________________
૨૦૦
શ્રમણ ધર્મનું સુખ
શ્રી ભગવતી સૂત્રના ૧૪/૯/૫૩૦માં સંચમીની સુખ વૃદ્ધિની તુલના દેવોના સુખ સાથે કરી છે:
“એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તેજલેશ્યાને ઓળંગી જાય છે. એમ વધતાં વધતાં બાર માસના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુત્તરોપપાતિક દેવોની તેજોલેશ્યા આળંગી જાય છે.” ત્યાર બાદ તે સાધુ ઉત્તરોત્તર અખંડપણે સંયમ ધર્મમાં પ્રવર્ધમાન થઈ સિદ્ધ બને છે.
સાધુપણાના આચારોથી યુક્ત મહાત્માને (પંચસૂત્ર, સૂ.૨૫ની ટીકાર્થમાં) શાસ્ત્રકારોં યોગી'ની ઉપમા આપે છે.
सम्यक्त्वज्ञान चारित्रयोगः सद्योग उच्यते।
एतधोगाध्दि योगी स्यात् परमब्रहमसाधकः।। અર્થ: સમ્યક્ત, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણના સંબંધને સમ્યમ્ યોગ કહેવામાં આવે છે. આ ત્રણના ત્રિવેણી સંગમથી જ મોક્ષસાધક યોગી બને છે.
"मन्यते यो जगतत्त्वंस मुनि परिकीर्तितः।
सम्यक्त्वमेव तन्मौनं, मौनं सम्यक्त्वमेव च।। અર્થઃ જે જગતના તત્વને જાણે છે (માને છે, તેને આચાર્યો ‘મુનિ' કહે છે. તે મુનિપણાના વિષે જ સમ્યક્ત્વ રહેલું છે. જે મુનિપણું છે તે સમ્યક્ત્વ જ છે.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા એ પાંચ લક્ષણો સહિત, જીવ-જીવાત્મક જગતને જાણનારા, તે જ પ્રમાણે આચરણ કરનારા ‘મુનિ' કહેવાય છે. સમ્યગદર્શન વડે આત્મતત્ત્વ નિર્ધારિત કરેલ, સમ્યજ્ઞાન વડે આત્મસ્વરૂપનું ઉપાદેયપણું જાણેલ અને સમ્મચારિત્ર રૂપ આત્મા રમણતામાં ચર્ચા કરવી તે ‘મુનિપણું” છે. સંક્ષેપમાં મોક્ષમાર્ગ પર ચાલનારો યોગી અયોગી બને છે.
: ૨૦ સોભાગી સંયમ વરઇ, હુઉ વીરનો સષ્ય, તપ ઉપશમનો કુપલો, દીસઇ નર ગુણ લખ્યા
•.. ૩oo અર્થ: સૌભાગ્યશાળી આત્મા જ સંયમધર્મને વહન કરી શકે છે. રોહિણેયકુમાર ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય બન્યો. તે તપ અને ઉપશમ રસનો જાણે કૂવો (કુપલો) ન હોય! (જેમ કૂવામાં નીચેથી સરવાણી ફૂટવાથી પાણી આવ્યા જ કરે, વધ્યા જ કરે; તેમ ઉપશમ રસ વધ્યા જ કરે.) તે લાખો (અનેક) ગુણોથી દીપતો હતો.
...૩૦૦ ઢાળઃ ૧૬ રોહિણેય મુનિની સંયમ સાધના
| (દેશી પુણ્યવંતા જગી તે નરા) લખ્ય ગુણૅ કરી દીપતો, પાસઇ વરત નર સારરે; પંચ સૂમતિ બણિ ગુપત્યસ્યુ, લીઇ નીરસ સ્થૂધ આહાર રે; લખ્ય ગુણે કરી દીપતો... આંચલી
•.. ૩૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org