________________
૨૬૯
પ્રજાળ્યાં. સંયમ અને તપ દ્વારા મોક્ષ લક્ષ્મીને મેળવવા તેમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
જૈનદર્શને પાંચ સમવાયના સમન્વયને કાર્યસિદ્ધિના નિયામક માન્યા છે. (૧) કાળલબ્ધિના પરિપાકથી રોહિણેયકુમારનો આત્મા અવ્યવહારરાશિમાંથી બહાર આવ્યો. (૨) તે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સ્વભાવ હતો. (૩) નિયતિના કારણે રાસનાયક ચોર મટી સાધુ બન્યો. તેને આકસ્મિક પગમાં કાંટો વાગ્યો અને જિનદેવના શબ્દો કાને સંભળાયા. નિયતિની રેખા અમિટ છે. (૪) તે કર્મ સ્થિતિની લઘુતાવાળો, હળુકર્મી આત્મા હોવાથી શુદ્ધ સંયમમાં પ્રવૃત્ત થઇ શકયો. (૫) રોહિણેય મુનિએ તપ દ્વારા કર્મોને ઉમૂલન કર્યા. તે સમ્યક્ પુરુષાર્થ દ્વારા કર્મના પાશમાંથી મુકિત મેળવી ભવિષ્યમાં સિદ્ધપદને હાંસલ કરશે.
જો પુરુષાર્થ ન હોય તો બાકીના ચાર સમવાય પણ સફળ થતા નથી. ચરમાવર્તકાળમાં જીવનો પુરુષાર્થ તેજ અને સક્રિય બનતાં કર્મો ઉપર હાવી થઇ જાય છે. કાળ, સ્વભાવ અને નિયતિને આધીન થઇ જીવનો અંતર્મુખી સમ્યફ પુરુષાર્થ બળવત્તર બને ત્યારે જીવ કર્મબંધનની શૃંખલા તોડી મોક્ષગતિ પ્રાપ્ત કરે છે.
સમન્વયવાદી આચાર્ય સિદ્ધસેન દિવાકરે ‘સન્મતિતર્કપ્રકરણ' માં કહ્યું છે :
कालो सहाव णियई पुवकमं पुरिस कारणेगंता।
मिच्छत्तं तेचेवा (व) समासओ होंति सम्मत्तं ।।५३।। અર્થ: કાળ, સ્વભાવ, નિયત્તિ, પૂર્વકૃતકર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણોનું એકાંત કથન મિથ્યાત્વ છે. પાંચ કારણોની સમન્વયતા પરસ્પર સાપેક્ષ કથન સમ્યગદર્શન છે.
આ પાંચ મૂળ કારણથી આત્માના શુદ્ધ સ્વરૂપને સમજી સાધના કરી સ્વયંના શુદ્ધ પરમાત્મા સ્વરૂપનું પ્રગટીકરણ કરી શકે છે.
રોહિણેયમુનિને પરમાત્મા મહાવીર સ્વામી જેવા સદ્ગુરુનો સુમેળ થયો. તેણે જીવનમાં અદમ્ય પુરુષાર્થ કરી સર્વથી વધુદુર્લભ સર્વવિરતિ ધર્મ મેળવ્યો.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અ.૩, ગા.૧માં સર્વવિરતિ ધર્મની મહાદુર્લભતા દર્શાવી છે: १७चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो ।
माणुसत्तं सुई सध्दा संजमम्मि य वीरियं।। અર્થ: આ વિશ્વમાં જીવાત્માને ચાર પરમ અંગોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં પરાક્રમ.
ઉત્તરોત્તર વધુને વધુદુર્લભ અંગોની પ્રાપ્તિ ઘણી પુણ્યરાશિ એકઠી થતાં થાય છે. આ ચાર અંગોની પ્રાપ્તિ કરી જિનાજ્ઞા પ્રમાણે વર્તનાર સાધક ધીથી સંચિત અગ્નિની શિખાની જેમ ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરે છે. તેઓ સર્વદેવોના સુખથી અધિક સુખનો અનુભવ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org