________________
૨૮૩
ગણતા ભણતા સુણતા સુખ બહુ, નામઇ નવનીધિ થાઇ જી; એશા પૂરષની કથા કરંતા, ઢેર (ચિર) કાલ પાતિગ જાઇ જી. ગુણ ... ૩૩૦ રિધિ રમણિ, ઘર રુપ ભલેરું, ઉતમ કુલ બહુ થાઇ જી, રોહણીઆનું નામ જપતા, સકલ સીધિ ઘરિ થાઇ જી. એશા પૂરષની કથા સૂણી નઇ, ચેતઇ નર ગુણવંતો જી પાપ કરમથી પાછો ભાગઇ, તે જગિ ઉતમ જતો જી.
ગુણા.. ૩૩૨ કરણ રસઈ કરી મુખ માંડતા, પાતીગ નવિ પરહરતા જી; શુકના પાઠ પરિતસ પરઠો, મછ પરિ નર તરતો જી.
ગુણ ... ૩૩૩ જલ ધોઇ તે ન થયો ચોખો, બહુલ કરમ નર એહેવા જી; વીર વચન જલમાહા ઝીલંતા, રહયા તેહેવાના તેહેવા જી.
ગુણ ... ૩૩૪ સૂકો રામનું નામ જપતો પણિ કાંઇ ભેદ ન જાણઇ જી; કરણ, વતિ જિન વચન સુસંતો, મનિ વછરાગ ન આણદ જી. ગુણ ... ૩૩૫ સુણિ સાભલિનિ શું સાધ્યું, ચેત્યા તે નર સારો જી; રોહણીઆ પરિ સંચમ લેતા. કઇ શ્રાવક વ્રત બારો જી.
ગુણ ... ૩૩૬ અનુંકરમિ સૂરના સુખ પામઇ, પછઇ મુગતિ માહા જાઇ જી; રોહણ કુમરનો રાસ રચંતા, સકલ સંધ સૂખ થાઇ જી.
ગુણ ... 33o. રચ્યો રાસ ત્રીબાવતી માહઇ, જીહા બહુજનનો વાસો જી; દૂરગ ભલો જિન મંદીર મોટા, સાયર તીરિ આવાસો જી.
ગુણ ... ૩૩૮ પોષેધશાલાં, મૂની વાંચાલા, પૂજા મોહૌછવ થાઇ જી; તેણઇ સ્થાનકિ એ રાસ રચ્યો મઇ, સહઇ ગુરૂ ચરણ પસાઈ જી. ગુણ તપગચ્છ નાયક સુભ સુખદાયક, વિજયાનંદ ગુણધારી જી; મીઠી મધૂરી જેહની વાણી, જેણઇ તારયાં નર નારી જી. શ્રાવક તેહનો સમકતધારી, પૂજઇ જિનવર પાઇ જી; પ્રાગવંશ સાંગણ સૂત સોહઇ, ત્રઢષભદાસ ગુણ ગાઇ જી.
ગુણ ... ૩૪૧ સંવત દીગ દીગ રસ ભુ ભાખું, પોસ માસ ત્યાહા સારો જી; ઉજલ સાતમિ દોષ રહીત છઇ, પ્રગટઉ દઇ ગુરુ વારો જી. ભલો સંવછર વીકમ ત્યારઇ, વરસા મુકામે મેઘ જી; સૂભગ્ય સુકાલ હોઇ માહઇ, દીપઇ પૂરષ નાદેહો જી. શુભ લગનઇ નઇ, સાર નંખ્યબઇ, કીધો રાસ રસાલો જી; રીષભ કહઇ રોહણીઆ નામઇ, સુખ પામ્યો ઐર(ચિર) કાલો જી. ગુણ ... ૩૪૪ ઇતિ શ્રી રોહણીઆ રાસ સંપૂરણ II લખીત સંઘવી વ્યષભદાસા સાંગણ ||૧|| ગાથા - ૩૪૪; સં. ૧૬૮૮; પોષ સુ ૧; ગુરુવાર, ખંભાત શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર. પ્રત ૬. ૧૩૮૦૦
ટણી .. ૩૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org