________________
૧૧
સુભાષિતો, ૪૧ ગીતો, ૫ હરિયાળી વગેરે અનેક નાનાં કાવ્યો મધ્યકાલીન સાહિત્યને ભેટમાં આપ્યાં
શ્રુતજ્ઞાનની ઉપાસના કરનારા ગૃહસ્થ કવિ બદષભદાસ અહંદ્ભક્ત અને ક્રિયાશીલા શ્રાવક હતા. તેમને સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું પણ જ્ઞાન હતું, એવું તેમની કૃતિઓનું અવલોકન કરતાં જણાય છે.
તેઓ ગર્ભ શ્રીમંત હતા. તેઓ સુખી, પરોપકારી અને સંતોષી હતા. તેમની સુશીલ પત્ની અને બાળકો હતાં.
તેમણે રાસ કવનનું કાર્ય ખંભાતમાં કર્યું હોવાથી તેમની પ્રત્યેક કૃતિમાં ખંભાતનું ઓછા વત્તા અંશે ચિત્ર વર્ણવેલું જોવા મળે છે.
કવિ જૈનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન વણિક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબરને પ્રતિબોધનાર હીરવિજયસૂરિ હતા. હીર વિજયસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૬૫૨, ઈ.સ. ૧૫૯૬માં થયો ત્યારે કવિની ઉંમર ૨૧ વર્ષની હોવી જોઈએ. ત્યાર પછી અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેના સૂરિ થયા. જેમને આ રાસના અંતે કવિએ સ્તવ્યા છે. તેમનો પ્રથમ ઉલ્લેખ ઈ.સ. ૧૬૧૦ વ્રત વિચાર રાસ'માં મળે છે. * સં. ૧૬૦૦ માં રચાયેલી સૌથી મોટી રાસકૃતિ “કુમારપાળ રાસ (ઈ.સ. ૧૬૧૪)માં તેમણે જહાંગીર બાદશાહ પાસેથી ‘મહાતપા'નું બિરુદ મેળવનાર વિજયદેવસૂરિની સાથે હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિને માનપૂર્વક સ્તવ્યા છે. ઈ.સ. ૧૬૨૦ થી ત્યાર પછીની બધી જ રાસકૃતિઓમાં વિજયસેનસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિનો ઉલ્લેખ કર્યો છે. શ્રી જીવંતસ્વામીનો રાસ' (ઈ.સ. ૧૬૧૫) જેમાં કવિએ પોતાને વિજયદેવસૂરિના શ્રાવક તરીકે ગણ્યા છે. તેમણે કવિ પાસેથી પ્રતો લખાવી ગ્રંથો 'સાચવી રાખ્યા હતા.
સંક્ષેપમાં તપગચ્છના હીરવિજયસૂરિ તેમજ તેમના શિષ્ય પરિવાર કવિ બદષભદાસના ધર્મગુરુઓ હતા.
ઉજ્જવલ કીર્તિ ધરાવતા કવિ ઋષભદાસે પોતાની સર્વ રાસકૃતિઓમાં માતા સરસ્વતીની અચૂક ભક્તિ કરી છે.
જૈન કથા સાહિત્યમાંથી મહાપુરુષોનાં ચરિત્રો લઈ પોતાના કાવ્યમાં કંડારી કવિએ વાર્તારસિકોના શોખને તેમજ શ્રોતાઓની રુચિને પોષતું સુંદર સાહિત્ય અર્પણ કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ ગૌરવવંતુ સ્થાન ધરાવે છે.
કવિના વિપુલ સર્જનની એક મહત્ત્વની રાસકૃતિને ચૂંટી કાઢી તેના આધારે સંપાદિતા વાચના કરવાનો ઉપક્રમ પ્રયોજેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org