________________
૨૬૧
તેથી જ કોઈ સાધકે કહ્યું છેઃ
“કયારે બનીશ હું સાચો રે સંત;
કયારે થશે મારા ભવનો રે અંત.”
સાધુતાનો વેશ સજી રોહિણેયકુમાર ભગવાન મહાવીર પાસે પુલકિત હદયે આવ્યો. ચક્રવર્તીને નવ નિધાન પ્રાપ્ત થતાં જેટલો આનંદ થાય તેથી વધુ આનંદ રોહિણેયકુમારને થયો. દુનિયાની સૌથી શ્રેષ્ઠ વસ્તુ જાણે આજે પ્રાપ્ત થવાની ન હોય! તેનું મન શુભ ભાવોથી છલોછલ ભરેલું હતું. અકથનીય આનંદની અનુભૂતિ તેને વર્તાઇ રહી હતી. તેણે ભગવાન મહાવીર સમક્ષ ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કરી દીક્ષાના દાન માટે અનુનયપૂર્વક વિનંતી કરી.
ભગવાન મહાવીરે સહર્ષ છકાયના સર્વ જીવો સાથે મૈત્રી બંધાવતાં પંચમહાવ્રતના પ્રત્યાખ્યાન કરાવ્યા. તે જ પળથી રોહિણેયમુનિ ભગવાન મહાવીરના શિષ્ય તરીકે જાહેર થયા. રોહિણેયમુનિએ બહુમૂલ્ય ચિંતામણિ રત્નથી વધુ કિંમતી સંયમરૂપી રત્ન મેળવ્યું. સંયમ (શ્રી ભગવતી સૂત્ર, શ. ૨૫/૦)
પાંચ સમિતિ સહિત મહાવ્રત ધારણ કરવામાં આવે છે તેને “સંયમ' કહેવાય છે. યમ - નિયમપૂર્વક, ઇન્દ્રિયો પર નિયંત્રણ અને મનને સંયમિત કરવા ભોગોપભોગ પદાર્થો પરની આસકિત ખેંચી લેવાથી જીવને સંયમ માર્ગે વાળી શકાય છે. વૃત્તિઓનું શુભ ભાવોમાં ઉર્વારોહણ કરવાથી અને ચિત્તને ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ભાવનાઓમાં જોડવાથી પદાર્થ અને સંસારપ્રત્યેની આસકિત તૂટે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર' ૫/૨/૩૧માં સંયમના પાંચ પ્રકાર દર્શાવેલ છે. "પંવિહે સંગમેuત્ત, તંગ-સામાફિયસંનમે, छेदोवठ्ठा वणियसंजमे, परिहारविसुद्धिय संजमे,
सुहमसंपराय संजमे, अहक्खायचरित्त संजमे ।।३१।। અર્થ: સંયમ પાંચ પ્રકારનાં છે. ૧) સામાયિક ચારિત્ર ૨) છેદોપસ્થાપનીય ચારિત્ર ૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર ૪) સૂમસંપરા ચારિત્ર ૫) યથાખ્યાત ચારિત્ર. ૧) સામાયિક ચારિત્ર સમ્ + આય = સામાયિક. સમ એટલે રાગ દ્વેષ રહિતપણું, આય એટલે જ્યાં તે પ્રાપ્ત થાય છે. જેને કરી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ થાય છે, જેમાં સાવધયોગ (૧૮પાપ) નો ત્યાગ. થાય અને નિરવધ યોગનું સેવન થાય તે સામાયિક ચારિત્ર છે. ૨) છેદોપસ્થાપનીય ચારિત્ર : પૂર્વ પર્યાયનો છેદ કરીને પુનઃ પાંચ મહાવ્રત ધારણ કરવા તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. આ ચારિત્ર ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં હોય છે. તેના બે ભેદ છે. ૧) સાતિચારઃ પૂર્વ સંયમમાં દોષ લાગવાથી જઘન્ય ૧ દિવસ, ઉત્કૃષ્ટ૬ માસનો છેદ તથા નવી દીક્ષા આપે. ૨) નિરતિચાર શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે અથવા વડી દીક્ષા આપવામાં આવે તે નિરતિચાર ચારિત્ર છે. ૩) પરિહારવિશુદ્ધ ચારિત્ર : જેમાં પરિહાર = તપ વિશેષથી કર્મ નિર્જરારૂપ શુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધ ચારિત્ર છે. આ ચારિત્રમાં અઢાર માસ સુધી વિશિષ્ટ પ્રકારની તપ આરાધના કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org