________________
૨૫૨
ન શકાય? કાલસૌરિક કસાઇના પુત્ર સુલસે આ શૃંખલાને બળપૂર્વક તોડી નાંખી. હલકા કુળમાં જન્મેલા સુલતકુમારને પણ વિવેકબુદ્ધિ જાગૃત થતાં સમજાયું કે, પાપકૃત્ય મહાભયંકર છે.”
ખરેખર! કસાઇ જેવા નીચ કુળમાં સુલકુમાર રત્ન સમાન હતો. તેણે ભગવાન મહાવીર પાસે શ્રાવકપણું સ્વીકાર્યું. રોહિણેયકુમારે દઢતાપૂર્વક માતાને કહ્યું, “હે માતા! જેમ સુલતકુમારે પાપમય વ્યાપારનો ત્યાગ કર્યો તેમ હું પણ મારા પૂર્વજોનો ચોરીનો વ્યાપાર સદંતર ત્યજી દઇશ. આવું કરતાં મને લેશમાત્ર લજ્જા નહીં આવે. વળી, મગધનરેશ પુનઃ ગરાસ પાછો સોંપશે જેથી તમારા ભરણપોષણની ચિંતા પણ ટળી જશે. હે માતા! મને હવે આ સંસારમાં કોઇ રુચિ નથી. મારો આત્મા અઢળક પાપકર્મોના બોજા નીચે દબાયેલો છે. હું તે સર્વ પાપકર્મોને સર્વવિરતિ રૂપી શસ્ત્ર વડે છેદવા ઇચ્છું છું. આપ મને આનંદપૂર્વક દીક્ષાની અનુમતિ આપો. આપણા પ્રજાપાલક મહારાજા શ્રેણિક મારો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે કરશે અને મહામંત્રી અભયકુમાર મારા વિવાહ સંયમરૂપી સ્ત્રી સાથે કરાવશે.માતા રોહિણી શ્રવી રહી. માતાના નેત્રોમાંથી આંસુખરી પડયાં.
કડી-૨૯૫ અનુસાર સંભવ છે કે ભગવાન મહાવીરના સમયમાં સમાજમાં એવી ચુસ્તતા હશે કે પિતાના પરંપરાગત સારા કે નઠારા કુલાચાર કે વ્યવસાયને પુત્ર ચોક્કસપણે નિભાવતો હશે. અન્યથા તે પુત્ર સમાજમાં વગોવણીને પાત્ર ગણાતો હશે. તેવા સમાજમાં સુલકુમાર અને રોહિણેય કુમાર અપવાદ રૂપ જ ગણાય.
કડી - ૨૯૯માં કવિએ સંયમને સ્ત્રીની ઉપમા આપી છે. કવિ અહીં રૂપક અલંકાર યોજે છે.’
જીવ (રોહિણેયકુમાર) રૂપી વરરાજાને સંયમરૂપી વધૂ વરમાળા પહેરાવવા આતુર છે. અહીં જીવ અને સંયમ વચ્ચે પ્રિયતમ અને પ્રિયતમાની કલ્પના કરવામાં આવી છે. '
કવિ શ્રી આનંદઘનજીએ વેરાવલ અથવા મારુ રાગમાં ચેતન ચેતનાની વિરહદશાને વર્ણવતું એક ઉત્તમ પદ લખ્યું છે, જે કવિત્રદષભદાસની કલ્પનાશકિત સાથે સામ્યતા ધરાવે છે.
पीया बिन सुध्धबुध्ध भूलि हो,
iૉદ્રનગાટુઃઇમહેનનરવેની હો.પીયા IIT •
આ જગતમાં સ્ત્રી પોતાના પ્રિયતમ વિના બેબાકળી બની ભમે છે. દમયંતી નળરાજાના વિરહથી અને સીતા રામના વિરહથી વ્યાકુળ છે. ચેતના પણ ચેતનના વિરહેદુઃખમહેલના ઝરુખે બેઠી બેઠી રાહ જુએ છે. જેમ કૃષ્ણ વજભૂમિ છોડી મથુરા ચાલ્યા ત્યારે પાછળ ગોપીઓની જે દશા થઇ તેવી દશા પ્રિયતમના વિયોગથી પ્રિયતમા અનુભવી રહી છે. પ્રિયતમને આવવાના ઘણા માર્ગ છે. તે જ્ઞાન, ભકિત, દેશવિરતિ કે સર્વવિરતિના માર્ગે આવી શકે છે. પ્રિયતમા આતુર નયને પ્રિયતમાની વાટ જોઇ રહી છે.
પ્રસ્તુત કડી - ૨૯૯ભાં સંયમરૂપી પ્રિયતમા (ચેતના) વરમાળા લઇને દ્વારે ઉભી જીવરૂપી પ્રિયતમની રાહ જુએ છે. અત્યાર સુધી ચેતન મિથ્યાજ્ઞાનમાં ઓતપ્રોત થઇ પ્રિયતમા (ભાવપ્રાણ, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યને) ખોઇ બેઠો હતો. ચેતનની ચૈતન્ય શકિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org