________________
૩૧૪
૧) સંકિલષ્ટસંસક્તઃ જે સાધુઓ જીવ હિંસાદિ આશ્રવનાં દ્વારા સેવે, પારકાના ગુણ સહન ન કરે, રસગારવ, બહદ્ધિ ગારવ અને શાતા ગારવનું સેવન કરે તે ‘સંકિલષ્ટ સંસક્ત' છે. ૨) અસંકિલષ્ટ સંસક્તઃ જે સાધુપ્રસંગાનુસાર બદલાયા કરે, સંવિજ્ઞ સાધુ સાથે હોય ત્યારે સંવિજ્ઞ ગુણવાળો થવા ઈચ્છે અને પાશ્વસ્થાદિ સાથે હોય ત્યારે તેવો અનાચાર કરવા લાગે તે અસંકિલષ્ટ સંસક્ત' કહેવાય. (૫) અથાણંદઃ
જે સાધુ ધર્માચાર્યોની અવલેહના કરે, સાંસારિક કાર્યોમાં રાસ લે, ઉસૂત્રની પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે તે યથાછંદ' કહેવાય.
આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છેઃ “આવા સાધુને વંદન કરવાથી કર્મ નિર્જરા ન થાય પરંતુ કાયક્લેશ અને કર્મ બંધ થાય છે.”
સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન “શ્રી દશવૈકાલિક સૂત્ર'માં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે. તેમાં સૌથી કઠીન વ્રત બ્રહ્મચર્ય છે. તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની. નવ વાડ બતાવવામાં આવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org