________________
૨૫૧
કક્ષાનું નિર્માણ કરે છે.
કર્મોની શૃંખલાની આંટીઘૂંટી ચેતનાને પોતાના વર્તુળોમાં બદ્ધ કરી પરાધીન બનાવે છે.
વીરતાપૂર્વક, વિવેકનું શસ્ત્ર ધારણ કરી ભીતરી સમરાંગણમાં આગળ ધપનાર વીરલા વ્યકિત કર્મોની શૃંખલાને કાપી આત્મતત્વને ભ્રમણાની જાળમાંથી મુકત કરાવે છે.
જેમ લોઢું ત્યાગનાર વ્યકિત પરદેશમાંથી સુવર્ણ, ચાંદી, રત્ન મેળવી માલામાલ થાય છે, તેમ દુષ્કૃત્યોનો ત્યાગ કરનારસુકૃત્યો દ્વારા પુણ્યરાશિ એકત્રિત કરી આત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
નવું અખંડ વસ્ત્ર મળતાં જીર્ણ વસ્ત્રને કોણ પરિધાન કરે? વિવેક શકિત જાગૃત થયા પછી શુંકોઈપૂર્વની અસપરંપરાને અનુસરેખરો?
પ્રસ્તુત ઢાળમાં કવિપરંપરાગત કુસંસ્કારોનું દફન કરવા તરફ અંગુલિનિર્દેશન કરે છે.
લોક સંજ્ઞાને જીતનારો લોકાચારના પ્રવાહની પ્રતિ સ્ત્રોતમાં ચાલે છે તેથી સંસાર રસિક જીવોની સંસારવર્ધક પ્રવૃત્તિમાં તે ભળતો નથી. લોક સ્વભાવ પ્રાયઃ અઢાર પાપસ્થાનક સેવવામાં લીન હોય છે જયારે પાપભીરુ સાધકપાપસ્થાનકોથી વિમુખ બની સંવર કરણીમાં રચ્યોપચ્યો રહે છે.
રોહિણેયકુમાર ઉપરોક્ત વાર્તાલાપમાં માતાને શરીર, સંબંધોની નશ્વરતા જણાવે છે. તેમજ પરિવારજનો પ્રત્યેનો મોહ છોડી અનિત્ય અને અશરણ ભાવના સમજાવી રહ્યો હોય તેવો સંકેત છુપાયેલો છે.
મહાભારત'ના સ્ત્રી પર્વના બીજા અધ્યાયમાં વિદુરજીએ આવી જ વાત કહી છે?
अदर्शनादापतिताःपुनश्चादर्शनं गतः।
મૈતે તવનતેષાંવંતત્રકારિદ્રવનાTI અર્થઃ જેને તમે તમારા માની રહ્યા છો, તે સર્વ અદર્શનથી આવેલા છે એટલે કે જન્મની પહેલાં તે અપ્રગટ હતા અને ફરી પાછા અદર્શનને પ્રાપ્ત થઇ જશે. વાસ્તવમાં તમે એમના નથી અને તેઓ તમારા નથી.
ઉપરોક્ત શ્લોકમાં અનિત્ય અને અશરણ ભાવનાનો રણકો છે. વળી, આ શ્લોકમાં વૈરાગ્યબિંદુ ટપકે છે. આ સંસારમાં જીવાત્મા એકલો આવ્યો છે અને એકલો જ જશે.
આ જગતના સર્વ સંબંધો ક્ષણિક અને અનિત્ય છે પછી કોણ આપણું અને કોણ પરાયું?” રોહિણેયકુમાર માતાને દષ્ટાંત આપી નિવેદન કરતાં કહે છે, “હે માતા! મારા પૂર્વજો પણ પાપકૃત્યો કરી આ જગતમાંથી ચાલ્યા ગયા. તેમણે દુષ્કૃત્યો કરી પોતાની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. શું હું તે જ ભૂલનું પુનરાવર્તન કરું? પેલા કાલસૌરિક કસાઇનો પુત્ર “સુલસ પણ કેટલો સમજુ નીકળ્યો. તેણે પિતાનો અનીતિનો વ્યવસાય છોડી શ્રાવકપણું (દેશવિરતિ ધર્મ સ્વીકાર્યું.!!”
માતાના હદયમાં સત્યનો પ્રકાશ થાય અને મિથ્યાત્વના અંધારા દૂર થાય તે માટે રોહિણેયકુમાર વિવિધ રીતે માતાને સમજાવે છે. અધર્મથી દુર્ગતિ થાય છે. પોતાના પિતા, પિતામહ તથા પ્રપિતામહે યંત્રવત્ ચોરીનો વ્યવસાય અપનાવ્યો હતો. શું તે ગતાનુગતિક શૃંખલાને અટકાવી કે તોડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org