________________
૨૬૬
રોહિણેયકુમાર ભવ્ય જીવ હતો તેવું કડી-૩૨૮ અનુસાર જણાય છે. કારણ કે તે ભવિષ્યમાં મોક્ષગતિમાં જશે. વળી, તેને સર્વથા કર્મથી મુક્ત થવાની ઈચ્છા થઈતે જ બતાવે છે કે તે ભવ્યાત્મા છે. (૩) નિયતિઃ
નિયતિ એટલે ભવિતવ્યતા. પદાર્થોમાં વિવિધ પ્રકારની પરિણતિની ચોકકસ પ્રકારે નિશ્ચિતતા હોય છે તેને નિયતિ કે ભવિતવ્યતા કહેવાય છે. નિયતિમાં પ્રથમથી જ નિર્ધારિત હોય છે, તેમાં પુરુષાર્થથી કોઇ ફેરફાર થઇ શકતો નથી. “જે થવાનું હોય તે થઇને જ રહે છે. જયાં કર્મ વગેરે કારણો ગૌણ હોય અને ચોક્કસ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યાં ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. "
દ્વારકા બળી જશે એવું શ્રીકૃષ્ણ વાસુદેવ જાણતા હતા છતાં કોઇ પુરુષાર્થ કે પ્રયત્નથી સફળતા પ્રાપ્ત ન થઇ. ધરતીકંપ, પૂર આદિ કુદરતી હોનારતમાં સેંકડો માણસો મૃત્યુ પામે છે ત્યારે વિકટ પરિસ્થિતિમાં સલામત રહેનારા નિયતિને જ બળવાન માને છે. આજિવકમત નિયતિવાદી છે.
અનાદિ નિગોદમાં રહેલા અનંત જીવોમાંથી જે જીવનો ભવિતવ્યતાનો પરિપાક થયો હોય તે જ જીવ નિગોદનું સ્થાન છોડી અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ
વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ મુકિતની યોગ્યતા હોવા છતાં ભવિતવ્યતાના વશથી ઘણા જીવો અધ્યાત્મના ઉચ્ચ શિખરે ચઢી શકતાં નથી. જેમકે વર્તમાન કાળે ભરત ક્ષેત્રમાં પાંચમો આરો ચાલી રહ્યો છે. આ આરામાં કોઇ પણ જીવ ગમે તેટલી સાધના - આરાધના કરે છતાં સાતમા ગુણસ્થાનથી આગળ વધી ન શકે, તેથી અહીંથી મોક્ષમાં ન જઇ શકે. પણ હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષ મેળવી શકે છે તેથી કાળ અપેક્ષાએ ભરતક્ષેત્રમાં આ ભવિતવ્યતા પ્રાપ્ત થતી નથી, તિર્યંચનો જીવ પાંચમા ગુણસ્થાનકથી આગળ ન જઇ શકે.
સ્વભાવ અપેક્ષાએ ભવ્યત્વ સ્વભાવવાળા જીવાત્મામાં મોક્ષે જવાની ભવિતવ્યતા રહેલી છે. પણ બીજા કારણોનો સુમેળ ત્યાં જરૂરી બને છે.
તીર્થંકર પુરુષ જ હોય, સ્ત્રી નહીં. પ્રસ્તુત અવસર્પિણી કાળમાં ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથ ભગવાન સ્ત્રીરૂપે હતા. આમ, નિયતિમાં છેદ પડયો તેથી અચ્છેરું (આશ્ચર્યજનક ઘટના) બન્યું. (આ અવસર્પિણી કાળનાં દશ અચ્છેરાં છે.)
દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ચોવીસ જ તીર્થકર થાય, ૬૩ શલાખાપુરુષમાંથી નવ વાસુદેવ નિયમા નરકે જાય આ પણ એક ભવિતવ્યતા જ છે. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ સમયે ઇન્દ્ર ભગવાનને વિનંતી કરી કે ભસ્મરાશિનો મહાગ્રહ સંક્રમણ કરે ત્યાં સુધી એક ક્ષણ સુધી આપની જીવન ઘડી લંબાવો, જેથી દુષ્ટ ગ્રહનું ઉપશમન થઇ જાય પણ મહાપુણ્યશાળી કેવળજ્ઞાની પરમાત્મા આયુષ્યની એક ક્ષણ પણ વધારી કે ઘટાડી ન શકયા!ત્યાં ભવિતવ્યતાની પ્રધાનતા છે. ભવિતવ્યતા ને કોઇ અટકાવી શકતું નથી.
ભવિતવ્યતાના આધારે પાંચમા આરામાં મોક્ષ નથી પરંતુ પરંપર કારણથી મોક્ષ મળશે માટે પુરુષાર્થ અતિ આવશ્યક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org