________________
૨૦૩
વિવેચન પ્રસ્તુત ઢાળમાં રોહિણેય મુનિની અપ્રમત્ત સંયમ સાધના અને તેમના સંયમ જીવનના આદર્શગુણોનું કવિ સરળ શબ્દોમાં વિસ્તારથી વર્ણન કરે છે.
જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચી રત્ન મેળવે છે, તેમ દુર્લભ મનુષ્ય જન્મ પામી બુદ્ધિમાન જીવો ધર્મરત્નને ગ્રહણ કરે છે. શ્રી લક્ષ્મી સૂરિએ ઉપદેશપ્રાસાદ' ગ્રંથમાં કહ્યું છેઃ
___ यः प्राप्य मानुषं जन्म दुर्लभं भवकोटिभिः।
धर्म शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम्।। અર્થ: કરોડો ભવ કરવા છતાં જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને કલ્યાણ ધર્મ આચરનાર જીવાત્મા શિવપદપામે છે.
રોહિણેય મુનિ પૃથ્વીકાયાદિ જીવોની રક્ષાના પરિણામવાળા બન્યા પછી આત્મપ્રદેશ પર એકીભૂત થયેલા દ્રવ્ય કર્મ અને ભાવકને ઉખેડવા તત્પર બન્યા. પૂર્વાચાર્યોએ કહ્યું છેઃ
कर्मजीवंच संश्विष्टं, सर्वदा क्षीरनीरवत्।
विभिन्निकुरुते यौडसौ, मुनिहंसो विवेकवान् ।। અર્થઃ સર્વદા દૂધ અને જળની જેમ એકરૂપ થઇ ગયેલા એવા કર્મ અને જીવને વિવેકી મુનિરૂપી હંસ આત્માથી પૃથક્કરે છે.
- હંસની ચંચમાં ખટાશ હોવાથી દૂધ અને પાણીને પૃથક કરી શકે છે, તેમ ભેદ જ્ઞાનરૂપ વિવેકદષ્ટિ દ્વારા મુનિ જીવ અને પુદ્ગલની એકરૂપતાને પૃથ૬ જાણે છે. આવો વિવેક સર્વ પાસે કયાંથી સુલભ બને?
देहात्माद्यविवेकोडयं सर्वदा सुलभो भवेत्।
भवकोटयापि तद्भवे विवेकस्त्वति दुर्लभः।। ભાવાર્થ: ‘દેહ એ જ આત્મા છે' ઇત્યાદિ અવિવેક તો જગતમાં સર્વદા સુલભ છે પરંતુ તે બન્નેમાં ભેદજ્ઞાન (વિવેક) તે કોટિ ભવે પણ અતિ દુર્લભ છે. વિશ્વમાં મિથ્યાત્વી જીવો અનંત છે તેમને ભેદજ્ઞાન રૂપ વિવેકનથી.
અંતરાત્મા અને પરમાત્મામાં દેહ અને આત્માના ભેદજ્ઞાનનો વિવેક છે. બાહાત્મામાં એવો ' વિવેક નથી.
મિથ્યાત્વ, અસંયમ, અજ્ઞાનથી અધિષ્ઠિત, ભવ ભ્રમણથી ગ્રાન્ત થયેલો કોઇ જીવ તત્ત્વરસ નું પાન કરી, વિવેકને જાગૃત કરે છે ત્યારે પરભાવ અને વિભાવથી નિવૃત્ત થવા સંયમ અને તપની આરાધના કરી પરમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મનોવાવાયયોગાનાં વાપત્યે દુઃર્વ મત | મન, વચન અને કાયાની ચપળતા અતિ દુઃખદાયક છે એવું જાણી રોહિણેયમુનિએ પોતાના યોગો અને ઇન્દ્રિયો કાચબાની જેમ ગોપવ્યા. ' વાત્સલ્યવંત કરુણાસાગર, સર્વજ્ઞની શીતળ છાયામાં તેમણે જ્ઞાન-ધ્યાન અને તપનો યજ્ઞ માંડયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org