________________
પેઢીનો પરિચય રસપ્રદ છે. ચોરને પકડવા અભયકુમારે મહારત્નના પ્રભાવથી રચેલો દેવભુવન તથા સ્વર્ગલોકની વ્યવસ્થાનું વર્ણન કવિએ અનુપ્રાસયુક્ત કડીઓમાં(૧૨૦ થી ૧૩૫) રોચક રીતે કર્યું છે. (ઢાળઃ ૦) દેવોની વિશેષતા શબ્દાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ અલંકારો દ્વારા કવિએ યોજી છે. (ઢાળ:૮) દેવના પ્રકાર, આયુષ્ય, અવગાહના, સંસ્થાન, શરીર, જ્ઞાન-અજ્ઞાન, ઉપયોગ, પ્રાણ, પર્યાપ્તિ આદિનું ઝીણવટભર્યું વર્ણન રસિક છે. (ઢાળ : ૧૦) વિવક્ષિત ગતિમાંથી આવેલા જીવના લક્ષણો, (ચોપાઈઃ૩) પ્રસ્તુત પદાવલીમાં દેવભુવનનું સ્થાન અને શુદ્ધ શ્રમણાચારના લક્ષણો, (ઢાળ : ૧૫)દીક્ષા મહોત્સવનું વર્ણન, (ઢાળઃ ૧૬) રોહિણેય મુનિનું તપોમય સંયમી જીવન તેમજ કાવ્યાન્ત કવિ પોતાના પૂર્વજોનો ઉલ્લેખ કરી ગુરુભક્તિપ્રગટ કરે છે.
ઉપરોક્ત ચિત્તાકર્ષક વર્ણનોમાં શ્રાવકકવિની વિદ્વતા અને પ્રાજ્ઞતાનો અણસાર આવે છે. ચમત્કારિકતત્ત્વઃ
મધ્યકાલીન જૈન કવિઓએ લોકોના મનોરંજન માટે ચમત્કારિક તત્ત્વોનું રાસકૃતિમાં નિરૂપણ કર્યું છે.
(ચોપાઈઃ ૧) રોહિણેયકુમારના પૂર્વજો પોતાની જાદુઈ મોજડી પહેરી અદશ્ય બની ચોરી. કરતા હતા. વળી રૂપખુરો ચોર અંજનવિદ્યાના બળે અદશ્ય બની રાજાનું ભોજન આરોગતો હતો, તેવી જ રીતે રોહિણેયકુમાર વિદ્યાના બળે રૂપપરિવર્તન કરી વિજળીની જેમ ક્ષણવારમાં આકાશમાં અદશ્ય થઈ જતો. તે વેશ પરિવર્તન કરી ઊંટ, રોહણશેઠ, શ્રાવક, દુર્ગચંડ ખેડૂત બન્યો. ઉપદેશાત્મકતત્વ:
મધ્યકાલીન કવિઓ પોતાની રચનામાં ઉપદેશ તત્વ ઉમેરી લોકોને પ્રતિબોધે છે. “પાપ કરમથી પાછો ભાગઈ, તે જગિઉત્તમ જંતો જી.”
કરણ રસઈ કરી મુખ માંડતા પાતીગનવિ પરહરતા જી.” પાપકર્મથી દૂર રહેનાર હળુકર્મી આત્માઓ વિશ્વમાં ઉત્તમ પ્રાણી કહેવાય છે.
પોપટના દષ્ટાંત દ્વારા કવિ ભવ્યજીવોને ઉપદેશતાં (કડી ૩૩૨ થી ૩૩૬) કહે છે, “ફક્ત કર્મેન્દ્રિયની રસલોલુપ્તાપૂર્વક સાંભળવાથી પાપકર્મોનો નાશ ન થાય તેવું જ્ઞાન પાળેલા પોપટ સમાન છે. જે ફક્ત રામ રામ' જપે છે પરંતુ તેનો ભેદ જાણતો નથી. જેમ મત્સ્ય પાણીમાં રહેવા છતાં વિશુદ્ધ ન બને, તેમ કર્ણપ્રિય જીવો જિનવચન શ્રવણ કરવા છતાં શું સાધી શકે?
(ઢાળ : ૧૨) ભગવાન મહાવીરે રોહિણેય કુમારને માનવભવની દુર્લભતાનો ઉપદેશ આપ્યો. (ચોપાઈઃ૫) જિનવચનને હદયસ્થ કરનાર સ્વર્ગલોક મેળવે છે, જ્યારે જિનવચનની અવગણના કરનાર દુર્ગતિ મેળવે છે. કવિએ તેના સંદર્ભમાં કાર્તિકશેઠ, ભરત ચક્રવર્તી, વિનયરત્ના મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીના દષ્ટાંતો ટાંક્યા છે. જે જિનવચનની મહત્તા ઉપદેશે છે. સમાજ દર્શન: ૧) હલકી જ્ઞાતિના લોકો ભદ્ર સમાજથી દૂર પોતાની એક અલગ વસાહત કરી વૈભારગિરિની ગુફામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org