________________
૫૩
ચેતના છે. દશ યતિધર્મ તેના દશ પ્રાણ છે. દશ યતિધર્મનો તિરોભાવ છઠ્ઠા ગુણસ્થાનકે થાય છે ત્યારે ચેતન ચેતનાનું મધુર મિલન થાય છે.
સંયમ (ચેતના) વિના અપવર્ગના શાશ્વત સુખો કે કેવળજ્ઞાનનો ભાસ્કર પણ ઉદિત થતો નથી. કવિ ષભદાસે ઉપરોકત કડીમાં વ્યવહારિક વાતોમાં અધ્યાત્મિક ભાવના પ્રાણ પૂર્યા છે.
જેમ મૃગાપુત્રની સંયમની ઉત્કંઠા, દઢતા અને અભિરુચિ જોઇમૃગારાણીએ સહર્ષ અનુમતિ આપી, તેમ રોહિણી દેવી જયારે પુત્રને વિજ્ઞપ્તિ કરવામાં અસમર્થ રહી ત્યારે પુત્રનો સંયમરૂપી અનુપમાં પ્રત્યેનો અપાર સ્નેહ જોઇ અત્યંત ઉદાર હદયખુશીથી દીક્ષાની અનુમતિ આપી.
શ્રી જ્ઞાતાસૂત્રમાં જેમ શ્રેણિક રાજા અને ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે માતા-પિતા પાસેથી દીક્ષાની અનુમતિ મેળવી, તેમ લોહખુર ચોરના પુત્ર રોહિણેયકુમારે માતા પાસેથી સંયમ રમણીને વરવા અનુમતિ મેળવી.
પ્રસ્તુત ચોપાઇમાં રોહિણેયકુમાર મહારાજા શ્રેણિક, મહામાત્યા અભયકુમાર, પ્રજાજનો, સ્વજનો અને માતા પાસેથી દીક્ષાની અનુજ્ઞા માંગે છે. આ પરંપરા વર્તમાન કાળે પણ અખંડપણે જણવાઇ રહી છે. આજે પણ મુમુક્ષુ સંઘની, માતા-પિતાની અને સંપ્રદાયની અનુમતિ મેળવી દીક્ષિત થાય છે. -
રોહિણેયકુમારને માતા તરફથી સંયમની સ્વીકૃતિની આજ્ઞા મળતાં જ તેના રોમરાયા અત્યંત પુલકિત બન્યા. તેના ગરવા મુખ પર સ્મિત ઝબક્યું. પરમાત્માની વહાલસોયી છત્રછાયા મળશે. પોતે બદષિમુનિઓની સેવા શુશ્રુષા અને શાસ્ત્ર વાંચનની અનુકૂળતા પામશે; આ વિચારે તેનું અંતર સંતોષની સુધાથી છલબલી ઉઠયું. તેણે તરત જ મહારાજ શ્રેણિક પાસે આવી અત્યંત વિનમ્ર સ્વરે હાથ જોડી કહ્યું, “હે પ્રજાપાલક! મારા મસ્તકે જિનેશ્વર ભગવંતનો હાથ મૂકાવી મને સનાથા બનાવો!મને દીક્ષાનું દાન અપાવો.”
- રોહિણેયકુમાર ચોર હોવાથી રાજ્યનો ગુનેગાર હતો. રાજાની અનુમતિ હાંસલ થાય તો જ તેને સર્વવિરતિ ધર્મમાં પ્રવેશ મળી શકે એવું અહીં સ્પષ્ટ થાય છે. વળી, પુત્ર-પરિવાર અને સંપત્તિથી ઘેરાયેલો વ્યક્તિ પણ 'અનાથ' છે પરંતુ ધર્મનું શરણું સ્વીકારનાર ‘સનાથ' થઈ શકે છે. આવા ભાવો ઉત્તરાધ્યયન સૂત્રના અ.૨૦ ‘મહા નિગ્રંથ'માં છે. અનાથી મુનિ મહારાજા શ્રેણિકને અનાથ-સનાથનો ભેદ સમજાવી બોધિબીજનું વાવેતર કરે છે.
મહારાજા શ્રેણિક અને મહામાત્યા અભયકુમાર મુમુક્ષુરોહિણેયકુમારને જોઇ અનહદ ખુશ થયાં. દીક્ષાર્થીના લ્હાવો લેવા તેઓ આનંદવિભોર બન્યા.
દુહા : ૧૯ વીર હાથિ મુઝનિં તમ્યો, દેવરાવો દીક્ષાય; શ્રેણીક અભઇકુમાર નઇ, હઇડઇ હરખ ન માયા
•.. ૩૦૦ અર્થ: હે પ્રાણનાથ ! પરમાત્માના સાનિધ્યમાં મને પુનિત દીક્ષા અપાવો.” રોહિણેયકુમારના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org