________________
૨૮૫
ચરણોનું પૂજન કરું છું. પ્રાધ્વંશ નામના કુળમાં સંઘવી સાંગણ શોભે છે. તેમનો પુત્ર (હું) કવિ ત્રઢષભદાસ ગુણગાન ગાઉં છું.
...૩૪૧. સંવત દીગદિશા ૮; દીગદિશા ૮; રસસ્વાદ ૬; ભૂભૂમિ ૧ અર્થાત્ ૧૬૮૮ સંવત, પોષ માસમાં, સુદિ સપ્તમીએ, દોષ રહિત (શુભ મુહૂર્તે), પ્રગટ એવા ગુરુવારે આ રાસ રચાયો છે.
...૩૪૨. વિક્રમ સંવચ્છર ભલો (સારો) હતો. વરસાદ સારો હતો. સુભક્ષ્ય, સુકાલ જગમાં હતો. લોકો તેથી શોભી રહ્યાં હતાં.
..૩૪૩. (જ્યોતિષ મુજબ) શુભ લગ્ન હતું. નક્ષત્ર ઉત્તમ હતું. ત્યારે આ રાસ રચ્યો છે. કવિ બદષભદાસ કહે છે કે રોહિણેયકુમારના નામ સ્મરણથી હું ચિરકાળનું સુખ પામ્યો છું. ...૩૪૪.
વિવેચના પ્રસ્તુત ઢાળ રાસનો કલશ કાવ્ય છે. રાસના અંતે કડી-૩૩૧માં કવિએ ફલશ્રુતિ દર્શાવી છે.
ઉત્તમ પુરુષોનું કવન, નામસ્મરણ અને ગુણસ્તુતિ દ્રવ્યલાભ અને ભાવલાભપ્રદાન કરે છે. દ્રવ્યલાભ :
(૧) આવાસે લક્ષ્મી દેવીની મહેર થાય છે. (૨) ઘરમાં સુખ-સંપત્તિનો યોગ થાય છે. (૩) ઉત્તમ કુળમાં જન્મ થાય છે. (૪) જીવનમાં સૌંદર્યવાન અને ગુણવાન સ્ત્રીનો યોગ થાય છે. (૫) : ઉત્તમ પ્રકારની ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. ભાવ લાભઃ
(૧) પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. (૨) આત્મિક ગુણોરૂપી નિધિ પ્રગટે છે. (૩) પાપકર્મોનો નાશ થાય છે. (૪) અનંત કર્મોની નિર્જરા થાય છે. (૫) કથાનું શ્રવણ કરતાં ઉત્કૃષ્ટ રસ ઉદ્ભવે તો સમ્યફદર્શન પ્રાપ્ત થાય છે. . ઉત્તમ પુરુષો (યોગી-મહાત્મા) ની કથા શ્રવણ કરનાર ભવ્યાત્મા જો ખરેખર કર્મથી ભયભીત બની અકર્મી બનવાનો પુરુષાર્થ કરે તો તે જગતમાં ઉત્તમ પ્રાણી કહેવાય છે. તે વિશ્વવંદનીય બને છે. તેવો જીવાત્માસ્વકલ્યાણની સાથે સાથે પરકલ્યાણ કરી તિજ્ઞાણ- તારયાણં' બને છે.
તેનાથી વિપરીત જે જીવાત્મા કામધેનુ સમાન અમૂલ્ય જિનવાણીનું શ્રવણ ફકત કર્મેન્દ્રિયના વિષયનું પોષણ કરવા, માત્ર રસાસ્વાદ ખાતર કે કર્ણપ્રિય બનવા માટે કરે છે તેવા જીવાત્માને કોઇ વિશેષ લાભ થતો નથી. તેના સંદર્ભમાં કવિ પોપટ અને મત્સ્યના દષ્ટાંત આપી ઉપર્યુકત સમોકિતનું સમર્થન કરે છે.
પોપટની જેમ શૂન્યમનસ્ક બની ‘રામ રામ' નો પાઠ બોલતા રહેવાથી શું સરે? તેમ ફકત ઓઘ સંજ્ઞાએ, રસ વિના જિનવાણીનું શ્રવણ કરવાથી શું સરે? આવા શ્રવણો અવ્યવહારરાશીમાં જીવાત્માએ અનંત વાર કર્યા છે.
વળી, મત્સ્ય પાણીમાં રહેવા છતાં, પોતાની દુર્ગધ છોડતો નથી કે શુદ્ધ થતો નથી, તેમ દુર્ભવ્ય અભવ્ય જીવો જિનવાણીનું શ્રવણ કર્યા છતાં પોતાના હઠાગ્રહ, કદાગ્રહ કે પોતાની વિપરીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org