________________
૨૮૬
માન્યતાઓથી દૂર થતાં નથી તેથી જિનવાણીનું શ્રવણ કર્યા છતાં અવધારણ ન થવાથી સંવેગનિર્વેદના ભાવો ઉદભવતાં નથી.
ઉત્તમ પુરુષો ફકત એક જ વખત જિનવાણીનું શ્રવણ કરી રોહિણેયકુમાર, મેઘકુમાર, ગજસુકુમારની જેમ વીર્ય સ્કુરાયમાન થતાં સર્વવિરતિ ધર્મ પ્રાપ્ત કરે છે. તેવો જીવાત્મા જિનવાણીનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન રૂપ સમ્યફ પરાક્રમ કરી આ સંસાર સાગરને તરી સિદ્ધગતિ નામના. કિનારે પહોંચે છે.
“તિહાં આપ સ્વરૂપે સદા આપ જુએ.” સાધક પોતાના નિર્મળ સ્વરૂપને સદા દેખ્યા કરે, અનુભવ્યા કરે છે.
કેટલાક અભ્યપરાક્રમી જીવોમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરી જગતના સર્વ જીવોને અભયદાન દેવાનું સામર્થ્ય કે ક્ષમતા હોતી નથી તેવા જીવો જિનવાણીના શ્રવણથી દેશવિરતિ ધર્મ સ્વીકારે છે. આવા જીવો આનંદ, કામદેવ આદિ શ્રાવકોની જેમ અંશે પણ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની મર્યાદા કરી પરિત સંસારી બને છે.
દેશવિરતિ શ્રાવક પણ નિરતિચારપણે આંશિક વ્રતોનું પાલન કરતાં ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી પહોંચી દેવભવનું ઉત્તમ સુખ માણી શકે છે.
સંક્ષેપમાં, જિનવાણી દેવ, મનુષ્ય અને અપવર્ગ (મોક્ષ) નાં સુખ પ્રદાન કરાવી શકે તેવી શ્રમતા ધરાવે છે. ખંભાતનું વર્ણન:
કડી-૩૩૯ થી ૩૪૨ માં કવિ સંક્ષિપ્તમાં ખંભાત શહેર, પોતાના ગુરુ અને વડીલોનો પરિચય આપે છે. કવિની હીરવિજ્યસૂરિ રાસ, કુમારપાળ રાસ, ભરત-બાહુબલિ રાસ ઇત્યાદિ અન્ય રાસકૃતિઓ પરથી ખંભાત, ખંભાતના રહેવાસી, તેમનો પહેરવેશ તથા કવિનો પરિચય ઇત્યાદિ ઘણી રસપ્રદ માહિતી મળે છે.
રાસકર્તા કવિ બદષભદાસ ગુજરાતની સમૃદ્ધ ખંભાત નગરીના વતની હતા. તે સમયે ખંભાત નગરી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર અથવા મથક હોવાથી ત્યાં પરદેશથી ઘણા લોકો આવીને વસ્યા હતા. વર્તમાન સમયમાં ભારતમાં જેમ મુંબઇ શહેર ગીચ વસ્તીવાળું છે, તેમ વિક્રમની સોળમી-સત્તરમી સદીમાં ખંભાત ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ શહેર હતું તેથી ત્યાં ગીચ વસ્તી હતી. ખંભાત નગરી સાગર કિનારે વસેલી હતી તેથી તે નગર વ્યાપાર માટે પ્રસિદ્ધ હતું. લોકો પ્રાયઃ વેપાર માટે તે નગરીમાં રહેવાનું વધુ પસંદ કરતા હતા. તે સમયે લોક વસવાટ માટે ખંભાત શહેર અનુકુળ હતું. ખંભાત નગરની સુરક્ષા હેતુ તેને ફતો મોટો કિલ્લો પણ હતો. જે ખંભાત નગરની સુરક્ષા અને શોભા હતી. તે સમયે મોગલોનું સામ્રાજ્ય હતું.
ખંભાત નગરના નાગરિકોમાં ગણતરીની દષ્ટિએ પ્રાયઃ જૈનધર્મી વધુ હોવા જોઇએ તેથી જ તે સમયે ત્યાં વિશાળ અને ઉંચા જિનાલયો પ્રતિષ્ઠિત થયાં હતાં. વળી, ત્યાંનાં જૈન શ્રાવકો શ્રીમંત હશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org