________________
ભારતવર્ષમાં પ્રાગૈતિહાસિક કાળથી જ જૈન અને વૈદિક ધર્મની ધારાઓ પ્રવાહિત થઈ રહી હતી. જૈન સંસ્કૃતિના પ્રવર્તક તીર્થકર અને પ્રચારક શ્રમણો હતા. આથી જૈન સંસ્કૃતિને “શ્રમણ’ સંસ્કૃતિ કહેવાય છે. આ સંસ્કૃતિનો મુખ્ય ઉદ્દેશ આત્માને ત્યાગ, તપ અને ધ્યાન દ્વારા કર્મ બંધનમાંથી મુક્ત કરાવવાનો હોવાથી તેમાં ત્યાગ માર્ગની પ્રધાનતા હતી. આ સંસ્કૃતિના આધ પ્રવર્તક “જિન” તરીકે ઓળખાયા અને જિનને અનુસરનારા જૈન' કહેવાયા.
રાસકર્તાકવિAષભદાસનો સંક્ષિપ્ત પરિચય:
જૈન ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ ઋષભદાસ જિનોપાસક હતા. તેઓ ખંભાતના વીસા પોરવાડ જ્ઞાતિના જૈન વણિક હતા. તેમના પિતામહનું નામ મહીરાજ હતું. તેમની માતાનું નામ સરૂપાદે હતું. તેમના પિતાએ સંઘ કઢાવી સંઘવી બિરુદ પ્રાપ્ત કર્યું હતું તેથી પિતાનું નામ સંઘવી સાંગણ હતું. તેઓ વિસનગરના વતની હતા (વિસલદેસ ચાવડાએ ઈ.સ.૧૦૬૪ માં મહેસાણા જીલ્લામાં વિસલનગર વસાવ્યું હતું, જે વિસનગર નામે ઓળખાતું હતું.)
સંઘવી સાંગણ વિસનગરના રહેવાસી હતા પરંતુ વ્યાપાર માટે બંબાવટી-ખંભાતમાં આવ્યા હતા.
કવિ ષભદાસની જીવન અને મૃત્યુ વિષેની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ તેમની ઉપલબ્ધ રાસકૃતિ ઋષભદેવ રાસ વિ.સ.૧૬૬૨-ઈ.સ.૧૬૦૬માં રચાયેલી છે. પરંતુરચના સાલ વિનાની કવિની લગભગ નવ જેટલી અન્ય રાસકૃતિઓ પણ ઉપલબ્ધ છે. તેમજ બે જેટલી અપ્રાપ્ત. કૃતિઓમાંથી પણ એક-બે રાસકૃતિઓ નષભદેવ રાસ પૂર્વે રચાઈ હોવાની સંભાવના છે. આ પરથી અનુમાન લગાવી કહી શકાય કે કવિએ ઈ.સ. ૧૬૦૧ થી રાસકવનનું કાર્ય પ્રારંભ કર્યું હોવું જોઈએ. કવિનો બાલ્યકાળ, વિદ્યાર્થી અવસ્થા, સાહિત્ય વાંચન અને રાસ કવનની યોગ્યતા આદિ માટે જીવનના ૨૫ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય સર્જનની પ્રવૃત્તિનો કાળ ઈ.સ. ૧૬૦૧ ગણી, શકાય. ત્યારે તેમની વય છવ્વીસ વર્ષની હોવી જોઈએ. આ પરથી કહી શકાય કે તેમનો જન્મ ઈ.સ. ૧૫૦૫ ની આસપાસ થયો હશે. તેમની ઉપલબ્ધ રાસકૃતિઓમાંથી અંતિમ રોહિણયરાસ સં. ૧૬૮૮, ઈ.સ. ૧૬૩૨ માં રચાયેલી છે. ત્યાર પછી પણ કવિએ એક-બે રાસકૃતિઓની રચના કરી હોવાની સંભાવના છે. તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ ઈ.સ. ૧૬૩૪ સુધી ગણીએ તો તેમનું મૃત્યુ વહેલામાં વહેલું ઈ.સ. ૧૬૩૫ની આસપાસ થયું હોય તેવી સંભાવના છે.
ઉપરોક્ત માહિતી અનુસાર તારવણી કરી શકાય કે, શ્રાવક કવિ બદષભદાસનો જીવનકાળ ઈ.સ. ૧૫૦૫ થી ઈ.સ. ૧૬૩૫ હશે. તેમના ૬૦ વર્ષના આયુષ્યમાં ૩૪ વર્ષના ગાળામાં વિપુલ સાહિત્યનું નિર્માણ કરી જૈન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેમણે ૩૬ ઉપરાંત રાસો રચ્યાં છે. આ ઉપરાંત નાની સાહિત્ય કૃતિઓ, ૩૩ સ્તવનો, ૩૧ નમસ્કાર, ૪૨ થોયો (સ્તુતિઓ, ૪૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org