________________
૨૪૫
વિદિત કરે છે, “માતા! આપણું કુળ ઉત્તમ નથી. વળી, ચોરી જેવું કુકૃત્ય કરવાનો આપણો વ્યવસાય છે. તેવો વ્યવસાય કરવાથી નિશ્ચયથી અપકીર્તિ થશે અને દુર્ગતિ જ પ્રાપ્ત થશે.”
અહીં રોહિણેયકુમાર કહેવા માંગે છે કે, જિનવાણી દ્વારા સારાસારનો વિવેક થયા પછી શું કોઈ ગતાનુગતિક જીવન જીવે ખરો? જાણી જોઈને વિષ મિશ્રિત આહાર કોણ કરે?
શ્રી અજિતશાંતિ સ્તોત્ર'માં કહ્યું છેઃ
જો ઈચ્છહ પરમપમયે, અહવાકિત્તિ સુવિFડંભુવણે |,
તા તેલકુદ્ધરણે, જિણવયણે આયરં કુણહ ||” અર્થ: જો તમે પરમપદ એટલે મોક્ષની ઈચ્છા કરતા હો અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામે એવી. કીર્તિને ઈચ્છતા હો તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનેશ્વર ભગવાનનાં વચનોનો આદર કરો.
ભગવાનની વાણી દરેકે દરેક મનુષ્યને સમજાય એવું હોતું નથી. જૈન કુળમાં જન્મ થયો હોવા છતાં, જૈન ધર્મ વારસામાં મળ્યો હોવા છતાં પણ ભારે કર્મીજીવને ભગવાનની વાણીમાં શ્રદ્ધા ના બેસે એવું પણ જોવા મળે છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધ્યાનશતક'માં જિનવચન પ્રત્યે અરુચિના કારણો કહે છે: "तत्थ्यमइदोब्बलेणंतविहारिय विरहओ वा वि । णेयगहणत्तणेण यणाणावरणोदएण च ।।४७।। हेउदाहरणासंभवे यसईसुजंजबुइझेज्जा ।
સÖÇમર્યાવિતÉતહાવિનંવિંતણમમ TI૪૮II(પૃ.૧૨૪) અર્થ: (૧)મતિની દુર્બળતાથી (૨) તેવા પ્રકારના કુશળ આચાર્યન મળવાથી (૩) સંયમ પદાર્થની ગહનતાથી (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી (૫) જિનવચનને સિદ્ધ કરવા તેને અનુરૂપ હેતુ ના મળવાથી (૬) કાલ્પનિક અથવા સાચું ઉદાહરણ ન મળવાથી જિનેશ્વર ભગવંતની વાણી કેટલાક જીવોને સમજવાની રુચિ થતી નથી અથવા સમજાતી નથી.
- જિનેશ્વર ભગવંતની વાણી સમજાયા પછી અવશ્ય આત્મસ્થિરતા વધે છે. તેના સંદર્ભમાં ચંડકૌશિક સર્પનું દષ્ટાંતપ્રસિદ્ધ છે. શ્રી કલ્પસૂત્રમાં તેની કથા વિસ્તારથી આપી છે.
દષ્ટિવિષ ચંડકૌશિક સર્વે ભગવાન મહાવીરના બુજઝ બુજઝ' શબ્દો સાંભળી અચાનક આંતરિક ઉત્ક્રાંતિનો માર્ગ અપનાવ્યો. ઘોર હિંસાચારના તાંડવનો સિલસિલો છોડી ક્ષમા ગુણનું માધુર્ય અપનાવ્યું. ભગવાન મહાવીર જેવા પ્રભાવક ધર્માચાર્યનો સમાગમ મેળવી માત્ર પંદર દિવસમાં આજીવન અનશન કરી જંગલી કીડીઓની દેહને કોચી નાંખવા રૂપ અતિશય વેદના સમભાવે સહના કરી આઠમા દેવલોકે ઉત્પન્ન થયો. તિર્યંચ યોનિનો એકસપ પણ જિનના વેણથી જીવન પરિવર્તન કરી, શકે તો શું મનુષ્ય એનાથી પણ નગુણો છે? રોહિણેયકુમાર પોતાની જનેતાને અસાર કુળ, અસાર વ્યવસાય અને તેનાં ફળ સ્વરૂપે
રૂપી ભયંકર પરિણામ સમાવી માતાને ધર્મના માર્ગે વાળી સંયમની અનુજ્ઞા ઈચ્છે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org