________________
૨૬૦
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવા માટે ભવિતવ્યતાની પ્રધાનતા જોઇએ. ત્યારબાદ સમ્યક્ત્વ પ્રાપ્તિ અને કેવળજ્ઞાન પ્રાપ્તિમાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે. ઘાતી કર્મોનો ક્ષય ઉધમથી થાય છે. અઘાતી કર્મનો ક્ષય ભવિતવ્યતા અનુસાર છે જેમકે આયુષ્ય કર્મ ક્ષય થયા પછી જ મોક્ષ શકય બને છે.
રોહિણેયકુમારની નિયતિ અનુસાર તેને સમવસરણ પાસેથી જતાં કાંટો વાગ્યો અને જિનેશ્વર ભગવંતના વેણ કાને પડયા તેની નિયતિમાં તેવું જ લખાયેલું હતું. વળી, પ્રભુએ આપેલી દેવા ભવની દેશના અને મહામંત્રી અભયકુમારે રચેલી દેવભવની યુક્તિનિયતિને જ આભારી છે. (૪) પૂર્વકૃત કર્મ
પૂર્વભવમાં કે વર્તમાન ભવમાં જીવે બાંધેલા કર્મો પૂર્વકૃત કર્મ છે. પ્રત્યેક જીવ દ્વારા કરાયેલાં કર્મો સત્તામાં હોય છે. જીવ કર્મોને આધીન છે. સંસારની વિચિત્રતા અને વિષમતાનું મુખ્ય કારણ કર્મ છે. પૂર્વકૃત કર્મના કારણે શ્રી આદિનાથ ભગવાનને ચારસો દિવસ સુધી અન્ન-જળ ન મળ્યું. શ્રી મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાયા.
જૈનદર્શનાનુસાર જીવ પુરુષાર્થથી પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, ઉદીરણા આદિ દ્વારા ફેરફાર કરી શકે છે, તેમ છતાં જીવોનાં પર્યાયો, અવસ્થામાં કર્મોનું પ્રભુત્વ હોય છે. અધ્યાત્મનું પ્રથમ સોપાન સમ્યક્ત્વ છે. તેની પ્રાપ્તિ પણ આઠ કર્મોમાં આયુષ્ય સિવાયનાં બાકીના સાત કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિ બને ત્યારે જ જીવ ગ્રંથિદેશને પામી શકે છે. અહીં કર્મની મુખ્યતા છે. ગ્રંથિદેશે આવ્યા પછી અપૂર્વકરણમાં પુરુષાર્થની પ્રધાનતા આવશ્યક બને છે.
રોહિચકુમારને ચોરી જેવું અકૃત્ય કરવું પડ્યું તેમાં પાપ કર્મની જ પ્રધાનતા છે. વળી, તેને કર્મલઘુતાથી સર્વવિરતિ ધર્મમળ્યો. સંચમધર્મમાં પુરુષાર્થ કરી તેણે ભીતરની અમીરીના દર્શન કર્યા. (૫) પુરુષાર્થ
" કાર્ય સિદ્ધિ માટે થતો શ્રમ કે પ્રયત્ન તે પુરુષાર્થ છે. પુરુષાર્થથી વિદ્યા પ્રાપ્ત થાય છે. મધમાખીઓ મધ, કરોળિયાઓ જાળાં અને પક્ષીઓ માળા પોતાના પુરુષાર્થ -ઉધમથી બનાવે છે. નિરુધમી મનુષ્ય, પશુ-પક્ષી ભૂખે મરે છે. કાળ, સ્વભાવ, નિયતિ કે પૂર્વકૃત કર્મનો સુયોગ હોવા છતાં જીવ પુરુષાર્થ ન કરે તો પૂર્વોકત ચાર સમવાય સફળતા પ્રાપ્ત કરાવી શકે નહીં. પૂર્વકૃત કર્મોમાં ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, ઉદીરણા જેવા પરિવર્તનને પુરુષાર્થના કારણે અવકાશ રહે છે.
આત્માને સકલ કર્મોથી રહિત શુદ્ધ આત્મા બનાવવો તે સાધકનું મુખ્ય ધ્યેય છે. તે માટે કર્મો સાથે આંતરિક સંગ્રામનો પુરુષાર્થ કરનાર મહાવીર બની શકે છે. શ્રવણ ભગવાન મહાવીર પ્રચુર. કર્મોને કાપવા અનાર્ય દેશમાં ગયા. મૂઢ, સ્વાર્થી અને નિષ્ફરતાના કારણે પૈશાચિક કૃત્ય કરનારા અનાર્યલોકો વચ્ચે કર્મનિર્જરાનાં કારણ શોધી મહાવીર બન્યા. , ગજસુકુમાર મુનિએ માથે અંગારાની વેદના સહન કરી સિદ્ધિ મેળવી. ભોગવ્યા વિના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org