________________
૨૪૮
પૂર્વજોની સાથે સાથે તમારી મતિ-બુદ્ધિ કેમ ખસી ગઈ છે? લોહખુરના પિતા પણ પાપકર્મો કરી મૃત પામ્યા. શુંપુત્ર પણ પિતાની જેવું જ કરે? (શું પિતા સમાન પુત્ર થાય?) . ..૨૯૪
કાલસૌકરિક નામનો વિખ્યાત કસાઈ, જે નિત્ય પાંચસો પાડાઓનો વધ કરતો હતો. મૃત્યુ પામી પરભવમાં નરક ગતિમાં સરકયો પરંતુ તેનો જ પુત્ર સુલતકુમાર એક વ્રતધારી શ્રાવ બન્યો.
...૨૫ તેનો પિતા ભલે અસત્યવાદી હતો પરંતુ પુત્ર સદા સત્યવાદી હતો. તેથી શું અનર્થ થયું, મારા પિતા લોહખુર, ચોરોના સરદાર હતા પરંતુ હુંચોરીનો ત્યાગ કરું તેમાં શું ખોટું થશે ? ..૨૬
હે માતાજી ! આ કારણથી મને પૂર્વજોનો વ્યાપાર છોડતાં લેશ પણ શરમ નહીં આવે. વળી તમારા ભરણપોષણ અને સુરક્ષાની વ્યવસ્થા મગધ નરેશ કરશે. આપણા ગરાસમાં આપેલા ગામોનું ધન તમને આજીવિકા અર્થેપાછું સોંપશે જેનાથી તમે સુખી થશો)
...૨૯૦. હે માતા ! તમે આનંદપૂર્વક તમારા પુત્રને મહાભિનિષ્ક્રમણના પંથે જવાની અનુજ્ઞા આપો. મહારાજા શ્રેણિક મારો દીક્ષા મહોત્સવ કરશે. મહામંત્રી અભયકુમાર મને ઉમળકાભેર સંયમરૂપી સ્ત્રી સાથે પરણાવશે.”
૨૯૮. રોહિણીદેવીએ પુત્રની Êટતા જોઈ ખુશીથી અનુમતિ આપી. રોહિણેયકુમાર મહારાજા શ્રેણિક પાસે આવ્યો. તેણે કહ્યું, “હે નાથ ! મને સંયમનું દાન અપાવો. મારા માથે જિનેશ્વરનો હાથ મૂકાવી મને સનાથ બનાવો.
૨૯૯. વિવેચન પ્રસ્તુત ચોપાઈમાં સંસારથી મુક્ત થવા, શાશ્વત આઝાદી મેળવવા તત્પર રોહિણેયકુમાર પોતાની માતા રોહિણીદેવીને વિવિધ દષ્ટાંતો આપી સમજાવે છે. તેના ભીતરમાં વૈરાગ્યની જ્યોત ઝળહળે છે.
અહીં સંયમની તીવ્ર અભિલાષા, સંયમ પ્રત્યેનો પ્રેમ ઝીલાય છે. બીજી તરફ પરંપરાગત અમૌલિક રૂઢિચુસ્તતાના વળગણોને ફેંકી દેવા તૈયાર થયેલા રાસનાયકના પાત્રમાં વૈરાગ્યનો પ્રથમ રસ ઉદ્ભવે છે. કવિએ રાસનાયકના પાત્રને ઉપસાવવા સફળ પુરુષાર્થ રચ્યો છે.
કડી - ૨૮૯માં અત્યંતરપ્રાણ (ભાવપ્રાણ) ના વિઘાતકને “મૂઢ'ની ઉપમા આપી છે.
આત્મા ચૈતન્યગુણ યુક્ત, અનંત શક્તિમાન જાણનારો અને દેખનારો છે. કર્મ પૌદ્ગલિક છે. આત્મા અરૂપી છે, કર્મ રૂપી છે. બન્ને પરસ્પર વિરોધી અને સ્વતંત્ર હોવા છતાં બન્ને વચ્ચે સુમેળ કઇ રીતે થાય છે?
આત્મા સ્વભાવે શુદ્ધ, અરૂપી છે પરંતુ અનંતકાળથી કર્મના લેપે લેપાયેલો હોવાથી મૂર્તી પ્રાયઃ છે. અહો! જીવની કેવી બાલિશતા કે એણે કર્મ બાંધી પોતાને મલિન બનાવવાનો સ્વભાવ જ ન બનાવી લીધો હોય! દૂધની ધોળાશ, ખાંડની મીઠાશ અને કાજળની કાળાશ તે તે વસ્તુનો સ્વભાવ છે, તેમ પૂર્ણ શુદ્ધતા એ જીવનો સ્વભાવ છે, છતાં જીવ સ્વભાવમાંથી વિભાવમાં જવાની મૂર્ખતા કરે છે. ખૂબી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org