________________
ભયાનકરસ :
પોતાના પૂર્વજોને મહારાજા પ્રસેનજિતે આપેલો ગરાસ પાછો આંચકી લેતાં રોહિણેયકુમાર વિફર્યો. તે વિદ્યાના બળે ઊંટ બન્યો. તે પ્રસંગે કવિ ભીષણ ચિત્ર ખડું કરે છે.
ઘાલ્યો હાથ આધેરો જ્યારઈ, ઉંટ ચામડુ આવ્યુ ત્યારઈ; વીધ્યા બલિંતે કરતો થાઈ, સોવન ગુઘરા બાંધ્યા પાઈ (ઉ.૫૫) નાચંતો નૃત્ય ઊંટમાહા જાઈ, તવ રાઈકો જઈ કાને સાહઈ; તવ ઉછલતો ઊંચો થાઈ, તે ઊંટડો કોણઈંન સવાઈ (ક.૫૬) ઢોર શ્રેણિકનો છઈ વલી જ્યાહઈ, ભંગાણૂંપાડયુ તે માહઈ; થયો સોર સુભટ સલસલીઆ, નૃપ મંત્રી સહુઈત્યાહામલીઆ (ક.પ૦) ઊંટડો દેવ શખરિજઈ ચઢીઉ, કોટવાલ નઈમસ્તગિ પડીઉં; મારી પાટુખડગ જ લીધુ, પછઈ રુપ પ્રગટતે કીધૂ(ક.૫૮) નહી આપો ગરાસ જગામો, તો હુંટાલીસ સહુનો ઠામો;
એમ કહઈતો આકાઈ જાઈ, આવ્યો જ્યાહા પોતાની માઈ (ક.૫૯) શૃંગારરસ:
સંયમ લેવા તૈયાર થયેલા રાસનાયકને મહારાજા શ્રેણિકે સ્વયં પોતાના હાથે સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કર્યો. કવિના તે વનમાં શૃંગારરસના દર્શન થાય છે.
દાન દેઇમોહોછવ નૃપ કરતો, રોહણીઉનહવરાવ્યો રે; વસ્તર ભુષણ ભલા પિહઇરાવી, મસ્તગિ ખુપ ભરાવ્યો રે; અસાવે સોય બનાવ્યો રે, રોહણ રૂપ અતી ફાલ્યોરે,
જન, જેવા બહુ આવ્યો રે, રોહણીઉ જય વધાવ્યોરે(ક.૩૦૨) શાંતરસઃ "
રોહિણેય મુનિની સંયમ પર્યાયનું વર્ણન (ઢાળ:૧૬); જેમાં કષાયોની ઉપશાંતતા અને કર્મોને અળગા કરવાની તમન્ના તેમજ અનશન આરાધનામાં કવિ શાંતરસ પીરસે છે. હાસ્યરસઃ
કવિની આ કૃતિમાં જવલ્લે જ હાસ્ય રસ જોવા મળે છે. રોહિણેયકુમાર નિર્દોષ સાબિત થતાં અત્યંત પ્રસન્ન થઈ વૈભારગિરિની ગુફા તરફ દોડ્યો. વળી, રોહિણેયકુમાર રત્ન ચોરીને લાવ્યો ત્યારે માતા અત્યંત ખુશ થઈ. ભક્તિરસઃ
રાસકર્તાની સરસ્વતી દેવી પ્રત્યેની ભક્તિ અને રાસનાયકનો ભગવાન મહાવીર પ્રત્યેનું સમર્પણ તેમાં ભક્તિરસનો પ્રવાહ વહેતો જોવા મળે છે. વર્ણન કળા: , ' કવિની વર્ણનશક્તિ અતિશયોક્તિ વિનાની છે. પ્રારંભમાં રાસનાયકના પૂર્વજોની પાંચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org