________________
૨૮૪
અર્થ: (કવિ કહે છે) ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય રોહિણેયમુનિનાં હું ગુણગાન કરું છું કારણકે વ્યસનનું નિવારણ કરી વિરતિધર બન્યા અન્યથા તેઓ દુર્ગતિગામી થાત. તેવા પ્રબુદ્ધ આત્માના હું ગુણકીર્તન કરું છું.
...૩૨૯, તેમનું નામ સ્મરણ ગણતાં, ભણતાં, સાભળતાં ઘણું સુખ મળે છે. તેમનાં નામે નવનિધિ મળે છે. આવા ઉત્તમ પુરુષની કથા કરતાં લાંબા કાળના પાપ નાશ પામે છે. .
...૩૩૦. રોહિણેયકુમારનું નામ જપતાં આવાસે સંપત્તિ પ્રાપ્ત થશે. ઘરમાં ઉત્તમ, સ્વરૂપવાન સ્ત્રીનું સુખ પ્રાપ્ત થશે, અતિ ઉત્તમ કુળમાં જન્મ થશે તેમજ ઘરમાં સર્વપ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે ...૩૩૧.
આવા મહાન મહાપુરુષની કથા શ્રવણ કરીને જે ગુણવાન પુરુષો પાપકર્મથી ભયભીત બની પાછા ફરશે; તેઓ જગતમાં ઉત્તમ પ્રાણી કહેવાશે.
. ...૩૩૨. ફક્ત કર્મેન્દ્રિયના વિષયનું પોષણ કરવા (કાનને સારું લાગે તે ) માટે સાંભળવાથી પાપકર્મોનો નાશ થતો નથી. તે તો પોપટીયા પાઠ જેવું નિરર્થક છે. તેવા જીવ માછલાની જેમ સંસાર સાગરમાં તરતાં રહે છે.
...૩૩૩. મત્સ્ય જલમાં રહેવા છતાં શુદ્ધ થતો નથી (પોતાની દુર્ગધ છોડતો નથી, તેમ ભારે કર્મી જીવો જિનવચન રૂપી જળમાં ઝીલવા છતાં તેવાને તેવા જ રહે છે. (તેઓ પોતાની અશુદ્ધિ, ખામી કે કર્મોને છોડતાં નથી.)
....૩૩૪: પોપટ શીખવ્યા પ્રમાણે રામ-રામ જપે છે પરંતુ જેનો ભેદ જાણતો નથી (બિલાડી તેનું ભક્ષણ કરવા આવે ત્યારે પણ તે ઉડતો નથી). કર્ણપ્રિય માનવો પણ જિનવચન શ્રવણ કરે છે. પરંતુ મનમાં વૈરાગ્યપ્રગટાવતા નથી.
...૩૩૫. એ પ્રમાણે જિનવચન શ્રવણ કરવાથી જીવાત્માએ શું સાધ્યું? (શું મેળવ્યું?) ઉત્તમ,નર એક વખત જિન વચન શ્રવણ કરી જાગી જાય છે. તેઓ રોહિણેયકુમારની જેમ સંયમ અંગીકાર કરે છે અથવા કોઈ જીવ દેશવિરતિ ધર્મના પ્રત્યાખ્યાન કરે છે.
...૩૩૬. તેવા જીવો અનુક્રમે દેવલોકના સુખો મેળવે છે ત્યાર પછી મુક્તિ સુખના ભાગી બને છે. રોહિણેયકુમારનો રાસ રચતાં સકલ સંઘમાં સુખશાંતિ થઈ છે.
...૩૩૦. આ રાસકૃતિનું કવન બંબાવટી-ખંભાત નગરીમાં થયું છે. ત્યાં ઘણાં લોકો વસવાટ કરે છે (ખંભાત નગરીમાં ગીચ વસ્તી છે.) નગરને ફરતો મોટો કિલ્લો છે. તેમજ ત્યાં ઘણાં ઉંચા અને વિશાળ જિનાલયો છે. ખંભાત નગરી સાગરતટે વસેલી છે.
...૩૩૮. ખંભાત નગરીમાં વિદ્ધાન મુનિ ભગવંતો પૌષધશાળામાં રહે છે. ત્યાં પૂજા મહોત્સવ થતાં રહે છે. તે સ્થાનકે સગુરુનાં ચરણની કૃપા મેળવી આ રાસ મેં રચ્યો છે.
.૩૩૯. તપગચ્છના નાયક, શુભચરિત, સુખદાયક, અનંત ગુણધારી વિજયાનંદ સ્વામી છે. જેમની વાણી મીઠી અને મધુરી છે. જેમણે અનેક સ્ત્રી પુરુષોને (ધર્મોપદેશથી સંસારમાંથી ઉગાર્યા છે.
...૩૪૦. વિજયાનંદ ગુરુનો હું સમકિત સહિત બારવ્રતધારી શ્રાવક છું. હું જિનેશ્વર ભગવંતના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org