________________
૩૧૩
પરિશિષ્ટ વિભાગ - ૫ અવંદનીય સાધુ
જૈન શાસ્ત્ર ગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિ કૃત 'ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે:
पासत्वो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो।
युग युगति दुणेग विहा अवंदणिज्जा जिणमयंमि।। અર્થ: (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસક્ત (૫) યથા છંદ. આ પાંચના પેટા પ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આપાંચને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.
(૧) પાર્થસ્થ :
જેઓ જ્ઞાન દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયીમાં ન હોય પણ તેનાથી દૂર રહે તે પાર્થસ્થ' કહેવાય છે. તેના બે પ્રકાર છે. સર્વપાર્શ્વસ્થ અને દેશપાર્થસ્થ. ૧) સર્વપાર્થસ્થ માત્ર વેશધારી સાધુ હોય, ગૃહસ્થની જેમ વ્યવહાર કરનાર સર્વપાર્થસ્થ છે. ૨) દેશપાર્શ્વસ્થ જે સાધુ શ્રીમંતોના ઘરેથી આહાર મેળવે અથવા મંગાવે, ગૃહસ્થોના જમણવારમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોની ખુશામત કરે, સાધુપણાનો ગર્વકરે તે દેશપાર્થસ્થ છે. (૨) અવસગ્ન:
સાધુ સામાચારીના પાલનમાં શિથીલ કે અનુત્સાહી સાધુને (ઓસનો) અવસગ્ન' કહેવાય છે. તેના બે પ્રકાર છે. ૧) દેશ અવસગ્ન પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિર્ગમન, આસન, શયન વગેરે દશપ્રકારની સમાચારી વેઠ ઉતારતા હોય તેમ પરાણે કરે તે દેશ અવસગ્ન' છે. ૨) સર્વ અવસગ્ન : જે સાધુ સંથારાનું પડિલેહણ ન કરે, પ્રમાદપૂર્વક વારંવાર શયન કરે, સ્થાપના ભોજી .(આહાર રાખી મૂકી પછીથી ખાય) તથા પ્રાભૃતિકા ભોજી (ગૃસ્થ પાસેથી મનગમતો આહાર વહોરી લાવે) હોય તે ‘સર્વ અવસગ્ન' છે. (૩) કુશીલ:
ખરાબ આચરણ વાળા સાધુને ‘કુશીલ' કહેવાય. તેના ત્રણ પ્રકાર છે. ૧) જ્ઞાન કુશીલ કાલ, વિનય, બહુમાન વગેરે આઠજ્ઞાનાચારની વિરાધના કરે. - ૨) દર્શન કુશીલ : જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા વગેરે કુવાસનાવાળા સાથે સોબત રાખે અને આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે દર્શન કુશીલ' છે. ૩) ચારિત્ર કુશીલ : મંત્ર, તંત્રના ચમત્કાર બતાવે, કામણ-વશીકરણ કરે, અંગ લક્ષણો કહે, શરીરને સ્નાનાદિથી વિભૂષિત કરે, ચારિત્રની વિરાધના કરે તે ચારિત્ર કુશીલ' છે. (૪) સંસત્ત:
" કેટલાક સાધુઓમાં સારા ગુણની સાથે મોટા મોટા દોષો પણ હોય છે. તેવા સાધુને “સંસક્ત' કહેવાય. તેના બે પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org