________________
૧૨) સૌમ્ય દષ્ટિવંત ઇંદ્રિયોમાં વિકાર ઉત્પન્ન થવાવાળા પદાર્થોનું અવલોકન કરી અંત:કરણને મલિન ના બનાવે. દષ્ટિફાવી લે તથા સમ્યગદષ્ટિ હોય. ૧૩) ગુણાનુરાગી : ગુણીજનો પ્રત્યે પ્રેમ, બહુમાન હોય, તેમની યથાશક્તિ સહાય કરે. ગુણોની પ્રશંસા કરે, અવગુણોથી દૂર ભાગે, પ્રશંસા કરવામાં કદી કરકસરન કરે. ૧૪) સુપક્ષયુક્ત આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી, હોય. ન્યાયનો પક્ષ ગ્રહણ કરે અને અન્યાયને છોડે. ૧૫) સુદીર્ઘદર્શી સૂક્ષ્મ વિચારપૂર્વક દૂરગામી પરિણામોનો વિચાર કરી કાર્ય કરનારો હોય. ૧૬) વિશેષજ્ઞ પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ સમજનારો હોય, વિષયનો ઉપરછલ્લો અભ્યાસ ન કરતાં તેમાં ઊંડો ઉતરી વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે. ૧૦) વૃદ્ધાનુગ (વૃદ્ધાનુયાયી) આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધની આજ્ઞામાં રહેનારો, તેમની ભક્તિ કરનારો, તેમના જ્ઞાનાદિ ગુણોનું અનુકરણ કરનારો હોય. તેમની પાસે રહેલો અનુભવરૂપી ખજાનો અપનાવવા જેવો હોય તેનો લાભ ઉઠાવે છે. ૧૮) વિનીત ઃ વિનમ્રતા ધર્મનું મૂળ છે એમ સમજી વિશેષ પ્રકારે ગુણીજનોનો વિનય કરનારો હોય. ૧૯) કૃતજ્ઞઃ બીજાએ કરેલા ઉપકારોને નહીં વિસરનારો હોય. ૨૦) પરહિત કર્તા નિઃસ્વાર્થભાવે યથોચિત પરોપકારના સ્વભાવવાળો હોય. દુઃખી જીવોને જોઈ તેમને મદદ કર્યા વિના રહી જ ન શકે. ૨૧) લબ્ધલક્ષી કુશળ આયોજનથી પોતાનું લક્ષ્ય હાંસલ કરનારો, ધર્મવ્યવહારને જલ્દી સમજનારો, નવો, : નવો જ્ઞાનાભ્યાસ કરનારો તથા ગુણીજનોના એક એક ગુણને ગ્રહણ કરતાં અનેક ગુણોને ધરનારો હોય.
- સાચા શ્રાવકના આ ૨૧ ગુણો બિનસાંપ્રદાયિક છે. વિશ્વના કોઈપણ ધર્મના અનુયાયીને આ વાત લાગુ પડે છે. ધર્માત્મા બનવા ઈચ્છતા આત્માએ આ ગુણો જીવનમાં હાંસલ કરવા અત્યંત જરૂરી છે. શ્રાવકના ૨૧લક્ષણોઃ ૧) અલ્પ ઈચ્છા સંતોષી હોય. ૨)અલ્પાંતરી છકાય હિંસાના કાર્યો ઘટાડનારો. ૩) અલાપરિગ્રહી ઃ પરિગ્રહનું પરિમાણ કરે. ૪) સુશીલ: પરસ્ત્રીનો ત્યાગ અને સ્વદારાથી પણ મર્યાદિત જીવન જીવનારો હોય. પ) સવતી વ્રત, નિયમ, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે પાલન કરે. ૬) ધર્મિષ્ઠ: ધર્મકરણી નિરંતર દત્તચિત્તે કરનારો હોય. o) ધર્મવૃત્તિઃ મન-વચન-કાયાથી સદૈવ ધર્મમાર્ગમાં રમણતા કરનારો હોય. .૮) કલ્પઉગ્રવિહાર : ધર્મના આચારમાં અપ્રતિહત વિહારનો કરનારો તપ ઉપસર્નાદિ પ્રાપ્ત થતાં પણ ધર્મ વિરદ્ધ આચરણ ન કરનારો હોય. ૯)મહાસંવેગવિહારી : નિવૃત્તિમાર્ગમાં જ સદૈવ તલ્લીન રહેનારો હોય. ૧૦) ઉદાસી સંસારમાં જે હિંસાદિ કૃત્યો કરવાં પડે તેમાં ઉદાસીન વૃત્તિ રાખનારો હોય. ૧૧) વૈરાગ્યવંતઃ આરંભ, પરિગ્રહથી જલ્દીથી નિવૃત્તિનો ઈચ્છુક હોય. ૧૨) એકાંત આર્ય બાહ્યાંત્યંતર એક સરખી વૃત્તિ હોય, નિષ્કપટી હોય. ૧૩) સમ્યગમાર્ગી સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિવ્યરૂપ માર્ગે ચાલનારો હોય. - ૧૪) સુસાધુ મોક્ષમાર્ગનો સાધક હોવાથી (ધર્મમાં વૃદ્ધિ કરતો રહે છે)સુસાધુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org