________________
ર૦૫
શ્રમણાચાર બંધનથી મુક્ત થવાની એક પ્રક્રિયા છે. રાસનાયક કર્મોને ખેરવી નાખવા તત્પર થયા. જેઓ કૃતકૃત્ય થવાનો મહામોક્ષમાર્ગ અને અયોગી બનવાનું પ્રબોધે છે, તેવા સિદ્ધ ભગવંતનું રૂપાતીત ધ્યાન રોહિણેય મુનિ ધ્યાતા હતા. તેમણે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ. કર્યો. ધર્મધ્યાનમાં ચિત્તને જોડવું.
કડી-૩૧૦ થી૩૨૧માં કવિરોહિણેય મુનિની અપ્રમત્ત સંયમ અને તપચાત્રાનું વર્ણન કરે છે. રોહિણેય મુનિનું તપોમય જીવનઃ
સંયમ એ આત્મગુણોના વિકાસની એક ઉચ્ચ ભૂમિકા છે. રોહિણેય મુનિનું પાપોના. ત્યાગરૂપ પવિત્ર જીવન હતું. તેઓ છકાય જીવના રક્ષક બની સ્વદયા અને પરદયામાં દિનચર્યા વ્યતીતા કરતા હતા.
તેઓ ધ્યાન અને અનુષ્ઠાનમાં અપ્રમત્તપણે ઉધત રહેતા શુભ લેગ્યામાં જ વિહરતા, ધર્મધ્યાન તથા વિશિષ્ટતપ આદિ સંવરની પ્રક્રિયાથી તેમની ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ વધતી ગઇ.
મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્રને તરવા અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા રોહિણેચમુનિએ જિનેશ્વર ભગવંતના જીવનનું અનુકરણ કર્યું. તેમણે સંયમનો ભેખ પહેરી કર્મોની ભેખડો તોડવા. તપરૂપી યજ્ઞ માંડ્યો. તેમનો તપ બીજના ચંદ્રમાની જેમ પ્રતિદિન વર્ધમાન બન્યો.
તેમણે એક ઉપવાસ, બે (છઠ્ઠ) ઉપવાસ, ત્રણ (અટ્ટમ) ઉપવાસ જેવી ઘણી તપશ્ચર્યા કરી. આ ઉપરાંત દશ-બાર અને પંદર ઉપવાસ પણ કર્યા. તેઓ મનથી એક માસક્ષમણની તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કરતા અને બે માસક્ષમણના પ્રત્યાખ્યાન કરતા. પ્રત્યાખ્યાન પૂર્ણ થવા છતાં પારણું ન કરતા, તપને આગળને આગળ વધારતા હતા. તેમણે આહાર સંજ્ઞાને તોડવા ચારમાસ, પાંચમાસ અને છમાસની ઉપવાસની તપશ્ચર્યા કરી. તેઓ કર્મ કરવામાં ક્ષત્રિયો જેવા શૂરવીર હતા, તેમ કર્મનું નિકંદન કરવામાં પણ મહાયોગીની જેમ શૂરવીર બન્યા. તેમનું મનોબળ અત્યંત દઢ હતું. સંયમ અને તપમાં 'આવતા પરિષહો અને ઉપસર્ગોને તેઓ તૃણવત્ સમજતા હતા. તેઓ મોક્ષ સુંદરીને ભેટવા તારૂપી નાવમાં બેઠા.
તેમણે મોક્ષમાર્ગમાં અડચણરૂપ કંચન અને કામિનીનો પરિત્યાગ કર્યો. તેઓ હાસ્ય, રતિઅરતિ, ભય, શોક, દુર્ગછા અને મદથી અળગા રહ્યા. તેઓ ઇર્ષા, નિંદા અને ચાડી ચુગલી જેવા પાપસ્થાનકોથી દૂર રહ્યા. તેમના રોમે રોમમાં જિનાજ્ઞા ઉલ્લસિત હતી. તેઓ સંયમના પ્રત્યેક અનુષ્ઠાન, વિધિપૂર્વક, જિનાજ્ઞા અનુસાર અને અત્યંત પ્રીતિપૂર્વક કરતા હતા. તેમણે કર્મસત્તાને ઓશિંગણ કરી. રોહિeોચમુનિના દેહનું વર્ણન:
રોહિણેય મુનિ જનમ જનમના કોઇ તપયોગી ન હોય તેમણે ઉગ્ર તપ કરી આત્મપ્રદેશ પર એવી તો ખેડ ચલાવી કે જેથી કર્મોનો ઘણો કચરો દૂર થયો. તેમણે મૌલિક ગુણોનો મબલખ મોલ ઉભો કર્યો. તેમણે ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત યોગે ઉત્તરોત્તર ઉત્તમ સાધના કરી.
એકધારા આકરા તપથી તેમની કાયા અત્યંત કૃશ બની ગઇ. તેમનાં પગ, જંઘા અને ઉરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org