________________
૩૧૨
રચ્યાપચ્યા રહેવું એ ભાવ સંસાર છે.
જેમ મેલથી વસ્ત્રનો શ્વેત સ્વભાવ નષ્ટ થાય છે, તેમ કર્મરૂપી રજથી (મેલથી) આત્માનું શુદ્ધ સ્વરૂપ મેલું બને છે. અનંત શક્તિશાળી આત્મા શુભાશુભ ભાવો ઉત્પન્ન કરી પોતાની જ આત્મશક્તિને કુંઠિત બનાવે છે. અઢારપાપ સ્થાનક અને આઠકર્મ આત્માના પરમ શત્રુ છે.
પરવસ્તુમાં મારાપણાના ભાવથી આત્મા કર્મથી ભારે બને છે. શરીરના વળગણથી ક્રિયાઓ. જરૂર રહેશે પરંતુ આ ક્રિયાઓમાં રાગ દ્વેષ કરી આત્માને અશુભ સંગ ન ચઢવા દેવા એ જ શ્રેય છે.
ડાહ્યો માણસ માર્ગમાં લૂંટારાઓના ભયથી બચવા ચોકિયાત-વળાઉ રાખે છે, જે ચોરની જમાતને ઓળખી, તેમની સામે પ્રત્યાઘાતરૂપે હાકોટા કરે જેથી ચોર ભાગી જાય તેમ, મોક્ષમાર્ગમાં ચાલતાં પાપકર્મોરૂપી. લૂંટારાનો પ્રતિકાર કરવા વિરતિરૂપી ચોકિયાતની જરૂર છે.
શ્રાવક પ્રતિદિન સામાયિક, ચૌવિસંથો, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન આ છે પ્રકારના આવશ્યક કરવામાં ઉધમવંત રહે કારણકે અપવર્ગ (નિર્વાણ-મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યફચારિત્રના રાજમાર્ગથી થાય છે. જ્ઞાનનો વિનિયોગ આચરણમાં થાય ત્યારે જ ચારિત્રનું સમ્યકત્વ સધાય છે.
શ્રાવકને જિનેશ્વર દેવોએ પ્રતિપાદિત તમામ અનુષ્ઠાનો પ્રત્યે અતિશય અનુરાગ હોય છે. અનુષ્ઠાનો અંગેના સઘળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેને મધુર લાગતા હોય છે. તેમાં તે હરખપદુડો બની જાય છે.
શ્રી પદ્મનંદીસ્વામીએ શ્રાવકનાં પ્રતિદિનનાં છ કર્તવ્યો બતાવ્યાં છે:
देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः ।
દ્વાન વેતિગૃહસ્થાનાંsળરિદિને IISTI(પદ્મનંદિ-ઉપાસકસંસ્કાર) અર્થઃ જિનેશ્વર દેવની ભક્તિ, નિગ્રંથ ગુરુની ઉપાસના, જિનાગમોનો સ્વાધ્યાય, સંયમ, તપ અને દાના આ છ કાર્યો ગૃહસ્થ શ્રાવકે પ્રતિદિન કરવા યોગ્ય છે.
સમ્યગદષ્ટિ શ્રાવકનું લક્ષ્ય તો સર્વવિરતિ ધર્મ સ્વીકારવાનું જ હોય પરંતુ એટલું સામર્થ્ય પ્રગટ થતું નથી, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી મુનિધર્મના માર્ગે ઉદ્યમ કરી શકતો નથી ત્યારે ભવ્યાત્મા શ્રાવકધર્મ અંગીકાર કરે છે.
શ્રીમદ્જી શ્રાવકની તીવ્ર ઈચ્છા દર્શાવતાં કહે છે?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે! ક્યારે થઈશું બાહ્યાન્તર નિગ્રંથ જો; સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહાપુરુષને પંથ જો.”
સમ્યગદર્શન ધર્મનું મૂળ છે તો સમ્યફચારિત્ર ધર્મ છે. વારિત્તનુઘો - સમ્યફચારિત્રમાં નિશ્ચય અને વ્યવહારબંને આવે છે. શ્રાવકના અણુવ્રત અને મુનિના મહાવ્રત વ્યવહારચારિત્ર છે.
વ્યવહારથી શ્રાવકના ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઈત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રાવક અથવા શ્રમણોપાસક કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org