________________
૨૬ર
આવે છે. આ ચારિત્ર ભરત અને ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં હોય છે. , છેદોપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધ ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં કયારેય ન હોય. સાધ્વીજી આ ચારિક ગ્રહણ કરી શકે નહીં. ૪) સૂક્ષ્મસંપરાય ચારિત્ર: મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ થાય અને ફકત સૂક્ષ્મ લોભરૂ કષાય ઉદયમાં રહે તે સૂક્ષ્મપરાય ચારિત્ર છે.
ઉપશમ અને ક્ષપક શ્રેણીમાં ચઢતાં કે ઉપશમ શ્રેણીથી ઉતરતાં દશમા ગુણસ્થાનકે આ ચારિત્ર પ્રાપ્ત થાય છે. ૫) યથાખ્યાત ચારિત્ર: મોહનીય કર્મની અઠયાવીસ પ્રવૃતિઓ સર્વથા ઉપશાંત અથવા સર્વથા ક્ષય પામે અને વીતરાગ દશા પ્રાપ્ત થાય તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ ચારિત્રના આચરણથી જન્મ, જરા અને મરણરહિત એવુંમોક્ષરૂપ સ્થાન પ્રાપ્ત થાય છે.
સામાયિક આદિ પ્રથમ ચાર ચારિત્રની અવસ્થા મોહનીય કર્મના ક્ષયોપશમથી અને યથાખ્યાત ચારિત્રની અવસ્થા મોહનીય કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
સંયમનું ફળ દર્શાવતાં “શ્રી દશવૈકાલિક સૂત્ર' અ. ૩માં કહ્યું છે: १६खवेत्ता पूवकम्माइंसंजमेण तवेणय।
सिद्धिमग्ग मणुप्पत्ता ताइणो परिनिव्वुण।। અર્થ: સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરીને સંયમી પુરુષો સિદ્ધિ માર્ગને પ્રાપ્ત કરી પરિનિવૃત્ત (મુકત) બને છે.
ખાણમાં ઉત્પન્ન થયેલું સુવર્ણમાટીના સંબંધવાળું જ હોય છે છતાં તેજાબ આદિપ્રક્રિયાઓ દ્વારા તે શુદ્ધ થઇ શકે છે, તેમ આત્મા પૂર્વથી કર્મના સંબંધવાળો જ છે છતાં કર્મ બંધના હેતુથી તપે તો જૂના કર્મમળ દૂર થાય છે. સંવર દ્વારા નવા કર્મબંધ અટકે છે અને નિર્જરા દ્વારા પૂર્વ સંચિત કર્મખરે છે. આમ, આત્મા સર્વથા મુક્ત બને છે.
“કષાયના કારણ થકી જીવ ગ્રહે પુદ્ગલ ગંજ; થાય આવરણ સ્વરૂપનું, રહેશે સદા એનો રંજ, ચારિત્ર મળે તો મળી જશે, વિશુદ્ધ રત્નપુંજ,
જયમ વર્ષા આવતાં ખીલી ઉઠશે બાગમાં કુંજ-કુંજ”
ચારિત્ર એ કર્મપુજને ખાલી કરવાની સંવર સાધના છે. જેમ વર્ષાના આગમનથી સર્વત્રા હરિયાળી છવાઈ જાય છે, ધરતી ખીલી ઉઠે છે, તેમ સમ્યક્રચારિત્રની સાધનાથી વિશુદ્ધિ વધતાં કર્મક્ષયથી આત્મગુણો મહેકી ઉઠે છે.
શ્રી હરિભદ્રસૂરિજીએ સખ્યત્વ સપ્તતિ' ગ્રંથમાં કર્મબંધના કારણો દષ્ટાંત સહિત કહ્યાં છે
कत्ता सुहासुहाणं कम्माण कसायनेयमारहिं ।
मिउदंड चक्रचीवर सामग्गिवसा कुलालुव्य ।। અર્થ: કુંભાર માટી, દંડ, ચક્ર, ચીવર આદિ સામગ્રીઓ વડે ઘડો નિર્માણ કરે છે, તેમ જીવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org