________________
લેખન શૈલીના લક્ષણો જળવાઈ રહ્યાં છે.
કવિએ પ્રસ્તુત રાસમાં સરળ ગુજરાતી ભાષા સાથે મોટિ',દુર્ગ’, ‘ચોકી’, ‘સહી' જેવાં હિન્દી શબ્દોનો પ્રયોગ પણ કર્યો છે. 'અ' શબ્દ કોઈક જગ્યાએ વધારાનો હોવાથી શબ્દપૂર્તિમાં અડચણરૂપ બનતાં કેટલીક જગ્યાએ () માં મૂક્યો છે. રોહિણેય રાસતિની કાવ્ય દષ્ટિએ સમીક્ષા
મધ્યકાલીન જૈન સાહિત્યમાં મુખ્યત્વે રાસ, પ્રબંધ, ફાગુ, બારમાસી, છપ્પય, વિવાહલો, છંદ, માતૃકા, કક્કા, સઝાય, પૂજા, બાલાવબોધ જેવી વૈવિધ્યસભર કાવ્ય રચનાઓ જોવા મળે છે તેમાં રાસ, પ્રબંધ, ફાગુ, અને વિવાહલો વગેરે ચરિત્રાત્મક કાવ્ય પ્રકારો છે.
ડૉ. જોન્સન કાવ્યની પરિભાષા કરતાં કહે છેઃ કવિતા કળા છે, જે કલ્પનાની સહાય લઈ બુદ્ધિ દ્વારા સત્યને આનંદથી જોડી દે છે.*
મધ્યકાલીન યુગમાં “રાસા'કાવ્ય પ્રકાર જૈન કવિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ખેડાયો. સંસ્કૃતમાં 'રાસ' એટલે સમુહ નૃત્ય. રાસ શબદ નૃત્ય કીડના અર્થમાં અભિપ્રેત થયો છે. રાસ એ આખ્યાનરૂપે લાંબા ગેય કાવ્યરૂપે અને ટૂંકા ઉર્મિકાવ્યરૂપે જૈન સાહિત્યમાં જોવા મળે છે.
આ રાસ કાવ્ય પ્રકારોમાં મોટેભાગે ઐતિહાસિક પાત્રો, ધર્મિષ્ઠ ચારિત્રવાન પુરષોનું ચરિત્ર નિરૂપણ જૈન કવિઓ દ્વારા થયું છે. કથાના માધ્યમે લોકોને તત્ત્વદર્શન કરાવવાનું રાસકર્તાનું મુખ્ય અભિપ્રાય રહ્યો છે.
ભારતીય કાવ્ય પરંપરામાં કાવ્ય સર્જનનો હેતુ મુખ્યત્વે વ્યવહાર જીવનમાં સદાચારના ગુણોની ખીલવણી અને સાથે સાથે અધ્યાત્મ માર્ગે ઉન્નતિનો છે. સર્જક સ્વાન્તઃ સુખાય રચના કરતો. નથી પરંતુ ભાવુક વર્ગને પોતાની સર્જનાત્મક અનુભૂતિમાં સહયોગી બનાવી ઓછા વત્તા અંશે ડૂબકી મરાવે છે. મધ્યકાલીન સાહિત્ય ધર્મના પ્રેરક બળથી સર્જાયેલું હોવાથી તેની ફલશ્રુતિમાં ધર્મનો પ્રભાવ જોવા મળે છે.
પ્રસ્તુત રાકૃતિમાં જૈન કવિહૃદય શ્રાવક બહષભદાસ ધર્મની શ્રેષ્ઠતા અને જિનવાણીની મહત્તા ઉપદેશે છે. જૈન પરંપરામાં રોહિણેયકુમારની કથા ખૂબ પ્રચલિત છે. .
પ્રસ્તુત રાસ દુહા, ઢાળ અને ચોપાઈમાં વિભક્ત છે. દુહામાં વિષય વસ્તુનો ઉલ્લેખ કર્યા પછી ઢાળમાં તેનો વિસ્તાર છે. ઢાળમાં વિવિધ પ્રકારની ગેય દેશીઓ, શાસ્ત્રીય રાગ અને માત્રામેળ છંદનો સંયોજન થવાથી એક સુંદર કાવ્યરચના બની છે. કવિ પોતાના વક્તવ્યને સુંદર, સચોટ અને આકર્ષક રીતે વ્યક્ત કરવા અલંકારોનો સમુચિત પ્રયોગ કરે છે.
કવિએ શ્લેષ, ઉપમા, રૂપક, જેવા અલંકારોનું નિરૂપણ કર્યું છે. વળી, વર્ણાનુપ્રાસ શબ્દાલંકાર યોજીને પદને કંઠસ્થ કરી શકાય તેવું બનાવ્યું છે. કવિની આ રાસકૃતિમાં વર્ણાનુપ્રાસ અલંકારનો છૂટથી ઉપયોગ થયો છે. કેટલાક ઉદાહરણો દ્વારા કાવ્યરસને માણીએ.
........................... *કલિકાલકલ્પતરુ, લે. ડૉ. જવાહર પટની, પૃ. ૬૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org