “ઉચિતા દાન' છે. જૂનાગઢના નરેશ રાખેંગારને શિકારનો શોખ હતો. એક દિવસ મરેલા સસલાઓને ઘોડાના પૂછળે. બાંધી પાછો ફરતો હતો ત્યારે રસ્તો ભૂલી ગયો. માર્ગમાં ચારણ દુંદાળ મળ્યા. રાજાએ તેને સાચો માર્ગ પૂછયો. ચારણે સાચો રસ્તો બતાવતાં કહ્યું
જીવ વધંતા નરગગઇ, અવધૂતા ગઇ સગ્ગ
* હું જાણુંદો વાટડી, જિણ ભાવે તિણ લગ્ન.” અર્થ: જીવહત્યા કરનારો નરકમાં જાય છે. દયા પાળનારો સ્વર્ગમાં જાય છે. મને ફકત આ બે માર્ગની ખબર છે. હે રાજન! તને જે ગમે તે રસ્તે તું જા.”
રા ખેંગારે ખુશ થઇ જીવદયા પાલનની પ્રતિજ્ઞા લીધી. તેમણે ચારણને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું. આમ, રાખેંગારે ધર્મબતાવનારને ઉચિત દાન આપી બહુમાન કર્યું. (૫) કીર્તિદાન: યશ, પ્રતિષ્ઠાના વિસ્તાર માટે દાન આપવું તે ‘કીર્તિદાન’ છે. વર્તમાન કાળે પ્રાયઃ આજ દાનની બોલબાલા છે. શીલ ધર્મ
1 . બ્રહ્મચર્યનું રક્ષણ કરવું તે શીલધર્મ છે.તંવંમ ભગવં બ્રહ્મચારી સ્વયં ભગવાન છે. મહાભારતના શાંતિપર્વમાં ૨૪૩મા અધ્યાયમાં કહ્યું છે - તૃહવિર્યેા હૈ તો ન નનન્તિ પરમર્ષયઃા મહર્ષિઓ બ્રહાચર્યના પ્રતાપથી લોકમાં વિજય મેળવ્યો. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યની ઠેર ઠેર પ્રશંસા કરી છે.
“આ સઘળા સંસારની રમણીનાયકરૂપ;
એત્યાગી, ત્યાગું બધું, બાકી શોકસ્વરૂપ.”
રાવણે સીતાનું અપહરણ કરી પોતાની બનાવવા માટે અનેક પ્રલોભનો આપ્યા પરંતુ મહાસતી સીતાએ પોતાના શિયળની અભૂતપૂર્વ રક્ષા કરી. શીલવાન સતીએ અપવાદના ભયથી અગ્નિ પ્રવેશ કર્યો પરંતુ શીલના પ્રભાવે અગ્નિ પણ શીતળ થઇ ગયો. મહાસતી કળાવતી, શીલવતી, સુભદ્રા, વિજયાશેઠાણી જૈન જગતમાં પ્રસિદ્ધ છે, તેવી જ રીતે સુદર્શન શેઠ, જંબુસ્વામી, વિજયશેઠનાં દષ્ટાંતો ઈતિહાસમાં વિખ્યાત છે. શીલધર્મ માટે પ્રેરણાદાયી છે.
શીલવ્રતનું પાલન સ્ત્રી અને પુરુષ બંનેએ કરવાનું હોય છે. પુરુષે પરસ્ત્રીગમન અને સ્ત્રીએ પરપુરુષગમનો ત્યાગ કરવાનો છે. સર્વથા બ્રહ્મચર્યનું પાલન સર્વોત્તમ છે. નિર્મળપણે શીલવતનું પાલના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org