________________
૨૫૦
આચરણમાં મૂકે તે પરિણતિ જ્ઞાન છે. પડોશીના દીકરાના પતનમાં હદયને આંચકો ન આવે તે સમાન પ્રતિભાસ જ્ઞાન છે જયારે પોતાના દીકરાના પતનથી હદયને ધ્રાસકો થાય તે સમાન પરિણતિ જ્ઞાન છે.
ભવાભિનંદી જીવ મોહ મદિરાથી ઘેલા બનેલા દારૂડીયા સમાન છે. તેને સંસારની ભયંકરતા જણાય છે, છતાં વિષયો પ્રત્યેનો અનુરાગ છૂટતો નથી.
રોહિણેયકુમારને ભગવાન મહાવીરે સંસારનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવી પરમના અમૃતની, પરમના પ્રકાશની યાત્રા કરાવી. તેના વિવેકચક્ષુ અત્યાર સુધી બીડાયેલાં હતાં તે અચાનક ખૂલી ગયાં. પૂર્વાચાર્યએ વિવેકને ત્રીજા નેત્રની ઉપમા આપી છેઃ
રવિ દૂજો ત્રીજો નયન, અંતર ભાવપ્રકાશ;
કરો ધંધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ.”(સમધિશતક-૧૬) અર્થ: પહેલી આંખ ચામડાની છે, તેનો વિષય અતિ અલ્પ છે. બીજી આંખ સૂર્યની છે. તેનાથી ઘણું જોઇ શકાય પરંતુ અંતરમાં તેની ગતિ નથી. વિવેક એ ત્રીજી આંખ છે, જે અંતરને આરપાર જવાનું સામર્થ્ય ધરાવે છે.
“સાચા સુખનો માર્ગ આ વિશ્વ જાણતું નથી અને દુઃખનો પંથ છૂટતો નથી.' વિવેકી રોહિણેયકુમારના અંતરચક્ષુ ઉઘડયાં. કડી-૨૯૧માં માતાને દષ્ટાંત આપી પ્રાણી જગત પર યમરાજની સર્વવ્યાપિતા અને સર્વોપરિતા સમજાવે છે. જેમાં કવિ નંદરાજાનું (પરિશિષ્ટ પર્વઃ સર્ગ.૮) દષ્ટાંત ટાંકે છે.
ઉદાયી રાજાના મૃત્યુ પછી નવ નંદ નામના રાજાઓ પાટલિપુત્રની ગાદીએ આવ્યા. તેમણે સમૃદ્ધિના લોભથી સુવર્ણના ડુંગરો રચાય તેટલી અઢળક સંપત્તિ હાંસલ કરી હતી. આવા શ્રેષ્ઠીવર્ય ત્યાં જતાં યમદૂતને કોઇ રોકી શકયાં નહીં. અરે! સમય થતાં યમદૂત તેને પણ પોતાની કાંખમાં ઉપાડી ચાલ્યા ગયો. અર્થાત્ લક્ષ્મી દેવીની મહેર હોવા છતાં મૃત્યુને કોઇ અટકાવી શકતું નથી.
અરે! ભગવાન મહાવીર સ્વામી પણ ભસ્મગ્રહનું નિવારણ કરવા પોતાના આયુષ્યને બે ઘડી લંબાવી ન શકયા તો જગતના સામાન્ય માનવીનું શું ગજું?
રોહિણેયકુમાર માતાને મૃત્યુની પરવશતા બતાવતાં કહે છે, “હે માતા! જો યમરાજ શ્રેષ્ઠ અને ધનવાન કુળમાં જતાં ન અચકાયો તો મને યતિ ધર્મ સ્વીકારવામાં કેવી શરમ?”
યંત્રવત્ ઢાંચાને અતિક્રમી મનુષ્યતાની દિશામાં પગ માંડવાની ચેષ્ટા ન થાય ત્યાં સુધી શું સરે? મૂલ્યવાન સત્ત્વોનો ભંડાર ભાથારૂપે હોય, યોગ્ય સમજ સાથે પુરુષાર્થ હોય અને પથદર્શક તરીકે સદગુરુ મળ્યા છતાં આત્મોત્કર્ષન કરવો એ માનવભવની કેવી કમનસીબી છે!!
ગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો દર્શાવેલ છે. ૧. નિયતકર્મ૨. કામ્ય કર્મ૩. યજ્ઞકર્મ. આ - જે સામાન્ય રીતે યાંત્રિક કર્તવ્યો રૂપે નકકી થયેલાં કાર્યો તે નિયત કર્મ છે. કામના ઇચ્છાપૂર્વક થતાં કાર્યોતે કાચકર્મ છે. અસ્તિત્ત્વ કલ્યાણની શુદ્ધ ભાવનાથી થતું કાર્યને યજ્ઞ કર્મછે.
કામના કે વૃત્તિપૂર્વક થતાં કર્મો જડતા અને કર્મ બંધનોની સંભાવનાઓનું નિર્માણ કરે છે. જયારે પ્રજ્ઞા કે શુદ્ધ ભાવનાપૂર્વક થતાં કમનુષ્યત્વના ગુણધર્મોની ખીલવણી કરી ઉમદા ચેતાનાકીય
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org