________________
૩૦૫
ધર્મચિંતન કરવું તે પૌષધપવાસ વ્રત છે.
કાર્તિક શેઠ ઈન્દ્રપણું પામ્યા. વીર ભગવાનના દશ શ્રાવકો વીસ વીસ વર્ષ શ્રાવકપણું પાળી સ્વર્ગે ગયા. પ્રેતકુમાર આ વ્રતની વિરાધના કરી વિરાધક બન્યો જ્યારે દેવકુમાર પૌષધવ્રતની આરાધના કરી, અરાધભાવ પામ્યો. આ વ્રતની વિરાધનાથી નંદમણિયાર દેડકો બન્યો. (૧૨) અતિથિ સંવિભાગ વતઃ
સુપાત્ર સાધુ-સાધ્વીજીને ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવવા.
આ વ્રતનું પાલન કરી ગુણકર શેઠ મોક્ષે ગયા. શ્રાવકની અગિયાર પ્રતિમા ધારણ કરનારા અને દેવના ઉપસર્ગોથી વિચલિત ન થનારા કામદેવ આદિ શ્રાવકો આ વ્રતના કારણે પ્રભુના મુખે પ્રશંસનીય બન્યા. આતના અતિક્રમણથી નાગશ્રી બ્રાહ્મણી છઠ્ઠી નરકમાં પટકાઈ.
શ્રાવકનાં વ્રત સુવર્ણ સમાન છે. સુવર્ણ શક્તિ મુજબ ખરીદી શકાય છે તેવી જ રીતે શ્રાવકના વ્રત યથાશક્તિ અંગીકાર કરી શકાય છે. એક, બે યાવત્ વ્રત ઈચ્છા મુજબ ધારણ કરી શકાય છે. જેમ મૂડી અનુસાર સોનું ખરીદી શકાય તેમ ક્ષયોપશમ (શક્તિ) અનુસાર તેટલા પ્રમાણમાં છૂટ (આગાર) રાખી વ્રતો ધારણ કરી શકાય છે, તેથી શ્રાવકના ધર્મને ‘સાગરી ધર્મ' કહ્યો છે. બાર વ્રતમાંથી ૧થી૫ અણુવ્રત છે. ૬થી૮ ગુણવ્રત છે. ૯ થી ૧૨ શિક્ષાવ્રત છે.
- ઉપરોક્ત બાર વ્રતનું યથાવિધિ આચરણ કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતાં શ્રાવક ગૃહકાર્ય અને વ્યાપારથી નિવૃત્ત બની શ્રાવકની ૧૧પડિમા આદરે છે. શ્રાવકની અગિયાર પડિમા:
શ્રી દશાશ્રુતસ્કંધની છઠ્ઠી દશામાં તેમજ શ્રી સમવાયાંગ સૂત્રના ૧૧મા સમવાયાંગમાં શ્રાવકની અગિયાર પડિમાનું વિસ્તૃત વર્ણન છે. ૧) દંસણ પડિમાઃ એક માસ પર્યત શુદ્ધ સમકિત પાળે. શંકા, કાંક્ષા આદિ સમકિતનાં પાંચ અતિચારનું કિંચિત્માત્ર સેવન ન કરે.ગૃહસ્થ કે અન્ય તીર્થીને નમસ્કારાદિન કરે. એકાંતર ઉપવાસ કરે. ૨) વ્રત પડિકા : બે મહિના પર્યત સમકિત સહિત બારે વ્રતો ૦૫ અતિચાર રહિત અત્યંત નિર્મળપણે પાલન કરે. અંશમાત્ર દોષ ન લગાડે. બે ઉપવાસે પારણું કરે. ૩) સામાયિકપડિમા ત્રણ મહિના સુધી સદેવ સમ્યકત્વનું પ્રાતઃ, મધ્યાહન અને સંધ્યા એમ ત્રિકાલ ૩૨ દોષ રહિત શુદ્ધ સામાયિક નિરંતર કરે અને તેલ તેલે પારણાં કરે. ૪) પૌષધપ્રતિમાઃ ચાર મહિના સુધી સખ્યત્વ, વ્રત અને સામાયિકપૂર્વક, ૧૮દોષ રહિત, દરમાસે છપૌષધ કરે (૨આઠમ, ૨ચૌદશ, ૧ અમાસ, ૧પૂર્ણિમા) અને ચોલ ચોલે (ચાર ઉપવાસે) પારણાં કરે. ૫) નિયમ પ્રતિમા પાંચ માસ સુધી સમકિત, વ્રત, સામાયિક અને પૌષધ પૂર્વક પાંચ નિયમોનું પાલન કરે. (૧)પૂર્ણ (બડી) સ્નાન ન કરે (૨) હજામત ન કરાવે (૩) પગમાં પગરખાં ન પહેરે (૪) ધોતીની લાંગખુલ્લી રાખે (છેડોન ખોસે) (૫) દિવસે બ્રહ્મચર્ય પાળે અને પંચોલે પંચોલે (પાંચ ઉપવાસે) પારણું કરે. ૬) બ્રહ્મચર્યપ્રતિમા છ મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમપૂર્વક કરે. નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે અને છ ઉપવાસનાં પારણાં કરે. ૦) સચિત પરિત્યાગપ્રતિમા સાત મહિના સુધી સમકિત, વ્રત, સામાયિક, પૌષધ, નિયમ અને બ્રહ્મચર્યપૂર્વક સર્વપ્રકારની સચિત વસ્તુના ઉપભોગનો પરિત્યાગ કરે તેમજ સાત સાત ઉપવાસનાં પારણાં કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org