________________
૩૦૬
૮) અણારંભ પ્રતિમાઃ આઠ મહિના પર્યત સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત ત્યાગ અને અણારંભ પૂર્વક કાય જીવોનો આરંભ સ્વયં કરે નહિ. આઠ, આઠઉપવાસનાં પારણાં કરે. ૯) પેસારંભપ્રતિજ્ઞા : નવ મહિના સુધી ઉપરોક્ત સર્વ નિયમોની સાથે પેસારંભ પરિત્યાગપૂર્વક છ કાયનો આરંભ અન્ય પાસે પણ કરાવે નહિ અને નવ નવ ઉપવાસનાં પારણાં કરે. ૧૦) ભક્ત પ્રતિમા દસ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ, બ્રહ્મચર્ય, સચિત ત્યાગ, અણારંભ, પેસારંભ ત્યાગપૂર્વક પોતાની માટે બીજા કોઈએ છ કાયનો આરંભ કરી વસ્તુ બનાવેલી હોય તેને ગ્રહણ ન કરે અને દસ-દસ ઉપવાસનાં પારણાં કરે. ૧૧) સમણભૂય પ્રતિમા ઃ સમ્યક્ત્વ આદિ ૧૦ બોલપૂર્વક ૧૧ મહિના સુધી જૈન સાધુનો વેશ ધારણ કરી ત્રણ કરણ અને ત્રણ યોગથી સાવધ કર્મનો ત્યાગ કરે. મસ્તક, દાઢી, મૂછનો લોચ કરે. શિખા (ચોટલી) રાખે, શક્તિ ન હોય તો હજામત કરાવે. રજોહરણની દાંડી પર કપડું ન બાંધે. ખુલ્લી દાંડીનો રજોહરણ રાખે. ધાતુનાં પાત્ર રાખે, સ્વ જાતિમાં ભિક્ષાવૃત્તિથી.૪૨ દોષ રહિત આહાર-પાણી, જરૂરી વસ્તુઓ ગ્રહણ કરે. કોઈ ગૃહસ્થ, સાધુ' અથવા “મહારાજ' કહી સંબોધે ત્યારે સ્પષ્ટ કહી દે કે, સાધુ નથી પણ પડિમાધારી શ્રાવક છું.” ભિક્ષાવૃત્તિથી ગ્રહણ કરેલા આહારાદિ ઉપાશ્રયમાં લાવી મૂચ્છ રહિત ભોગવે. ૧૧-૧૧ ઉપવાસનાં પારણાં કરે.
અગિયાર પડિમાનું પાલન કરતાં સાડા પાંચ વર્ષ લાગે છે. શારીરિક શક્તિ ક્ષીણ થાય અને આયુષ્યનો અંત નજીક જણાય તો સંથારો કરે.આયુષ્ય અધિક લાગે તો દીક્ષા ગ્રહણ કરે. શ્રાવકના ૨૧ગુણોઃ (શ્રી પ્રવચનસારોદ્વારકભા-૨, ગા. ૧૩૫૬, ૧૩૫૦,૧૩૫૮)
શ્રાવકના ૨૧ ગુણો દર્શાવેલ છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ નામનાં ભજનમાં સાચા વૈષ્ણવનાં લક્ષણો અત્યંત સરળ અને હદયંગમ ભાષામાં વર્ણવ્યા છે, તેમ જૈન, ગ્રંથકારોએ શ્રાદ્ધવિધિપ્રકરણમાં સાચા જૈન શ્રાવકનાં ગુણો કહ્યાં છે. ૧) અક્ષુદ્રઃ ઉતાવળિયો, છીછરો નહીં પરંતુ ધીર, ગંભીર, હદયની વિશાળતાવાળો હોય. ૨) સૌમ્ય પ્રકૃતિઃ સ્વભાવથી જ પાપકર્મન કરે. ચારિત્રની મહેકથી તેનાં જીવન(દેહ)માં ઓજ અને તેજ હોય. ૩) રૂપવાન ખોડખાપણ વિનાનું સુંદર શરીર હોય. ૪) લોકપ્રિય સર્વને પ્રિયકર હોય. વિનય, વિવેક, ન્યાય, નીતિ, સદાચાર, પરોપકારિતા વગેરે ગુણોથી. શોભતો હોય. ૫) અરઃ સરળ સ્વભાવી અને ગુણગ્રાહીં હોય. અબોલ જીવો પ્રત્યે કરૂણાશીલ હોય. ૬) ભીરુઃ આલોક-પરલોકના દુઃખો અને અપયશથી ડરનારો હોય. નફ્ફટ અને પાપ કરવામાં નિર્ભય ના હોય. o) અશઠ કોઈને છેતરનારો-કપટી ન હોય પરંતુ ઈમાનદાર હોય. તેના સ્વભાવમાં જ કૂડકપટન હોય. ૮) દક્ષ વત્સલ સ્વભાવ, વિચક્ષણ, સમયોચિત કાર્ય કરવાવાળો, પરાર્થરસિક હોય. ૯) લજ્જાળુ ગુપ્ત કે પ્રગટ કુકર્મોનું આચરણ કરતા લજ્જા અનુભવનારો હોય. દા.ત. જાહેરમાં ધૂમ્રપાન નિષેધ હોય પરંતુ જો તેનું વ્યસન હોય તો પણ લજ્જાને કારણે શ્રાવકધૂમ્રાનની ઈચ્છા રોકી રાખે. ૧૦) દયાળુ દુઃખી કે દરિદ્રી સર્વ જીવો પ્રત્યે દયાવાન હોય. ૧૧) માધ્યસ્થ તટસ્થ હોય. પક્ષપાત વિનાનો હોય, હેય-શેય-ઉપાદેયનાં વિવેકવાળો, સારા-માઠા પ્રસંગોમાં માધ્યસ્થ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org