________________
૨૬૮
ક્ષીણ થાય નહીં તેવા કર્મોને સમભાવથી વેદી લેવાની કુશળતા એ મોક્ષસાધક પુરુષાર્થ છે. •
ચરમાવર્તકાળમાં પુરુષાર્થની પ્રધાનતા છે. શ્રી હરિભદ્રસૂરિ રચિત વીશ વિશિંકામાંથી ચોથી ચરમાવર્ત વિંશિકામાં ચરમાવર્તકાળને “ધર્મયૌવનકાળ” કહ્યો છે. પુરુષાર્થની વધુ શકયતા યુવાનીમાં હોય છે કારણકે શારીરિક બળ વધુ હોય છે, યુવાનીમાં લોહી ગરમ હોય છે, તેમ ચરમાવત કાળમાં ધર્મ યુવાનીનો કાળ હોવાથી પુરુષાર્થ સફળ બનવાની શકયતા ધરાવે છે.
આત્મવિકાસમાં અવરોધક બળ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગને દૂર કરી પ્રતિપક્ષી સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, અકષાયીપણું અને અયોગીપણું પ્રગટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરી જીવ નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
મિથ્યાત્વ જતું નથી ત્યાં સુધી વસ્તુતઃ એક પણ ગુણની પ્રાપ્તિ થતી નથી. સમ્યફ્ટ એ તત્ત્વભૂત પદાર્થો પર સાચી શ્રદ્ધા સ્વરૂપે છે. તેને પામવાનો પુરુષાર્થ મુમુક્ષુ સાધક માટે અનિવાર્ય છે. બાર પ્રકારનાં તપ વડે પૂર્વકૃત કર્મ ખપે છે, નિર્જરા થાય છે અને સંવરરૂપ ક્રિયાભ્યાસ વડે નવીન આવતાં કર્મો અટકાવી શકાય છે.
બાર પ્રકારની ભાવના, ષડાવશ્યક, સમિતિ-ગુપ્તિ, બાર પ્રકારના તપ, વ્રત-પ્રત્યાખ્યાન આદિ અનુષ્ઠાનોમાં ઉધમવંત સાધક કષાયોથી મુકત થઇ શકે છે.
વષય મુવિત્તઃ નિમુવિત્તવ - કષાયજનિત પ્રવૃત્તિનો પરિત્યાગ કરી આત્મસ્વરૂપમાં રમણતા કરવાનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન છે. આર્ત-રૌદ્ર ધ્યાનમાંથી ચિત્તને હટાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્યથી ભરપૂર ધર્મધ્યાન અને મનની આત્યંતિક સ્થિરતા રૂપ શુકલધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરવાનો પ્રયાસપરમ પદને પમાડે છે.
“જ્ઞાનસાર' અષ્ટકના સાતમા ઇન્દ્રિય અષ્ટકમાં કહ્યું છે: १२"बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिंचकांक्षसि ।
तदेन्द्रयजयं कर्तुस्फोरयस्फारपौरुषम् ।।१।। ભવ તણો જો ભય હોય તને, મોક્ષ પ્રાપ્તિ ઇરછે અને;
ઇન્દ્રિય જય કરવાને ત્યાંય, દિવ્ય પુરુષાર્થપ્રવર્તાવ ત્યાંય..૧ અર્થ: જો તું સંસારથી ભયભ્રાન્ત છે અને મોક્ષના લાભને ઈચ્છે છે તો ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે દેદીપ્યમાન પરાક્રમ ફોરવ.
આગમ સાહિત્યમાં પુરુષાકર પરાક્રમ (કાર્ય કરવામાં ક્રિયાન્વિત) કરવાનો નિર્દેશ છે. ભગવાન મહાવીર સ્વામી કહે છે, તું પરાક્રમ કર, વીર્યનું ગોપન ન કર. બંધન અને મોક્ષ તારી હથેળીમાં છે. પુરુષાર્થની મંદતાથી અધ્યાત્મના ક્ષેત્રે વિકાસમાં અવરોહ શરૂ થઇ જાય છે અને પુરુષાર્થની તીવ્રતા આરોહની ગતિને વેગવંતી બનાવે છે.
રોહિણેયકુમારને આ ભવચેષ્ટા ઘર ઘર રમતા બાળકની ધૂલી ચેષ્ટા જેવી તુચ્છ, અસાર, કૃત્રિમ જણાતાં પ્રયત્નપૂર્વક, પુરુષાર્થ વડે સંયમ સ્વીકાર્યો. સંયમ સ્વીકારીને તપરૂપી અગ્નિમાં કર્મોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org