________________
૨૦૪
જેમ ભીનું કપડું પિંડરૂપ કરીને મૂકયું હોય તો તે લાંબી મુદતે સૂકાય છે અને તે જ વસ્ત્ર પહોળું કરીને સૂકાવ્યું હોય તો જલ્દી સૂકાઇ જાય છે, તેમ કર્મ પણ સંયમ અને તારૂપી ઉપક્રમોથી જલ્દી ક્ષય પામે છે. રોહિણેયમુનિની સંયમ સાધના:
જેમ ઘણા કાળ સુધી ચાલે તેટલું ધાન્ય, કોઇ ભસ્મક વ્યાધિવાળો વ્યકિત અલા કાળમાં ખાઇ જાય છે, તેમ લાંબી મુદત સુધી ભોગવવા યોગ્ય કર્મને રોહિણેય મુનિએ ઉદિરણા કરી શુદ્ધ સંચમા અને તપની આરાધના વડે અલ્પમુદતમાં ભોગવ્યા.
| મુનિની સાધનાના બે આધારસ્તંભ છે. નિર્મમતા અને નિઃસંગતા. પદાર્થ પ્રભાવિતતાનસે ત્યારે પ્રભુપ્રભાવિતતા આવે. (૧)રોહિણેય મુનિ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મથી યુક્ત બની બાહ્ય અને અત્યંતર તપમાં પ્રયત્નશીલ બન્યા. (૨) તેમણે મોહનીય કર્મનું દહન કરવા મમત્વ, અહંકાર, સંગ-આસકિત અને ગર્વ છોડયાં. (૩) તેમણે ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમભાવ કેળવી અહિંસકભાવ પુષ્ટ કર્યો. . (૪) તેમણે અઢાર પ્રકારના પાપ કર્મોનું વિદારણ કર્યું. (૫) તેમણે બાર પ્રકારના તપ અને બ્રહ્મચર્યની નવ ગુપ્તિને સંયમ જીવનમાં પ્રધાનતા આપી. (૬) તેઓ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મના પ્રભાવક બન્યા. (૦) તેમણે રાગ-દ્વેષ, ગમા-અણગમા, પ્રતિકૂળતા-અનુકૂળતાનો ત્યાગ કર્યો. (૮) તેઓ બાર પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરી સંવેગધારી બન્યા. , (૯) તેઓ કિતત્ત્વ-જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અડોલ બન્યા. (૧૦) તેમણે ચાર પ્રકારના કષાયનો ઉપશમ કર્યો. (૧૧) આઠમદને ગાળ્યા. (૧૨) ચારવિકથાનો ત્યાગ કર્યો. (૧૩) સત્તરભેદે સંયમ સ્વીકાર્યો. (૧૪) બાવીસપરિષહોને સમભાવે સહન કર્યા. (૧૫) કાઉસગ્ગના ઓગણીસ દોષનો ત્યાગ કર્યો.
જેમ એક ક્ષત્રિય માટે વિરતા પ્રગટ કરવી એ જ તેની સાચી ઓળખ છે, તેમ મોક્ષ માટે કર્મ સામે સંગ્રામ કરી વિજય પ્રાપ્ત કરવો એ જ તેની ખરી ઓળખાણ છે. કવિ રોહિણેય મુનિના પાત્ર દ્વારા *શ્રમણાચારનો ઉલ્લેખ કરે છે.
મન, વચન અને કાયાના ત્રણ યોગોને શુભમાં પ્રવર્તાવી આત્મસ્થિરતા કેળવતાં આશ્રવનો. નિરોધ થાય અને સંવરમાં પ્રવૃત્તિ થાય છે. શ્રીમદ્જી અપૂર્વ અવસર' કાવ્યમાં કહે છે:
“આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તદેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહી તે સ્થિરતાનો અંત જો.. અપૂર્વ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org