________________
૨૪૯
એ છે કે, કર્મમળ સ્વયં ચાલીને જીવ પર ચોંટતું નથી પણ આત્માના રાગ-દ્વેષ રૂપ પરિણામથી સ્વય આમંત્રણ આપી આત્મા પોતાની સાથે કર્મોને સંલગ્ન કરે છે. આ અનંતાનંત કાળની બાલચેષ્ટા અને કર્મની સઘનતા આત્માને “મૂઢ બનાવે છે.
સૂર્ય અત્યંત તેજસ્વી અને ઓજસ્વી હોવા છતાં સઘન વાદળોથી ઝાંખો બને છે તેમાં કષાયરૂપી વાદળોના આવરણથી લોકાલોકને જાણનાર અને દેખનાર આત્માની શકિત કુંઠિત થઇ જતાં તેના જ્ઞાન -દર્શન આદિ ગુણો આવરાય છે. તેવી દશામાં વિવેકના અભાવમાં જીવ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખે છે. જગતની ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાને આનંદ માને છે. જેમ દારૂ પીધેલાને તમાચો મારે છતાં તે હસે છે અને ગંધાતી ગટરને સુખનો મહાસાગર માને છે, તેમ ગંધાતી. ગટર જેવી કાયાને ઉપરના મટેલા ચામડાનો મોહ ખૂબસુરત મનાવે છે. રાગ અને દ્વેષ આ બે ડાકૂસાથે મોહ એક ગજબનો લૂંટારો છે. જે આત્માના ભાવપ્રાણોને લૂંટે છે.
નિર્મોહી પરમાત્માની અહર્નિશ ઉપાસના-ભકિત મોહ લૂંટારાની પકડમાંથી જીવને મુકિત અપાવે છે.
જેમ આત્યંતર પ્રાણી ઘાયલ થતાં આત્મા મૂઢ બને છે, તેમ દ્રવ્ય પ્રાણી ઘાત થતાં મૃત્યુ થાય છે. જીવાત્માને સ્વયં તેમજ પરિવારજનોને પારાવાર દુઃખ વેઠવું પડે છે. ચોરી, જુગાર કે હિંસક કૃત્યમાં જોડાયેલા વ્યકિત પોતાનું સ્વયં અહિત કરે છે સાથે સાથે તેના સહારે નભતા આખા કુટુંબને માથે તેની વિદાયથી દુઃખના કાળાં વાદળો છવાઇ જાય છે.
અવિધા - અજ્ઞાનનું આવરણ વળગવાથી જીવમાત્ર સહજ સુખ વિકૃતરૂપે અનુભવે છે. વિચારશકિત એ માનવ જીવનનું પ્રાણ છે. વિવેકશકિત જાગૃત થતાં જીવન ધોરણને બદલતો માનવ ન્યાયનીતિ પરાયણ બને છે. મન, વચન અને કાચામાં એકરૂપતા લાવવા સહદયી બને છે. આ તબક્કામાં માનવ અમીરવાળો આર્ય કે સજજન બને છે. તેની મૂઢતા વિદાય લે છે. તેની આંતરિક શકિતનો ક્રમિક વિકાસ થતાં વિવેકબુદ્ધિ ઉચ્ચકક્ષાએ પહોંચે છે.
શાત્મન : પ્રતિજ્ઞનનિ રેષાં ન સમારા પોતાને પ્રતિકૂળ - અપ્રિય લાગે તેવો વ્યવહાર મારે બીજા પ્રત્યે કરવો ન ઘટે તેવો વિવેક જાગૃત થતાં ચોરી આદિ અકૃત્યને લોક નિંદનીય પ્રવૃત્તિ સમજી પોતાના મન, વચન અને કાયાના યોગોને ઉચિત માર્ગે પ્રવર્તાવવાની રાસનાયકને અભિલાષા જાગી. તેને સત્ય સમજાયું કે, “પરંપરાગત લોકનિદનીય પ્રવૃત્તિ કરવાથી અંતે અપયશ અને અપકીર્તિ સિવાય શું મળશે ?'
રાસનાયકના જીવનમાંથી અનાદિ સંજ્ઞા, મુકિત પ્રત્યેનો દ્વેષ, અનુચિતકારિતા વગેરે લક્ષણોખપી ગયાં. ભવાભિનંદપણાના લક્ષણો અસ્ત થતાં સંવેગનો સૂર્યોદય થયો.
ભવાભિનંદી જીવો જિનાજ્ઞા પામવાને યોગ્ય નથી કેમકે તેઓ અપનુબંધક કરતાં ઘણી પાછલી દશામાં છે. ભવાભિનંદી જીવોને જિનવચનને સાંભળી વિષયપ્રતિભાસ જ્ઞાન થાય પરંતુ પરિણતિ જ્ઞાન ન થાય. “વિષયો આત્મઘાતક છે'; તેવું જાણે છતાં આચરણ કરી શકતા નથી. જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org