________________
રોહિણેય રાસનો પ્રત પરિચય
પ્રસ્તુત રાસના પ્રારંભે ભલેમીંડું છે, જે મંગલાચરણની નિશાની છે. દરેક ચરણાંતે આંકણી લખી કડીની સંખ્યા લખી છે. આ રાસ કુલ ૩૪૪ કડીમાં પથરાયેલો છે. દરેક કડીમાં વિસર્ગ ચિહ્ન છે. પત્રની બંને બાજુ હાંસિયા છે. પત્રની બંને બાજુ દંડ કે તિલક કરવા માટે જગ્યા છોડી છે. આ પ્રતમાં મુખ્ય પૃષ્ઠ ઉપર પાના નંબરની આંકણી લખી છે.
સમકિતસાર રાસમાં દરેક પૃષ્ઠ ઉપર અને મધ્યમાં તેમજ ડાબી તરફ લાલ રંગના ત્રણ તિલક છે અને મધ્યમાં ચોરસ ચોકડીની વિશિષ્ટ પ્રકારની આકૃતિ સુશોભિત છે. તે ચોકડીની મધ્યમાં તિલકનું સુશોભન છે, જે લાલ રંગનું છે તેવું પ્રસ્તુત રાસ કૃતિમાં નથી.
પ્રસ્તુત રાસની ફોટોકોપી(પ્રત) શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા(ગાંધીનગર)થી મળી છે. કવિની આ રાસકૃતિની વિશેષતા એ છે કે આ હસ્તપ્રત કવિ ત્રઢષભદાસ દ્વારા સ્વયં લિખિત છે. આ હસ્તપ્રતનોડાભડા ક્રમાંક ૧૩૮૦૦ છે.
આ રાસમાં કુલ ૩૨ પત્ર છે. દરેક પત્ર પર ૧૩ પંક્તિઓ લખેલી છે. આ રાસકૃતિના પત્રની ઊંચાઈ ૧૦ સે.મી. અને પહોળાઈ ૨૩ સે.મી. છે. દરેક પંક્તિની અક્ષરોની સંખ્યા અનિશ્ચિત છે. આ પ્રતની સ્થિતિ મધ્યમ છે.
આ પ્રતના અક્ષરો મોટા, સ્વચ્છ, સુઘડ અને સ્પષ્ટ છે, જેથી વાંચવામાં તેમજ ભાષાંતર કરવામાં ઘણી સુગમતા રહે છે. કવિ એ આ રાસકૃતિમાં સરળતાથી સમજાય તેવા શબ્દોમાં આલેખના કર્યું છે. આ શબ્દો અત્યંત બાજુબાજુમાં કે છૂટાં છૂટાં નથી. આ પ્રસ્તુત રાસ સમકિતસાર રાસ (સં. ૧૬૦૮) પછી લગભગ એક દાયકા પછી સં. ૧૬૮૮માં રચાય છે. કવિ ષભદાસની ઉપલબ્ધ રાસકૃતિઓમાં આ અંતિમ રાસકૃતિ મનાય છે. તેમાં દુહા ૨૨, ઢાળ ૧૦ અને ચોપાઈઃ (૦ની કવિએ ગૂંથણી કરી છે. તેમણે દરેકઢાળને જૂની દેશી ભાષામાં ઢાળી છે.
- આ રાસ પોષ માસ, સુદ સાતમ, ગુરુવાર, શુભ મુહૂર્ત, શુભ નક્ષત્ર અને સુકાળમાં ખંભાત, નગરીમાં રચાયો છે, એવું કવિ ઢાળઃ ૧૦ કળશ કાવ્યમાં જણાવે છે.
- કવિએ ઘણી રાસકૃતિઓ ગુરુવારે રચિ છે, તેમ પ્રસ્તુત રાકૃતિનું કવન પણ ગુરુવારે પ્રારંભ કર્યું છે, જે તેમની વિદ્યાપ્રીતિ દર્શાવે છે. ભાષાપ્રભુત્વઃ
પ્રસ્તુત રાસકૃતિની ભાષા મારુ ગુજરાતી છે, તેના પદો સ્પષ્ટ, વિષયગ્રહીત મજબૂત અને પદ લાલિત્ય સુંદર છે. તેમણે પોતાની આવડતનું પ્રદર્શન કરી અકારણ ભાષાનું પોત ગૂંચવ્યું નથી. કવિખંભાતના વતની હતા તેથી તેમની આ રાસકૃતિમાં ચરોત્તરી બોલીનો પ્રભાવ છે. સંભવ છે કે તે સમયે સામાજિક વ્યવસ્થામાં આ ભાષા પ્રચલિત હશે અને જનસામાન્યને આ ભાષા પ્રત્યે બહુમાન ભર્યો અભિગમ હશે. આ પ્રતની ભાષા જૂની છે તેમાં પડિમાત્રાનો છૂટથી ઉપયોગ થયો છે. તેમાં જૂની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org