________________
૨૪3
માતા મમત્વને કારણે પુત્રને કહે છે, “વત્સ!સાધુ જીવન એકાકી જીવન છે. ત્યાં તારી કોણ ધ્યાન રાખશે?" કડી - ૨૮૨ના ભાવ અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૯, કડી-૦૮ના ભાવ સમાન છે. જેમાં મૃગાપુત્ર માતાને મૃગનું દષ્ટાંત આપી ઉગ્બોધે છે.
एगब्भूओ अरण्णेवा, जहाउचरइमिगो ।
एवं धम्मचरिस्सामि, संजिमेण तवेण य ।। અર્થ: “જ્યારે મહાવનમાં મૃગના શરીરમાં રોગ થાય છે ત્યારે વૃક્ષની નીચે બેઠેલાં તે એકાકી મૃગની કોણ ચિકિત્સા કરે છે?
હે માતા! મૃગ પોતાની મેળે સ્વસ્થ થતાં વનમાં જઈ લતાઓ-વેલાઓ, સુંદર ઘાસ ખાઈ, સરોવરનું પાણી પી કૂદકા મારતું, ખાતું-પીતું મૃગચર્યા કરી ભ્રમણ કરતાં કરતાં જીવન વ્યતીત કરે છે, તેમ સંયમમાં ઉધમવંત સાધુ રોગોની ચિકિત્સા ન કરતાં, અનેક સ્થાનોમાં પરિભ્રમણ કરી સંયમનું શુદ્ધપણે પાલન કરી દેવલોકને પ્રાપ્ત કરે છે.”
અનુભવી માતા રોહિણી પુત્ર વિરહની કલ્પનાથી બેબાકળી બની બોલી, “પુત્ર! તું તો મારો બુઢાપાનો આધાર છે. તારા ચાલ્યા જવાથી આ કુટુંબની જવાબદારી કોણ સંભાળશે? તારા વિનાના જીવનની હું કલ્પના પણ ન કરી શકું. તું મને એકલી નિરાધાર મૂકી શા માટે દુષ્કર વ્રતો ગ્રહણ કરવા ઉતાવળો થયો છે?” અહીં કવિ રોહિણીની વિયોગ વ્યથાનું ચિત્ર દોરી જાય છે. - રોહિણેયકુમાર માતાને ઉત્તર આપતાં (કડી ૨૮૩ થી ૨૮૬ સુધીમાં) વિવિધ ઉપમાઓ દ્વારા સંસારની ભયંકરતા, સંબંધોથી અશાશ્વતતા અને દેહની નશ્વરતાની દલીલો પ્રસ્તુત કરી મુનિધર્મના આચરણ માટે આજ્ઞા માંગે છે. આ ગાથાઓ દ્વારા રોહિણેયકુમારે ધર્માચરણમાં તત્પરતા દર્શાવી છે.
“આ સંસાર (કુટુંબ) મુસાફરખાનું છે. મુસાફર (યાત્રિકો) એક સ્થાને સ્થિર રહેતાં નથી. પોતાનું ગંતવ્ય સ્થાન આવતાં પથિક પોતપોતાની નિર્ધારિત દિશામાં ચાલ્યા જાય છે, તેમ આ કુટુંબના સભ્યો પણ આયુષ્ય પૂર્ણ થતાં ચતુર્ગતિરૂપ નિર્ધારિત અનુદિશામાં ચાલ્યા જશે. પરસ્પર આવાગમન નહીં જાણતા હોવાથી કેવું કુટુંબ? જેમ સંધ્યા સમયે પંખીઓનો સંગમ અને માર્ગમાં પથિકોનો સંગમ ક્ષણિક છે, તેમ સ્વજનોનો સંયોગપણ ક્ષણભંગુર છે. | હે માતા! યૌવન એ નદીમાં અચાનક આવેલા પૂર સમાન છે. અલ્પ સમયમાં તે પૂર ઓસરી જાય છે, તેમ યૌવન ચિરકાલ રહેતું નથી. અા સમયમાં વૃદ્ધત્વના એંધાણ દેખાય છે. કેશ સફેદ થઈ જાય છે. ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતી જાય છે. શરીરનિર્બળ પડતું જાય છે.
માનવી પાસે રહેલી ભૌતિક સમૃદ્ધિ વીજળીના ચમકારા જેવી ક્ષણિક અને ચંચળ છે. માનવીનું આયુષ્ય અંજલિ જલ સમાન અલા સમયનું અશાશ્વત, ક્ષણભંગુર છે. સંધ્યાનો રંગ (ઈન્દ્રજાલ સમાન) અતિ અા સમયમાં નષ્ટ થાય છે, તેમ સંસારનું ઈન્દ્રિયજન્ય સુખ પણ અલ્પકાળનું છે. બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું?
- વૃદ્ધાવસ્થાથી દેહની કાંતિ-તેજ વિલય પામે છે. દેહ બળહીન બને છે. ચામડી પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org