________________
૨૪૪
કરચલીઓ પડવા માંડે છે. જેમ વૃક્ષ પર રહેલું પીળું, પાકેલું પાન પવનના ઝપાટાથી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે, તેમ આ દેહ પણ આયુષ્યરૂપી વાયુના ધક્કાથી પોતાનું અસ્તિત્વ ગુમાવે છે. સ્વપ્નની જેમ જીવન ક્યારે પૂરું થઈ જશે તે કહી શકાતું નથી. અધર્મ કરનારી રાત્રિઓ અફળ જાય છે.
હે માતા! આત્મકલ્યાણના માર્ગમાં આ સર્વ સાંસારિક નાશવંત સંપદાઓ સાથે શું સંબંધ? મહાવ્રતનું પાલન મોક્ષસાધના માટે છે. કામભોગ, ધન, સ્વજન આદિતમાં બાધકરૂપ છે.”
કહ્યું છે કે ન પ્રગયા, ન ઘનેન, ત્યાગનૈવેનામૃતત્વમાનશુઃ અર્થાત્ સંતાન કે ધનથી નહીં પરંતુ એક માત્ર ત્યાગથી જ લોકો અમરપદપામે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', અ.૧૪માં ઉપરોક્ત ભાવો દર્શાવતાં સૂત્રકાર કહે છે. १९०मच्चुणाडब्भाहओ लोगो, जराए परिवारिओ ।
3 મોહારયી વૃત્તા, પર્વતાવિયાWહ IT. અર્થઃ આ લોકમૃત્યુથી પીડિત છે. આ લોક જરાથી ઘેરાયેલો છે, અર્થાત્ વૃદ્ધાવસ્થા સૌને આવે છે. રાત્રિ અમોઘા છે. રાત્રિ-દિવસ અચૂકપણે આયુષ્યબળ ક્ષીણ કરી રહ્યાં છે.
જીવનની ક્ષણભંગુરતા એ માત્ર શબ્દો નથી પણ પ્રચંડ વાસ્તવિકતા છે- "ફેવોzઘો તાળું, નવિજ્ઞરૂamમિદર્વિવિ અર્થાત્ આ સંસારમાં ધર્મ સિવાય ધનાદિ બીજું કંઈ જ શરણભૂત નથી.
કડી - ૨૮૬માં ચારિત્રને પ્રવહણ - જહાજ - નાવની ઉપમા આપી છે.
મહાપ્રવાહવાળા સમુદ્રમાં અખંડ નૌકામાં બેઠેલો યાત્રિક સમુદ્રને અવશ્ય પાર કરી શકે છે, તેમ સંસારરૂપી મહાસમુદ્રમાં જન્મ, જરા અને મરણરૂપી મહાપ્રવાહ વેગપૂર્વક વહી રહ્યો છે. ત્યારે ચારિત્રરૂપી અખંડ નાવમાં બેઠેલો સાધક મુક્તિ સુખ મેળવે છે. અર્થાત્ શ્રુત ચારિત્રરૂપી ધર્મ વડે મહર્ષિઓ અનંત સંસારરૂપી મેરેથોનનો અંત લાવે છે.
ધર્મનું ફળ દર્શાવતાં શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ૧/અ.૬/ગા.૨૯માં કહ્યું છે.
सोच्चा यधम्मं अरहंत भासियं, समाहियं अट्ठपओवसुद्धं ।
तंसदहंतो यजणा अणाऊ, इंदा व देवाहिव आगमिस्संति ।। અર્થ: શ્રી અરિહંત દેવ દ્વારા કથિત, સમ્યકરૂપે પ્રરૂપેલ, યુક્તિસંગત શુદ્ધ અર્થ અને પદયુક્ત ધર્મ સાંભળી, તેના પર શ્રદ્ધા કરનારી વ્યક્તિઓ મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા ઈન્દ્રોની જેમ દેવોનું આધિપત્ય પ્રાપ્ત કરે છે.
કડી-૨૮૬ના ભાવ ઉપરોક્ત વીરસ્તુતિની કડી - ૨૯ સાથે સુમેળ ધરાવે છે. રોહિણેયકુમાર શ્રુત-ચારિત્રરૂપ ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને આચરણ કરનારા સાધકોની ફલશ્રુતિ માતાને બતાવે છે. “હે માતા! સમ્યફ શ્રદ્ધાવાન સાધક મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા સંપૂર્ણ કર્મતે ભવમાં ક્ષય ન કરી શકે તો. દેવલોકમાં ઈન્દ્રાદિપદમેળવે છે.”
તરુણ રોહિણેયકુમાર માતાને સંયમની અનુજ્ઞા આપે તે માટે પુનઃ પુનઃ સંયમની મહત્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org